ગુજરાત વિધાનસભામાં મારામારી : કોંગ્રેસના બે ધારાસભ્ય સત્ર સુધી સસ્પેન્ડ

H
Updated: January 1, 1970, 5:30 AM IST
ગુજરાત વિધાનસભામાં મારામારી : કોંગ્રેસના બે ધારાસભ્ય સત્ર સુધી સસ્પેન્ડ
ગુજરાત વિધાનસભામાં આજે શાસક અને વિપક્ષ વચ્ચે થયેલા હંગામા અને મારામારીના મુદ્દે અધ્યક્ષ દ્વારા કાર્યવાહીનો કોરડો વીંઝાયો છો. કોંગ્રેસના બે ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને પરેશ ધાનાણીને સત્ર ચાલે ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે ભાજપ સરકારની સરમુખત્યારશાહીને પગલે વિધાનસભા ગૃહનો વોક આઉટ કર્યો છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
ગાંધીનગર #ગુજરાત વિધાનસભામાં આજે શાસક અને વિપક્ષ વચ્ચે થયેલા હંગામા અને મારામારીના મુદ્દે અધ્યક્ષ દ્વારા કાર્યવાહીનો કોરડો વીંઝાયો છો. કોંગ્રેસના બે ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને પરેશ ધાનાણીને સત્ર ચાલે ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે ભાજપ સરકારની સરમુખત્યારશાહીને પગલે વિધાનસભા ગૃહનો વોક આઉટ કર્યો છે. વાંચો : ગુજરાત વિધાનસભામાં મારામારી ગુજરાત વિધાનસભા ગૃહમાં ખેડૂતોના આપઘાતના પ્રશ્ને કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી દ્વારા પુછાયેલા સવાલના જવાબમાં ભાજપના મંત્રી દ્વારા અપાયેલા જવાબને લઇને શાસક અને વિપક્ષ વચ્ચે ભારે હંગામો થયો હતો. એક સમયે બોલાચાલી એટલી બધી ઉગ્ર બની કે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.
ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે થયેલી મારામારીમાં ભાજપના મહિલા મંત્રી નિર્મલાબેન અને કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરને ઇજા થવા પામી હતી. આ સમગ્ર ઘટનામાં ભાજપ કોંગ્રેસ દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ સંજોગોમાં વિધાનસભાના અધ્યક્ષ દ્વારા વિધાનસભામાં મારામારી કરવા સહિતના મામલે કાર્યવાહી કરવામાં આવી છે. કોંગ્રેસના બે ધારાસભ્ય પરેશ ધાનાણી અને બળદેવજી ઠાકોરને સત્ર ચાલે ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો કોંગ્રેસ દ્વારા ભાજપની સરમુખત્યારશાહીના વિરોધમાં વોક આઉટ કર્યું હતું.
First published: February 23, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर