Home /News /ahmedabad /પ્રદેશ, જ્ઞાતિ અને સમુદાય - CM ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટમાં સૌને સ્થાન
પ્રદેશ, જ્ઞાતિ અને સમુદાય - CM ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટમાં સૌને સ્થાન
CM ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટમાં સૌને સ્થાન
Bhupendra patel Cabinet: સોમવારે ભૂપેન્દ્ર પટેલે બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આ દરમિયાન, કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા હતા. જણાવી દઈએ કે, આ વખતે મંત્રીમંડળની રચના દ્વારા જ્ઞાતિ સમીકરણ સુધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીએ જંગી બહુમતી મેળવીને ગુજરાતમાં ફરી એકવાર સરકાર બનાવી છે. તેને લઈને સોમવારે ભૂપેન્દ્ર પટેલે બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. જો કે, આ વખતે તમામની નજર CM પદ કરતાં વધુ કેબિનેટ પર ટકેલી હતી, જેના દ્વારા ભાજપે તમામ જ્ઞાતિઓને મદદ કરવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાતની નવી ચૂંટાયેલી સરકારમાં મંત્રીમંડળની રચના દ્વારા આ વખતે પ્રાદેશિક અને જ્ઞાતિ સમીકરણને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.
જ્ઞાતિ સમીકરણ ઉકેલવાના પ્રયાસો
મંત્રીમંડળની રચનામાં પાટીદાર, કોળી, દલિત, આદિવાસી, ઓબીસી, જૈન, બ્રાહ્મણ અને ક્ષત્રિય સમાજના પ્રતિનિધિઓને તક આપવામાં આવી છે. સોમવારે ફરીથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર ભૂપેન્દ્ર પટેલ સિવાય, સોળ મંત્રીઓમાંથી 6 સૌરાષ્ટ્ર વિસ્તારના, 3 ઉત્તર ગુજરાતના, 4 દક્ષિણ ગુજરાતના અને 3 મધ્ય ગુજરાતના છે. ન્યૂઝ18 સાથે વાત કરતા, બીજેપી પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતે કહ્યું કે, નવા રચાયેલા કેબિનેટમાં તમામ જાતિ અને સમુદાયોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત તેમણે કહ્યું કે, અમે વિકાસની રાજનીતિમાં વિશ્વાસ રાખીએ છીએ. દરેક પ્રદેશમાંથી યોગ્ય પ્રતિનિધિત્વ મળે તો વિકાસ થવાનો જ છે, જેની ખાતરી કેબિનેટની યાદી દ્વારા કરવામાં આવી છે. જણાવી દઈએ કે, વર્ષ 2021માં વિજય રૂપાણીની કેબિનેટના સ્થાને પટેલ કેબિનેટ બનાવવામાં આવી ત્યારે કુલ છ પાટીદારોને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અગ્રણીઓ નેતાઓને સામેલ કરવામાં આવ્યા હતા.
સૌરાષ્ટ્ર પર વધુ ભાર મૂકવામાં આવ્યો
ભુપેન્દ્ર પટેલના મંત્રીઓની યાદીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનું પણ પ્રતિનિધિત્વ છે. સૌરાષ્ટ્રમાંથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પાર્ટી માટે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. કેન્દ્રીય મંત્રીઓ, ખાસ કરીને ગુજરાતના મંત્રીઓને સૌરાષ્ટ્ર વિસ્તારમાં રેલીઓ કાઢવા માટે કહેવામાં આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, વિવિધ પ્રદેશો અને જાતિઓને સમાવવા માટે કેબિનેટનું વધુ વિસ્તરણ કરવામાં આવશે.