Home /News /ahmedabad /Delhi Model: દિલ્હી મોડલના રિયાલિટી ચેક મામલે BJP અને AAP વચ્ચે ઘમાસાણ, બંને પક્ષોએ એક-બીજાની પોલ ખોલી
Delhi Model: દિલ્હી મોડલના રિયાલિટી ચેક મામલે BJP અને AAP વચ્ચે ઘમાસાણ, બંને પક્ષોએ એક-બીજાની પોલ ખોલી
આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ BJP ડેલિગેશનની પોલ ખોલી.
ભાજપની કેન્દ્ર સરકારની સ્વાસ્થ્ય યોજના આયુષ્માન ભારતનો દિલ્હીની જનતાને લાભ ન મળવાનું મુખ્ય કારણ આમ આદમી પાર્ટીની સરકાર છે. સમગ્ર દિલ્હીમાં અને સંજય કોલોની વિસ્તારમાં દારૂના અડ્ડાઓની સંખ્યા આમ આદમી પાર્ટીની સરકાર આવ્યા પછી આઠ ગણી વધી ગઇ છે.
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી (Gujarat BJP) ની 17 સભ્યોની ટીમ દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર (Arvind Kejriwal government)ના દિલ્હી મોડલ (Delhi Model)ની પોલ ખોલ તપાસ માટે દિલ્હી પ્રવાસે ગઇ છે. જેમાં રમણ વોરા, અમિત ઠાકર, ડો.અનિલ પટેલ, મહેશ કસવાલા, યગ્નેશ દવે, જ્યોતિબેન સહિત શિક્ષણ વિદ સહિત 2 રાજકીય નિષ્ણાંત સહિતની ટીમ 2 દિવસીય દિલ્હી પ્રવાસે ગઇ છે. આ ટીમ 2 દિવસ દિલ્હીમાં રોકાણ કરશે. જેમા દિલ્હી સ્કૂલ, મોહલ્લા ક્લિનિક, રોડ રસ્તાઓ અને સુવિધાઓ બાબતે જાત તપાસ કરી હતી. બે દિવસની દિલ્હી યાત્રા દરમિયાન ગુજરાત ભાજપની ટીમે દિલ્હીની આપ સરકારની પોલ ખોલી નાંખી છે.
દિલ્હીની આમ આદમી પાર્ટી (Delhi AAP)ની પોલ ખોલ પ્રવાસે ગયેલા ભારતીય જનતા પાર્ટીએ રિયાલિટી ચેક (BJP Reality Check)નો એક વીડિયો જાહેર કરી દિલ્હી મોડલ (Delhi Model)ની પોલ ખોલી નાંખી છે, આ વીડિયોમાં દિલ્હીના મોહલ્લા ક્લિનિક (Mohalla Clinic) અને ત્યાંની શાળાઓના દ્રશ્યો દેખાય છે. જેમા દિલ્હીની ખખળધજ શાળાઓ દેખાય છે. જેમા ઇલેક્ટ્રસીટી નથી અને શાળા સંકૂલના પંખા પણ ધૂળ ખાઇ રહ્યા છે. ત્યાં જ મોહલ્લા ક્લિનિકમાં કૂતરાઓ ફરી રહ્યા છે.
આ વીડિયોમાં પ્રદેશ ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે એ જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલે દુનિયા સમક્ષ જે દિલ્હી મોડલ દેખાડ્યું છે ખરેખરમાં મરણપથારીએ ડચકા ભરી રહ્યું છે. ત્યાં જ ભાજપ નેતા મનોજ તિવારીએ જણાવ્યું હતું કે, જ્યારથી દિલ્હીમાં મોહલ્લા ક્લિનિકની શરૂઆત થઇ છે ત્યારથી તેની પરિસ્થિતિ ખુબ જ ખરાબ છે અને દર્દીઓના સ્થાને મોહલ્લા ક્લિનિકમાં કૂતરાઓ રખડી રહ્યા છે. ખરેખરમાં દુનિયા સામે અરવિંદ કેજરીવાલે જે દિલ્હી મોડલ રજૂ કર્યું છે તે ખરેખરમાં એવું નથી.
ત્યાં જ ગુજરાત ભાજપની ટીમે જણાવ્યું કે, દિલ્હીની સંજય કોલોની દિલ્હીના મધ્યમવર્ગી અને ગરીબ લોકોના વિસ્તારમાં વીજળી અને પાણીની સમસ્યા તોતિંગ છે. પીવાનું પાણી ચાર દિવસે આવે છે અને એ પણ ગંદુ પાણી આવે છે. ત્યાં જ વીજળીના તારો જોખમી રીતે લોકોના અવરજવરના સ્થળો ઉપર ઝળુંબી રહ્યા છે. 40,000 લોકો પર વીજળી માટે ગર્વ લેતી આમ આદમી પાર્ટીની સરકાર મોતનો ખતરો બની ગઈ મંડરાઇ રહી છે. આમ આદમી પાર્ટીનો પોકળ દાવો છે કે મફત વીજળી અપાય છે વીજ બિલનો અભ્યાસ કરતા માલૂમ પડે છે કે સરેરાશ વીજદર સાડા પાંચ રૂપિયા છે.
શિક્ષણના મોડલ માટે સમગ્ર ભારતમાં પ્રચાર કરતા મહા ઠગ અને તેના પક્ષ આમ આદમી પાર્ટીના લોકો એ પ્રકારે શિક્ષણ માટે દિલ્હી મોડેલની વાત કરે છે. એ દિલ્હીમાં એક પણ નવી કોલેજ છેલ્લા સાત વર્ષમાં નથી બની. જ્યારે આમ આદમી પાર્ટીએ તેના ઘોષણા પત્રમાં જણાવ્યુ હતું કે, નવી કોલેજો બનશે. જે સદંતર જુઠ્ઠું સાબિત થયું છે આ ઉપરાંત દિલ્હીની શાળાઓ માટે સતત ડંફાસ મારી રહેલ આમ આદમીની સરકાર 500 સ્કુલો બનાવવાની વાત કરતી હતી તેમાંની એક પણ સ્કૂલ બની નથી. શાળાઓને કો-એજ્યુકેશનના નામે મર્જ કરી વિદ્યાર્થીઓની હાલાકીમાં આમ આદમી પાર્ટીએ માત્ર વધારો જ નહીં બલ્કે ગંભીર ગુનો આચર્યો છે.
ગોપાલ ઇટાલિયાએ આપી પ્રતિક્રિયા
બીજી તરફ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, આજે આખો દેશ જાણે છે કે અરવિંદ કેજરીવાલની સરકારે દિલ્હીમાં શાનદાર શિક્ષણ વ્યવસ્થા લાગુ કરી છે. આજે દુનિયાની મહાન હસ્તીઓ દિલ્હીની સરકારી શાળાને જોવા આવે છે, તેવી અદ્ભુત શાળા દિલ્હીમાં છે. ભારતના ઘણા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી પણ દિલ્હીની સરકારી શાળાઓની મુલાકાતે આવેલા છે. તાજેતરમાં ગુજરાત ભાજપના નેતાઓ પણ સરકારી શાળાઓની મુલાકાત લેવા દિલ્હી ગયા છે.
ગુજરાત ભાજપના નેતાઓ જ્યારે દિલ્હી ગયા ત્યારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા જી અને મુખ્ય પ્રવક્તા આતિશી જી એ તેમનું સ્વાગત કર્યું અને આમંત્રણ આપીને કહ્યું કે, ગુજરાત ભાજપના નેતાઓ દિલ્હીમાં જે પણ સરકારી શાળા જોવા માગે છે, અમે તેમને ત્યાં લઈ જઈશું. પરંતુ ભાજપના નેતાઓએ આમંત્રણ ઠુકરાવી દીધું હતું. અને મીડિયા અને સોશિયલ મીડિયા પર ખોટી વાતો ફેલાવતા તેમણે કહ્યું કે અમને દિલ્હીની સરકારી શાળાઓમાં લઈ જવા માટે કોઈ ધારાસભ્ય હાજર નથી. તો આજે અમે તે ભાજપના નેતાઓને પાછા આમંત્રિત કરીએ છીએ અને સૌ પ્રથમ અમે વિભાવરી દવે ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી જી ફોન લગાવીને અમે તેમને હમણાં આમંત્રણ આપીએ છીએ.
આ પછી 'આપ' ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ વિભાવરી દવેને ફોન કર્યો હતો. પરંતુ તેમના બે નંબર પર ફોન કર્યા પછી પણ વિભાવરી જી એ કોઈ ફોન ઉપાડ્યો ન હતો. આ પછી ગુજરાત ભાજપના નેતા રમણભાઈ વોરાને ફોન કરવામાં આવ્યો હતો. રમણભાઈ વોરા સાથે વાત કરતા ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે તમે દિલ્હી ગયા છો જ્યાં ભાજપ કાર્યાલય પાસે આવેલી રાજ એવન્યુ સ્કૂલમાં દિલ્હી સરકારના 5 પ્રતિનિધિઓ અને ધારાસભ્યો તમારી રાહ જોઈ રહ્યા છે. પરંતુ ત્યાર બાદ રમણભાઈએ કહ્યું કે તેમને તે જગ્યા વિષે ખબર નથી, તો ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે તમે જે જગ્યાએ ઉભા છો તેની માહિતી અમને જણાવો, અમારા જનપ્રતિનિધિઓ તમારા સુધી પહોંચશે. પરંતુ આ પછી રમણભાઈ તરફથી કોઈ યોગ્ય જવાબ મળ્યો ન હતો.