Home /News /ahmedabad /પંજાબની જેલમાંથી કેદીઓએ કરાંચીથી મંગાવ્યુ હતું ડ્રગ્સ, ગુજરાતમાં આ રીતે ઘુસાડવાનો હતો પ્લાન

પંજાબની જેલમાંથી કેદીઓએ કરાંચીથી મંગાવ્યુ હતું ડ્રગ્સ, ગુજરાતમાં આ રીતે ઘુસાડવાનો હતો પ્લાન

આ અંગે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ જણાવ્યુ હતુ કે, પંજાબની જેલોમાંથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનું નેટવર્ક ચાલી રહ્યુ છે.

Gujarat Drugs Update: આ ડ્રગ્સની ડિલીવરી આંતરરાષ્ટ્રીય જળસીમામાં આઈએમબીએલ પાસે જખૌથી ઉપર 50 નોટિકલ માઇલ પર થવાની હતી. જેમાં દિલ્હીથી બે લોકો આ લેવામાં આવવાના હતા.

  અમદાવાદ: ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડ દ્વારા મંગળવારે રાતના સમયે ઝખૌના મધદરિયેથી એક પાકિસ્તાની ફીશીંગ બોટને ઝડપી પાડી તેમાંથી રૂપિયા 200 કરોડની કિંમતનું 40 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતુ. આ કેસમાં કરાચીમાં રહેતા છ પાકિસ્તાનીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ડ્રગ્સનો આ જથ્થો કરાચીમાંથી પાકિસ્તાની બોટ દ્વારા ભારતમાં મોકલવામાં આવી રહ્યો હતો. અમૃતસરની જેલમાંથી ભારતના ડ્રગ્સ માફિયાના કહેવાથી પાકિસ્તાનના ડ્રગ્સ ડીલર અબ્દુલ્લાએ આ ડ્રગ્સ ભારત મોકલ્યું હતું. આ દરમિયાન એટીએસની એક ટીમ દ્વારા આ ડ્રગ્સની ડિલીવરી લેવા આવેલા બે વ્યક્તિઓને પણ અમદાવાદથી ઝડપી લીધા હતા. આ અંગે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ જણાવ્યુ હતુ કે, પંજાબની જેલોમાંથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનું નેટવર્ક ચાલી રહ્યુ છે.

  ડ્રગ્સ ઘુસાડવાનો આવો હતો પ્લાન


  ગુજરાત એટીએસના ડીવાયએસપી કે. કે. પટેલને આ અંગેની ચોક્કસ બાતમી મળી હતી કે, પાકિસ્તાનના કરાંચી સ્થિત અબ્દુલ્લા નામના ડ્રગ્સ માફિયાએ કરાચી પોર્ટથી મોટાપ્રમાણમાં હેરોઇન ડ્રગ્સ જખૌના દરિયાકિનારેથી ગુજરાતમાં ઘુસાડ્યું છે. જેને ત્યાંથી પંજાબ અને ઉત્તર ભારતમાં મોકલવાનું છે. જે બાતમીને આધારે પોલીસની ટીમ જખૌ બંદર પહોંચી હતી અને કોસ્ટ ગાર્ડના અધિકારીઓ સાથે જોઇન્ટ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કોસ્ટ ગાર્ડની ઇન્ટરસેપ્ટર બોટમાં જખૌના મધદરિયે ઇન્ટરનેશનલ મેરીટાઇમ બ્રાઉન્ડ્રી લાઇન પર વોચ રાખવામાં આવી હતી. જેમાં પાકિસ્તાનથી ભારતની જળસીમામાં આવેલી એક શંકાસ્પદ બોટ 'અલયાસા'ને રોકીને પૂછપરછ કરતા તેમાં હાજર લોકોએ ફીંશીંગ માટે આવ્યા હોવાનું કહ્યું હતું.

  ઝડપાયેલા પાકિસ્તાનીઓ


  પોલીસે આ બોટમાં તપાસ કરતા તેમાંથી 40 કિલો હેરોઇન મળી આવ્યું હતું. જેની આતંરરાષ્ટ્રીય કિંમત 200 કરોડ જેટલી આંકવામાં આવી હતી. એટીએસ દ્વારા આ બોટમાંથી કરાંચીના રહેવાસી મોહંમદ સોહેલ, મોહસીન શહેઝાદ, ઝહુર અહેમદ, કામરાન મુસા, મોહમંદ શફી અને ઇમરાનને ઝડપીને જખૌ ખાતે લાવવામાં આવ્યા હતા. જેમણે કબુલ્યુ હતું કે, આ ડ્રગ્સ કરાંચીથી અબ્દુલ્લા નામના ડ્રગ્સ માફિયાએ મોકલ્યું હતું અને જખૌ નજીક પહોંચીને દરિયાકાંઠે આ ડ્રગ્સની ડીલેવરી કોડને આધારે કરવાની હતી.

  સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાયો, મુખ્યમંત્રી પટેલે કર્યા મા નર્મદાનાં વધામણાં

  પંજાબની જેલમાંથી અપાયો હતો ઓર્ડર


  આ અંગે ડીજીપી આશિષ ભાટિયાએ વધુ વિગતો આપતા જણાવ્યું કે, અમૃતસરની જેલમાં એનડીપીએસના કેસમાં ઝડપાયેલા અની ચીફ ઓબીન્ના ઉર્ફે ચીફના નામે ઓળખાતા નાઇજીરીયન અને કપુરથલ્લા જેલમાંથી મહેરાજ રહેમાની અબ્દુલ સત્તારે (રહે.પશ્ચિમ દિલ્હી) કરાચીમાં અલ્દુલ્લાને હેરોઇન ભારત મોકલવા માટે ઓર્ડર આપ્યો હતો. જે ડ્રગ્સની ડિલીવરી લેવા માટે દિલ્હીથી સરતાજ સલીમ મલીક અને જગ્ગી સિંઘ નામના વ્યક્તિ અમદાવાદ આવ્યા હતા. ત્યાંથી તેઓ જખૌ જવાના હતા. જોકે, તે બંનેને પણ ઝડપી લેવામાં આવ્યા છે. બંને જણા આ ડ્ગ્સ દિલ્હી ખાતે લઇ જવાના હતા. આ રીતે ગુજરાતના દરિયાઇ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે.

  કરાંચીમાંથી મોકલાયુ હતુ ડ્રગ્સ


  ડીજીપી ભાટિયાએ જણાવ્યુ હતુ કે, કરાંચીના અબદુલ્લા ડ્રગ લોર્ડે આ ડ્રગ મોકલ્યું હતુ. આ ડ્રગ્સની ડિલીવરી આંતરરાષ્ટ્રીય જળસીમામાં આઈએમબીએલ પાસે જખૌથી ઉપર 50 નોટિકલ માઇલ પર થવાની હતી. જેમાં દિલ્હીથી બે લોકો આ લેવામાં આવવાના હતા. આ કેસમાં 6 બોટમાંથી, બે લોકો ડ્રગ્સ લેવા આવનાર સહિત કુલ આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. હજી બે આરોપીઓ વોન્ટેડ છે.
  " isDesktop="true" id="1250768" >

  પેમેન્ટ એડવાન્સમાં જ લેવામાં આવ્યુ હતુ


  કરાચીમાં રહેતો અબ્દુલ્લાખાન નામનો ડ્રગ્સ માફિયા ભારતમાં અનેકવાર ડ્રગ્સ મોકલી ચુક્યો છે. જેમાં ઘણીવાર તેને પેમેન્ટ બાકી હોય ત્યારે જ ડ્રગ્સ ઝડપાઇ જતુ હતું. જેથી નુકસાન ન થાય તે માટે અબ્દુલ્લા ખાન એડવાન્સમાં પેમેન્ટ લઇને ડ્રગ્સ મોકલતો હતો. 40 કિલો હેરોઇન માટે પણ તેણે એડવાન્સ નાણાં હવાલા મારફતે લીધા હતા. જે બાદ તેણે અફઘાનિસ્તાનથી લવાયેલુ હેરોઇન કરાંચી પોર્ટથી રવાના કર્યું હતું.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: અમદાવાદ, કચ્છ, ગુજરાત, ડ્રગ્સ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन