Home /News /ahmedabad /ગુજરાત આજથી તમામ જિલ્લા મથકોમાં જિયો ટ્રૂ 5G મેળવનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું

ગુજરાત આજથી તમામ જિલ્લા મથકોમાં જિયો ટ્રૂ 5G મેળવનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું

આજે જિયોએ તેના ટ્રુ-5જી કવરેજને ગુજરાતના 33 જિલ્લા મુખ્યમથકો સુધી પહોંચાડીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી

Jio True 5G: જિયો તેના ટ્રુ 5G નેટવર્કને ખૂબ જ ઝડપી ગતિએ લોન્ચ કરી રહ્યું છે. આજે જિયોએ તેના ટ્રુ-5જી કવરેજને ગુજરાતના 33 જિલ્લા મુખ્યમથકો સુધી પહોંચાડીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

અમદાવાદ: જિયો તેના ટ્રુ 5G નેટવર્કને ખૂબ જ ઝડપી ગતિએ લોન્ચ કરી રહ્યું છે. આજે જિયોએ તેના ટ્રુ-5જી કવરેજને ગુજરાતના 33 જિલ્લા મુખ્યમથકો સુધી પહોંચાડીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. જેનાથી તમામ જિલ્લા મુખ્યમથકોના 100% વિસ્તારમાં જિયો ટ્રૂ 5G કવરેજ મેળવનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે.

શાળાઓને આ પ્રકારની સુવિધાઓથી સજ્જ કરશે

ગુજરાત એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે કારણ કે તે રિલાયન્સની જન્મભૂમિ છે. આ વ્યૂહાત્મક જાહેરાત ગુજરાત અને તેની જનતાને સમર્પિત છે. એક આદર્શ રાજ્ય તરીકે ગુજરાતમાં જિયો શિક્ષણ, આરોગ્યસંભાળ, કૃષિ, ઉદ્યોગ 4.0 અને IOT ક્ષેત્રોમાં ટ્રુ 5G-સંચાલિત અભિયાનોની શ્રેણી શરૂ કરશે અને પછી તેને સમગ્ર દેશમાં વિસ્તારશે. ગુજરાતમાં આ શુભ-આરંભ એક મહત્વપૂર્ણ ટ્રુ 5જી-સંચાલિત પહેલ 'એજ્યુકેશન-ફૉર-ઑલ' સાથે થશે, જેમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને જિયો શરૂઆતમાં ગુજરાતમાં 100 શાળાઓને ડિજિટાઇઝ કરવા માટે સાથે આવી રહ્યા છે. આ પહેલ શાળાઓને આ પ્રકારની સુવિધાઓથી સજ્જ કરશે.

1. જિયો ટ્રૂ 5G કનેક્ટિવિટી
2. એડવાન્સ કન્ટેન્ટ પ્લેટફોર્મ
3. શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે સમન્વય માટે પ્લેટફોર્મ
4. સ્કૂલ મેનેજમેન્ટ પ્લેટફોર્મ

આ ટેક્નોલોજીની તાકાત થકી દેશભરના લાખો વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ દ્વારા સશક્તિકરણની ડિજિટલ સફરમાં એક અનોખી સુવિધા મળશે.

તે કેવી રીતે એક અબજ લોકોના જીવનને અસર કરી શકે તે દર્શાવવા માંગીએ છીએ: રિલાન્યસ જિયો ઇન્ફોકોમ લિમિટેડના અધ્યક્ષ આકાશ એમ. અંબાણી

રિલાન્યસ જિયો ઇન્ફોકોમ લિમિટેડના અધ્યક્ષ આકાશ એમ. અંબાણીએ જણાવ્યું કે, “અમને આપને જાણ કરતાં ગર્વ થાય છે કે ગુજરાત હવે પ્રથમ રાજ્ય છે, જેના 100% જિલ્લા મથકો અમારા મજબૂત ટ્રુ 5G નેટવર્ક સાથે જોડાયેલા છે. અમે આ ટેક્નોલોજીની વાસ્તવિક શક્તિ અને તે કેવી રીતે એક અબજ લોકોના જીવનને અસર કરી શકે તે દર્શાવવા માંગીએ છીએ.

વડાપ્રધાનના ફોકસ એરિયામાં શિક્ષણ મહત્વનું સ્થાન ધરાવે છે. આગામી 10-15 વર્ષોમાં 300-400 મિલિયન કુશળ ભારતીયો વર્કફોર્સમાં જોડાય તેવી શક્તિની કલ્પના કરો. તે દરેક ભારતીયને તેમનું જીવનધોરણ બહેતર બનાવવાની સાથે સાથે વર્ષ 2047 સુધીમાં એક વિકસિત અર્થતંત્ર બનવાના વડાપ્રધાનના વિઝનને પણ સાકાર કરવામાં મદદ કરશે.

રિલાયન્સ ફાઉન્ડેશન પહેલેથી જ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઑલ (ESA) નામનો પ્રોગ્રામ ચલાવે છે, જ્યાં તે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને રમતગમતમાં તકો ઊભી કરવાની સાથે પાયાના સ્તરે યુવાનોને સક્ષમ અને સશક્ત બનાવે છે. જિયો અને રિલાયન્સ ફાઉન્ડેશન 'એજ્યુકેશન ફોર ઑલ' અભિયાનને એક નવા સ્તરે લઈ જશે અને શક્તિશાળી 5G-ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પ્લેટફોર્મ્સ સાથે શાળાઓનું ડિજિટાઈઝેશન કરશે અને તેમને ભારત અને વિશ્વમાં શ્રેષ્ઠત્તમની સમકક્ષ લાવશે.

5G થોડા લોકો માટે વિશેષાધિકાર અથવા આપણાં મોટા શહેરોમાં ઉપલબ્ધ એક વિશિષ્ટ સેવા બનીને ન રહી જાય. તે સમગ્ર ભારતના દરેક નાગરિક, દરેક ઘર અને દરેક વ્યવસાય માટે ઉપલબ્ધ હોવું જોઈએ. ત્યારે જ આપણે આપણા સમગ્ર અર્થતંત્રમાં ઉત્પાદકતા, કમાણી અને જીવનધોરણમાં અસાધારણ રીતે વધારો કરી શકીશું, જેનાથી આપણા દેશમાં એક સમૃદ્ધ અને સમાવિષ્ટ સમાજનું નિર્માણ થશે. આ અમારી સાતત્યપૂર્ણ માન્યતા છે, જે અમારી વી કેર ફિલસૂફીથી પણ પ્રેરિત છે.”

25મી નવેમ્બરથી ગુજરાતમાં જિયોના ગ્રાહકોને કોઈ વધારાના ખર્ચ વિના 1 Gbps સુધીની ઝડપે અનલિમિટેડ ડેટાનો અનુભવ કરવા માટે જિયો વેલકમ ઑફર માટે આમંત્રિત કરવામાં આવશે.

જિયો ટ્રૂ 5Gનો ત્રણ ગણો ફાયદો છે જે તેને ભારતમાં એકમાત્ર ટ્રૂ 5G નેટવર્ક બનાવે છે

1. 4G નેટવર્ક પર કોઈપણ પ્રકારની નિર્ભરતા વગર અદ્યતન 5G નેટવર્ક સાથે સ્ટેન્ડઅલોન 5G આર્કિટેક્ચર
2. 700 MHz, 3500 MHz અને 26 GHz બેન્ડમાં 5G સ્પેક્ટ્રમનો સૌથી મોટો અને શ્રેષ્ઠ સમન્વય
3. કેરિયર એગ્રિગેશન કે જે કેરિયર એગ્રીગેશન નામની અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 5G ફ્રીક્વન્સીઝને એક જ મજબૂત "ડેટા હાઇવે" માં એકીકૃત કરીને જોડે છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: 5G, Gujarat News, Jio, Reliance jio users

विज्ञापन
विज्ञापन