Gujarat Monsoon: ગુજરાતના આ જિલ્લાઓને મેઘરાજા ઘમરોળશે, આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Monsoon: ગુજરાતના આ જિલ્લાઓને મેઘરાજા ઘમરોળશે, આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી
નવસારી, વલસાડ, દમણ, દાદરાનગરમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.
ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ 4 ટકા વરસાદ (Gujarat Monsoon) નોંધાયો છે. કચ્છમાં અત્યાર સુધીનો 1.40 ટકા વરસાદ છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીનો 3 ટકા વરસાદ થયો છે. અને પૂર્વમધ્ય ગુજરાતમાં 2.8 ટકા વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીનો સરેરાશ 5.49 ટકા વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં ચોમાસું (Gujarat Monsoon 2022) સામાન્ય તારીખ કરતા બે દિવસ પહેલાં બેસી ગયું હતું. જોકે ગુજરાતમાં સરેરાશ 4 ટકા જેટલો વરસાદ (Gujarat Rain) નોંધાયો છે પરંતુ સૌથી ઓછો વરસાદ કચ્છ (Kutch)માં નોંધાયો છે. કચ્છના સાત તાલુકામાં વરસાદ નોંધાયો જ નથી. તો સૌથી સારો વરસાદ સૌરાષ્ટ્ર (Saurastra Monsoon)માં થયો છે. હજુ કેટલાક જિલ્લામાં વાવણી લાયક વરસાદ રાહ જોવાઇ રહી છે.
ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ 4 ટકા વરસાદ (Gujarat Monsoon) નોંધાયો છે. કચ્છમાં અત્યાર સુધીનો 1.40 ટકા વરસાદ છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીનો 3 ટકા વરસાદ થયો છે. અને પૂર્વમધ્ય ગુજરાતમાં 2.8 ટકા વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીનો સરેરાશ 5.49 ટકા વરસાદ નોંધાયો છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીનો 4.12 ટકા વરસાદ નોંધાયો છે. ગત વર્ષે 21 જૂન 2021 સુધીમાં ગુજરાતમાં સરેરાશ 9.50 ટકા વરસાદ નોંધાયો હતો. એટલે ગત વર્ષની સરખામણીએ 5 ટકા ઓછો વરસાદ થયો છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સામાન્યથી મધ્ય વરસાદની આગાહી કરાઇ છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.
સુરત, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે.
25 જૂન 2022
સુરત, ડાંગ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે. જોકે ગુજરાતમાં ચોમાસાના આગમન બાદ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં સારો વરસાદ થયો છે. જો કે હવામાન નિષ્ણાતોનું અનુમાન છે કે જુનના અંતમાં પણ સારો વરસાદ થશે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર