Home /News /ahmedabad /Kishan Bharwad case: શબ્બીર મૌલાના અયુબનો શાર્પશૂટર! સાજનની હત્યા કરવા પણ સાથે લઈ ગયો હતો

Kishan Bharwad case: શબ્બીર મૌલાના અયુબનો શાર્પશૂટર! સાજનની હત્યા કરવા પણ સાથે લઈ ગયો હતો

સૂત્રોએ જણાવ્યું કે પુસ્તકમાં લખાયેલું છે કે 'ધર્મ વિરુદ્ધ બોલનારાને સજા ન આપનારને જીવવાનો કોઈ હક્ક નથી' વગેરે જેવા ભડકાઉ ભાષણો સામે આવ્યા છે. કેવી રીતે સમાજની અંદર ઝેર ફેલાવવાનું કામ કરવામાં આવ્યું તેનું ઉદાહરણ આ પુસ્તક છે.

Dhandhuka kishan bharwad murder case: કિશન ભરવાડ કેસના તાર છેક દિલ્લી (Delhi) સુધી પહોંચ્યા છે. ત્યારે ગુજરાત એટીએસે (Gujarat ATS) દિલ્હીથી મૌલવી કમરગની ઉસ્માનીને (Maulvi Kamargani Usmani) પકડી પાડ્યો અને અને આજે રવિવારે અમદાવાદ એટીએસની (Ahmedabad ATS office) ઓફિસ ખાલે લવાયો હતો.

વધુ જુઓ ...
અમદાવાદઃ અમદાવાદઃ ધંધૂકામાં (Dhandhuka) કિશન ભરવાડ (kishan bharwad murder case) ઉપર જાહેરમાં ફાયરિંગ કરીને (firing) મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં રોજે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. અને આ કેસના તાર છેક દિલ્લી સુધી પહોંચ્યા છે. ત્યારે ગુજરાત એટીએસે (Gujarat ATS) દિલ્હીથી મૌલવી કમરગની ઉસ્માનીને પકડી પાડ્યો અને અને આજે રવિવારે અમદાવાદ એટીએસની ઓફિસ ખાલે લવાયો હતો. ત્યારબાદ આ અંગે એસપી આઈજી શેખ દ્વારા પ્રેશ કોન્ફરન્સ (ats press conference) કરીને કેસ અંગે માહિતી આપવામાં આવી હતી.

ગુજરાત એસટીએસના અધિકારી આઈજી શેખે જણાવ્યું હતું કે, ધંધૂકાના કિશન ભરવાડ હત્યા કેસ મામલે દિલ્હીના મૌલવી કરમગની ઉસ્માનીને પકડીને અમદાવાદ લવાયો છે. તેની પૂછપરછ ચાલી રહી છે. મૌલવી કમરગની કટ્ટરપંથી વિચારધારા ધરાવ છે. તે મોહમ્બ પયગંર વિરુદ્ધ અપમાન જનક શબ્દો ઉચ્ચારનાર સામે કડક કાર્યવાહી કરે છે. અને આ અગાઉ પણ તેની સામે કાર્યવાહી પણ થઈ હતી.

મૌલવી કમરગની એક સંગઠન ચલાવે છે અને જે સામાજિક કાર્યો સહિત પયગંબર સામે થતી ટિપ્પણીઓ કરનાર સામે કાર્યવાહી કરવાનું પણ કામ કરે છે. તે પોતાના સંગઠનના કામ અર્થે કેટલીકવાર ગુજરાતમાં પણ આવ્યો હોવાનું પૂછપરછમાં જાણવા મળ્યું છે.

પ્રેસ કોન્ફરન્સ કરતા આજી શેક


શબ્બીરને મૌલાના અયુબનો શૂટર ગઈ શકાય
એટીએસના એસપી આજી શેખે જણાવ્યું હતું કે, હત્યા કેસમાં ફાયરિંગ કરનાર શબ્બીર ગની ઇન્સ્ટાગ્રામ થકી દિલ્હીના મૌલાના કમરગની ઉસ્માનીના સંપર્કમાં આવ્યો હતો. ત્યાર બાદ શબ્બીર જમલાપુરમાં રહેતા મૌલાના આયુબ આસિમ સમા સંપર્કમાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ-Dhandhuka firing case: આરોપીઓ શબ્બીર અને ઇમ્તિયાઝ કોણ છે? કેવી રીતે આવ્યો મૌલવીના સંપર્કમાં?

આયુબે આ પહેલા પોરબંદરના સાજનની હત્યા માટે પણ તેને પોરબંદર સાથે લઈ જવામાં આવ્યો હતો. જોકે, સાજનની હત્યાનો પ્લાન નિષ્ફળ ગયો હતો. સાજને પણ પયગંબર વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. ત્યારબાદ તેની સામે ફરિયાદ નોંધાતા બે મહિના સુધી જેલમાં રહ્યો હતો. હવે શબ્બીરના હાથે કિશન ઉપર ફાયરિંગ કરીને હત્યા કરાવવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-Kishan bodia murde case: હર્ષ સંઘવીએ 20 દિવસની પુત્રીના માથે હાથ મુકી ન્યાય અપાવવાનું વચન આપ્યું

પયગંબરના અપમાન સામે મોત એજ સ્પષ્ટ
આજી શેખે જણાવ્યું હતું કે, મૌલાના આયુબ આસિમ સમાના મનમાં એક જ સ્પષ્ટ વાત હતી. જે વ્યક્તિ પયગંબરનું અપમાન કરે એની સજા મોત જ હોઈ શકે છે. આવી રીતે પોરબંદરના સાજને પણ પયગંબર વિશે અપમાન જનક ટિપ્પણી કરી હતી. જેના પગલે તેની હત્યા કરવાની કોશિશ કરી હતી. સાજનની હત્યા કરવા માટે શબ્બીરને સાથે રાખી પોરબંદરમાં રેકી હતી. જોકે, પ્લાન આખો નિષ્ફળ ગયો હતો. જોકે, કિશન ભરવાડની પણ આવી રીતે હત્યા કરવામાં આવી હતી.
First published:

Tags: Ahmedabad news, Crime news, Dhandhuka firing case, Gujarat ATS, Gujarati news

विज्ञापन