Home /News /ahmedabad /

ગુજરાત ATSને મોટી સફળતા! દાઉદના સાગરિતો અને મુંબઇ બ્લાસ્ટના આરોપીઓ અમદાવાદ પાસેથી ઝડપાયા

ગુજરાત ATSને મોટી સફળતા! દાઉદના સાગરિતો અને મુંબઇ બ્લાસ્ટના આરોપીઓ અમદાવાદ પાસેથી ઝડપાયા

Gujarat latest news: એજન્સીઓને ગુમરાહ કરવા માટે તેઓ પોતાના સરનામા બદલા રહેતા હતા. આ લોકોએ પાસપોર્ટ પર નામ સરનામું બધુ નકલી હતુ

Gujarat latest news: એજન્સીઓને ગુમરાહ કરવા માટે તેઓ પોતાના સરનામા બદલા રહેતા હતા. આ લોકોએ પાસપોર્ટ પર નામ સરનામું બધુ નકલી હતુ

    અમદાવાદ: ગુજરાત એટીએસને (Gujarat ATS) મોટી સફળતા મળી છે. દાઉદના નજીકના અને વર્ષ 1993 મુંબઇ બ્લાસ્ટના ફરાર વોન્ટેડ (Mumbai blast wanted accused) આરોપીઓને ગુજરાત એટીએસે પકડી પાડ્યા છે. આ આરોપીઓને ગુજરાત એટીએસએ અમદાવાદ (Ahmedabad) પાસેથી ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ બ્લાસ્ટ કર્યા બાદ વિદેશ જવામાં સફળ રહ્યા હતા. આ લોકો નકલી પાસપોર્ટ લઇને અમદાવાદમાં આવ્યા હતા.

    મળતી માહિતી પ્રમાણે, ગુજરાત એટીએસએ અબુ બકર, યુસૂફ ભટાકા, શોએબ બાબા અન સૈયદ કુરેશીને ઝડપી પાડ્યા છે. ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે, આ લોક અમદાવાદમાં રહી રહ્યા છે. નેશનલની એજન્સીઓ પણ આમની પર નજર નાંખીને બેઠી હતી.

    એજન્સીઓને આ રીતે કરતા હતા ગુમરાહ

    એજન્સીઓને ગુમરાહ કરવા માટે તેઓ પોતાના સરનામા બદલતા રહેતા હતા. આ લોકોએ પાસપોર્ટ પર નામ સરનામું બધુ નકલી હતુ. આ લોકોની પહેલા ખરાઇ કરવામાં આવી જે ભાદ જાણ થઇ કે, આ લોકો 1993 બ્લાસ્ટના આરોપીઓ જ છે.



    અબૂ બરકરનું નામ દાઉદાના મુખ્ય માણસોમાં લેવાય છે.  મુંબઇ બ્લાસ્ટ પહેલા પણ મિટિંગ દાઉદના મુંબઇના ઘરે અને અબૂ બકરની હાજરીમાં કરવામાં આવી હતી.

    નોંધનીય છે કે, 12 માર્ચ 1993 ના રોજ મુંબઇ બોમ્બ બ્લાસ્ટ (1993 Mumbai Blast) થયા હતા. વર્ષ 1993, તારીખ 12 માર્ચ, દિવસ શુક્રવાર, મુંબઇના ભુતકાળનો તે ખરાબ ડાઘ છે, જે ભાગ્યે જ ભૂંસી શકાય છે. આ દિવસે આર્થિક રાજધાની મુંબઈમાં અનુક્રમે એક-બે નહીં, પરંતુ 12 સીરિયલ બોમ્બ બ્લાસ્ટને આતંકવાદીઓએ અંજામ આપ્યો હતો. આ બોમ્બ બ્લાસ્ટમાં 250 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને 800 થી વધારે લોકો ગંભીર રીતથી ઈજાગ્રસ્ત થયા હતા.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat ATS, અમદાવાદ, ગુજરાત

    આગામી સમાચાર