કમલમમાં આજે ભાજપની ખાસ બેઠક, શું વહેલી ચૂંટણી મુદ્દે થશે ચર્ચા?

H
Updated: January 1, 1970, 5:30 AM IST
કમલમમાં આજે ભાજપની ખાસ બેઠક, શું વહેલી ચૂંટણી મુદ્દે થશે ચર્ચા?
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે સાંજે મહત્વની બેઠક મળનાર છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ખાસ ઉપસ્થિતિમાં મળનારી આ બેઠકમાં ગુજરાતમાં વહેલી ચૂંટણી મુદ્દે ચર્ચા થવાની પણ સંભાવના જોવાઇ રહી છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
ગાંધીનગર #ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે સાંજે મહત્વની બેઠક મળનાર છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ખાસ ઉપસ્થિતિમાં મળનારી આ બેઠકમાં ગુજરાતમાં વહેલી ચૂંટણી મુદ્દે ચર્ચા થવાની પણ સંભાવના જોવાઇ રહી છે. ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયાના બીજા દિવસે ગુજરાત આવી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે લાંબી બેઠક ચાલી હતી. રાજભવન ખાતેની આ અત્યંત ગુપ્ત કહી શકાય એવી બેઠકમાં પીએમ અને સીએમ વચ્ચે મહત્વની ગુફતેગો થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાતમાં વહેલી ચૂંટણીના સંકેતોને ધ્યાનમાં લેતાં થયેલી આ ચર્ચા અંગે પાર્ટીના અન્ય નેતાઓને માહિતી આપવા માટે આજની બેઠક બોલાવાઇ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
આજે સાંજ છ કલાકે યોજાનાર આ ખાસ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડેપ્યૂટી સીએમ નિતિન પટેલ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહે એવી સંભાવના છે.
First published: March 9, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर