Home /News /ahmedabad /

Weapon Dealers: ખેતીકામ કરતા શખ્સોની હથિયારોના સોદાગરો સાથે ગાંઠ, ગુજરાત ATSએ સૌરાષ્ટ્રમાંથી પકડ્યા 09 આરોપી

Weapon Dealers: ખેતીકામ કરતા શખ્સોની હથિયારોના સોદાગરો સાથે ગાંઠ, ગુજરાત ATSએ સૌરાષ્ટ્રમાંથી પકડ્યા 09 આરોપી

ATS Weapons Case : ગુજરાત એટીએસ દ્વારા ગેરકાયદેસર રીતે હથિયારો વેચતા લોકોને પકડ્યા

Ahmedabad News : ગુજરાત એટીએસ (Gujarat ATS) દ્વારા સૌરાષ્ટ્રના આ ત્રણ જિલ્લામાંથી અગાઉ ચાલી રહેલા કેસની કડીઓ મળતા 18 હથિારો અને કારતૂસ સાથે પકડ્યા 09 શખ્સ

 અમદાવાદ : છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના (Gujarat- Saurashtra) સૌરાષ્ટ્રના અનેક જીલ્લાઓમાં ગેરકાયદેસર વેંચાતા હથિયારોના (Weapons) સોદાગરોને (Dealers) ગુજરાત ATS (Gujarat ATS)એ ઝડપ્યા હતા. જેમની તપાસ દરમ્યાન વધુ કેટલાક હથિયારો સાથે 9 આરોપીઓને (Nine arrested by Gujarat ATS) ATSએ પકડ્યા છે. અગાઉ પકડાયેલ આરોપીઓની વધુ પૂછપરછ તપાસ કરતા સામે આવ્યું હતું કે  સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ જીલ્લાઓમાં કેટલાંક ઇસમોને ગેરકાયદેસર હથિયારો વેચેલા છે. અને આવા હથિયાર ખરીદનારા 28 ઇસમોને 60 ગેરકાયદેસર હથિયારો તથા 18 કારતુસ સાથે ગુજરાત ATS પકડેલા.

બાદમા આ ગુનામાં સંડોવાયેલ દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડ્રુ તથા અન્ય આરોપીઓની પોલીસે પુછપરછ કરતા વધુ 9 આરોપીઓની આ ગુનામાં સંડોવણી હોવાનું બહાર આવાતા ગુજરાત ATS ની અલગ અલગ ટીમો બનાવી તેમને રાઉડઅપ કરવામાં આવેલ. જેઓની જડતી પુછપરછ કરતા તેઓની પાસેથી બીજા 18 ગેરકાયદેસર હથિયારો મળી આવેલ છે.

મહત્વનું છે કે અગાઉ લીમડી સબ જેલમાંથી પેરોલ જમ્પ કરી નાસતો ફરતો આરોપી દેવેન્દ્ર  તથા તેનો સાગરીત ચાંપરાજ ખાચર પોતાના કબ્જામાં વગર લાયસન્સના 4 હથિયારો સાથે ગીતા મંદિર એસ.ટી. સ્ટેન્ડ પાસેથી પકડાયેલ.

આ પણ વાંચો : અમદાવાદ : 'મારી મોતનું કારણ સુપરવાઈઝર મહેન્દ્ર પવાર છે, મને ખાતામાંથી કાઢી મૂકવા આવું કાવતરું કર્યુ'
37 આરોપી પાસેથી 78 ગેરકાયદેસર હથિયારો કબ્જે કર્યા

આમ ગુજરાત ATSની ટીમે આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ 37 આરોપીઓ પાસેથી 78 ગેરકાયદેસર હથિયાર તથા 18 કારતૂસ કબ્જે કર્યા છે. જોકે આ અંગે વધુ તપાસ બાદ ગેરકાયદેસર હથિયારો મળી આવવાની શક્યતાઓ રહેલી છે.

હાલમાં પકડાયેલ આરોપીઓ

1) સિધ્ધરાજભાઇ કનુભાઇ ચાવડા ઉ.વ.૧૯, ધંધો-અભ્યાસ, રહે. વિષ્ણુપ્રેસ, આનંદધામ બંગ્લોઝ, પાળીયાદ રોડ, બોટાદ, મુળ વતનઃ ગામ: આંકડીયા, તા.જસદણ, જિ.રાજકોટ
2) મહેન્દ્રભાઇ ગભરૂભાઇ ખાચર, ઉ.વ,રર, ધંધો-વેપાર, રહે બ્લોક નં.૩૭, અજય બેંગ્લોઝ, સર્વોદય સોસાયટી, તરણેતર રોડ, માત્રા બાપુના બંગ્લોઝની બાજુમાં, થાનગઢ, તા-થાન, જિ-સુરેન્દ્રનગર

૩) કિશોરભાઇ નકુભાઇ ધાંધલ, ઉ.વ.૩૦, ધંધો-ડ્રાઇવિંગ રહે. રહે. મ.નં.ર૩, વિવેકાનંદ સોસાયટી, તા.જિ.બોટાદ
4) મહાવીરભાઇ ધીરુભાઇ ધાંધલ, ઉ.વ.૨૮, ધંધો-ખેતીકામ, રહે બ્રાહ્મણ સોસાયટી, જેન દેરાસરની પાછળ, પાળીયાદ રોડ, તા.જિ.બોટાદ
5) જયરાજભાઇ બાબભાઇ ખાચર, ઉ.વ.૨૫, ધંધો-ખેતીકામ, રહે.ધર્મશાળા વિસ્તાર,સારંગપુર, તા.બરવાળા, જિ.બોટાદ

આ પણ વાંચો : સુરત : CM ભૂપેન્દ્ર પટેલનો Video, રાજ્યના વધુ એક મુખ્યમંત્રીની 'અડધી પીચે બેટિંગ'

6) મહેન્દ્ર ઉર્ફે લાલો મંગળુભાઇ ખાચર ઉ.વ.૨૪, ધંધો-ખેતીકામ, રહે.ગામઃબરવાળા, ડાભી શેરી વિસ્તાર, તાઃ જસદણ, જિ.રાજકોટ
7) રાજુભાઇ ઝીલુભાઇ જળ ઉ.વ.૩૨, ધંધો-ડ્રાઇવિંગ, રહે. ગામ સુદામડા, તા: સાયલા, જિ.સુરેન્દ્રનગર
8) રાજવીર ઝીલુભાઇ ઉં.વ.૨૨, ધંધો-ખેતીકામ, રહે. ગામથાનગઢ, રવિનગર, ઝાલાવાડ પોટ્રીની સામે, તા થાનગઢ, જિ.સુરેન્દ્રનગર
9) વિપુલ રમેશભાઇ ગાડલીયાઉ.વ.૨૦, ધંધો-ખેતીકામ, રહે. ગામસુદામડા, તા: સાયલા, જિ.સુરેન્દ્રનગર
Published by:Jay Mishra
First published:

Tags: Gujarat ATS, અમદાવાદ, ગુજરાતી સમાચાર

આગામી સમાચાર