Home /News /ahmedabad /ગુજરાત અને દેશનું ગૌરવ વધારનાર નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેળવનાર ખેલાડીઓ આંદોલનના માર્ગે

ગુજરાત અને દેશનું ગૌરવ વધારનાર નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેળવનાર ખેલાડીઓ આંદોલનના માર્ગે

નેશનલ ગેમ્સમાં ગોલ્ડ જીતેલા આવા જ ખેલાડીઓ આંદોલનના માર્ગે ઉતર્યા છે.

National Games player: નેશનલ ગેમ્સમાં ગોલ્ડ જીતેલા આવા જ ખેલાડીઓ આંદોલનના માર્ગે ઉતર્યા છે જેનું કારણ છે તેઓને સ્પોર્ટ્સ કવોટામાં સિલેક્શન થઈ ગયા બાદ ભરતી નહિ થતા ખેલાડીઓમાં વિરોધ જોવા મળે છે.

અમદાવાદ: એક તરફ ગુજરાતનાં યુવાનોને રમતગમત ક્ષેત્રે ગુજરાત અને દેશનું ગૌરવ વધારે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વધુને વધુ યુવાઓ નેશનલ ઇન્ટરનેશનલ ગેમ્સમાં ભાગ લે તે માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે અને બીજીતરફ નેશનલ લેવલે ગોલ્ડ જીતેલા ખેલાડીઓને સ્પોર્ટ્સ ક્વોટામાં નોકરી મેળવવા ફાંફા પડી રહ્યા છે.

નેશનલ ગેમ્સમાં ગોલ્ડ જીતેલા આવા જ ખેલાડીઓ આંદોલનના માર્ગે ઉતર્યા છે જેનું કારણ છે તેઓને સ્પોર્ટ્સ કવોટામાં સિલેક્શન થઈ ગયા બાદ ભરતી નહિ થતા ખેલાડીઓમાં વિરોધ જોવા મળે છે. સ્પોર્ટ્સ ક્વોટામાં નિમણુંક નહિ કરતા વિરોધ કરી રહેલા ખેલાડીઓનું કહેવું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા 10 મહિના અગાઉ પોસ્ટ વિભાગમાં સ્પોર્ટ્સ ક્વોટામાં ભરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે માટે નેશનલ અને ઇન્ટરનેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવેલા ખેલાડીઓની સ્પોર્ટ્સ કવોટમાં ભરતી કરવાની હતી. જેમાં 60/40ના રેશિયા અનુસાર 180 જેટલા ખેલાડીઓમાં 120 ગુજરાતના અને 60 ખેલાડીઓ અન્ય રાજ્યના ભરતી કરવાની હતી. જે માટે 10 જાન્યુઆરી 2022માં સ્પોર્ટ્સ કવોટામાં ભરતી માટે લિસ્ટ જાહેર કરાયા બાદ 11 જાન્યુઆરીએ એ લિસ્ટ ભારતીય ડાક સર્વર પરથી હટાવી લેવાયું હતું.



આ લિસ્ટ હટાવાયા પછી ખેલાડીઓને કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. અનેક જગ્યાએ ફરિયાદ કરવા છતાં કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. છેલ્લા 9 મહિના 27 દિવસ થી અમને કોઈ પણ અપડેટ આવેલ નથી. 188 વિદ્યાર્થીના જોઈનીંગ હોલ્ડ પર મુકાયા છે. તેથી બધા ઉમેદવારોએ ગુજરાત સર્કલ ઓફિસ ખાનપુરમાં વિરોધ પણ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો- ઓલા, ઉબેર અને રેપિડોની ઓટો સર્વિસ આ રાજ્યમાં 3 દિવસમાં બંધ થઈ જશે

ખેલાડીઓનું એમ પણ કહેવું છે કે સ્પોર્ટ્સ ક્વોટામાં આજ પ્રકારે ભરતી કર્ણાટક અને તેલંગાણામાં કરી દેવાયા તો ગુજરાતમાં ખેલાડીને અન્યાય કેમ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લે 2013માં પોસ્ટ વિભાગમાં ભરતી કરવામાં આવી હતી. ત્યારબાદ 2018, 2019 અને 2020માં ભરતી થઈ નથી. 2022માં પણ ભરતીમાં ખેલાડીઓ સાથે શુ ગેમ રમાઈ રહી છે તે સમજાતું નથી.
Published by:rakesh parmar
First published:

Tags: National Games 2022, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन