વિધાનસભામાં શાહ કમિશનના મામલે હંગામો, કોંગી ધારાસભ્યોએ કરી ઝપાઝપી

H
Updated: January 1, 1970, 5:30 AM IST
વિધાનસભામાં શાહ કમિશનના મામલે હંગામો, કોંગી ધારાસભ્યોએ કરી ઝપાઝપી
ગુજરાત વિધાનસભામાં ફરી આજે હંગામો થયો છે. એમ બી શાહ કમિશનના મામલે કોંગ્રેસના ધારાસભ્યો વેલ સુધી ધસી ગયા હતા અને અધ્યક્ષે એમને રોકવા આદેશ કરતાં સાર્જન્ટો સાથે પણ ઝપાઝપી થવા પામી હતી.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
ગાંધીનગર #ગુજરાત વિધાનસભામાં ફરી આજે હંગામો થયો છે. એમ બી શાહ કમિશનના મામલે કોંગ્રેસના ધારાસભ્યો વેલ સુધી ધસી ગયા હતા અને અધ્યક્ષે એમને રોકવા આદેશ કરતાં સાર્જન્ટો સાથે પણ ઝપાઝપી થવા પામી હતી. ગુજરાતની ભાજપ સરકાર દ્વારા એમ બી શાહ કમિશનને જાતે કરીને વિધાનસભામાં રજુ કરવામાં ન આવતો હોવાના આરોપ સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ આજે હંગામો કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો વેલ સુધી ધસી ગયા હતા. ધારાસભ્યોની આ હરકત જોતાં અધ્યક્ષ દ્વારા એમને રોકવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. વિધાનસભાના સાર્જન્ટો દ્વારા કોંગી ધારાસભ્યોને આમ કરતાં રોકવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે ધારાસભ્યોએ સાર્જન્ટો સાથે પણ ઝપાઝપી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. કોંગી ધારાસભ્યોએ ઉગ્ર વિરોધ નોંધાવી છેવટે વિધાનસભામાંથી વોક આઉટ કર્યું હતું.
સરકાર 30મી સુધી રિપોર્ટ આપે: શંકરસિંહ વાઘેલા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ આ મામલે સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવતાં સરકાર દ્વારા મનમાની કરવામાં આવે છે અને તપાસના કમિશન અહેવાલ વિધાનસભામાં રજુ કરવામાં ન આવતા હોવાનો આરોપ લગાવ્યો. તેમણે સરકારને ચીમકી આપતાં કહ્યું કે, સરકારે 30મી માર્ચ સુધી ગૃહમાં આ અંગે રિપોર્ટ મુકે. સરકારને પ્રજાથી કંઇ છુપાવવાનું નથી: નિતિન પટેલ રાજ્યના ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલે આ મામલે નિવેદન આપતાં કહ્યું કે, સરકાર આ મામલે પ્રજાથી કંઇ છુપાવવા નથી ઇચ્છતી અને આગામી સમયમાં કમિશનનો અહેવાલ ગૃહમાં રજુ કરવામાં આવશે.
First published: March 24, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर