Home /News /ahmedabad /Board Exams: માતૃભાષા ગુજરાતીના પેપરમાં જ વિદ્યાર્થીઓ ગૂંચવાયા, પેપરસેટરે બેફામનો શેર અન્ય કવિના નામે લખ્યો!

Board Exams: માતૃભાષા ગુજરાતીના પેપરમાં જ વિદ્યાર્થીઓ ગૂંચવાયા, પેપરસેટરે બેફામનો શેર અન્ય કવિના નામે લખ્યો!

ગુજરાતનીના પેપરમાં પૂછાયેલો પ્રશ્ન

Board Exams: ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષાના પહેલા જ દિવસે માતૃભાષા ગુજરાતીના પેપરમાં જ છબરડો જોવા મળ્યો હતો. જેને લઈને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા હતા.

અમદાવાદઃ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલુ થઈ ગઈ છે. ત્યારે આજે ધોરણ 10ના વિદ્યાર્થીઓને ગુજરાતીનું પેપર હતું. જેમાં પેપરસેટરની કેટલીક ખામીઓને કારણે વિદ્યાર્થીઓ ગૂંચવાયા હતા. ઉલ્લેખનીય છે કે, પરીક્ષાના પહેલા જ દિવસે પહેલા જ પેપરમાં આવી ભૂલ થાય તે શિક્ષણ વિભાગની પોલ ખુલ્લી પાડે છે.

ધોરણ 10ના ગુજરાતીના પેપરમાં પેપરસેટરે વિભાગ-Bના ડ સેક્શનમાં 22 નંબરના પ્રશ્નમાં ભૂલ કરી હતી. 22 નંબરના પ્રશ્નના અથવામાં પૂછાયેલો પ્રશ્ન તદ્દન ખોટો હોવાથી વિદ્યાર્થીઓ ચકરાવે ચડ્યાં હતા. પ્રશ્ન હતો કે, ‘મુક્તક એટલે શું? સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી...માં રઈશ મણિયાર શું કહેવા માગે છે?’ આ પ્રશ્ન ખોટો હોવાથી વિદ્યાર્થીઓએ મૂંઝવણ અનુભવી હતી.

હકીકતમાં ઉપરોક્ત પ્રશ્નમાં પૂછાયેલું મુક્તક ‘સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી...’ તે ગુજરાતી ભાષાના પ્રખ્યાત કવિ બરકત વીરાણીનું છે. જ્યારે બોર્ડની પરીક્ષાના પેપરમાં આ પ્રશ્નમાં મુક્તક કવિ રઇશ મણિયારનું છે તેવું મૂકવામાં આવ્યું હતું. જેને લઈને વિદ્યાર્થીઓ મૂંઝવણ અનુભવ્યા હતા.

કવિ રઇશ મણિયારે શું કહ્યું?


આ મામલે ન્યૂઝ18 ગુજરાતીએ કવિ રઇશ મણિયાર સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, ‘ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રમાં આવી ભૂલ થાય તે ન ચલાવી લેવાય. અનુભવી શિક્ષકો પ્રશ્નપત્ર કાઢતા હોય છે. ત્યારે આવી ભૂલ થવી તે યોગ્ય ન ગણાય.’


ગુજરાતીના શિક્ષકે શું કહ્યું?


તો બીજી તરફ, ગુજરાતી ભાષાના શિક્ષક સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, ‘ગુજરાતી ભાષાના પેપરમાં પેપરસેટર દ્વારા આવી ભૂલ થાય તે ન ચલાવી લેવાય. દર વર્ષે કોઈને કોઈ ભૂલ થતી હોય છે ત્યારે બોર્ડ જે-તે પ્રશ્નના માર્ક્સ આપવાની જાહેરાત કરતું હોય છે. તો આ પેપરમાં પણ વિદ્યાર્થીઓને પૂરેપૂરા 4 ગુણ મળે તેવી જાહેરાત કરવી જોઈએ.’
First published:

Tags: Board Exams, GSEB