ભાજપના ધારાસભ્યો મારી તરફ ધસી આવ્યા હતા, કોંગ્રેસ ધારાસભ્ય પરેશ ધાનાણીનું શું કહેવું છે? જાણો

H
Updated: January 1, 1970, 5:30 AM IST
ભાજપના ધારાસભ્યો મારી તરફ ધસી આવ્યા હતા, કોંગ્રેસ ધારાસભ્ય પરેશ ધાનાણીનું શું કહેવું છે? જાણો
ગુજરાત વિધાનસભા ગૃહમાં શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ધમાલ મચાવાતાં શાંતિપ્રિય ગુજરાતની ગરીમા હણાઇ છે. કોંગ્રેસને કારણે ગુજરાતમાં કાળો દિવસ દેખાયો હોવાનો ભાજપ દ્વારા આક્ષેપ કરાઇ રહ્યો છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, મેં તો ખેડૂતોની વ્યથા વ્યક્ત કરી હતી. જેનો યોગ્ય ઉત્તર આપવાને બદલે ભાજપના મંત્રી આડી અવળી વાત કરી રહ્યા હતા. હું તો એમને આંકડા આપવા ગયો હતો અને મારી પર હુમલો કરવા પ્રયાસ કરાયો હતો.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
ગાંધીનગર #ગુજરાત વિધાનસભા ગૃહમાં શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ધમાલ મચાવાતાં શાંતિપ્રિય ગુજરાતની ગરીમા હણાઇ છે. કોંગ્રેસને કારણે ગુજરાતમાં કાળો દિવસ દેખાયો હોવાનો ભાજપ દ્વારા આક્ષેપ કરાઇ રહ્યો છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, મેં તો ખેડૂતોની વ્યથા વ્યક્ત કરી હતી. જેનો યોગ્ય ઉત્તર આપવાને બદલે ભાજપના મંત્રી આડી અવળી વાત કરી રહ્યા હતા. હું તો એમને આંકડા આપવા ગયો હતો અને મારી પર હુમલો કરવા પ્રયાસ કરાયો હતો. વાંચો : ગુજરાત વિધાનસભામાં હંગામો, શાસક વિપક્ષ વચ્ચે મારામારી પરેશ ધાનાણીએ કહ્યું કે, ખેડૂતોના આપઘાત અંગે મેં પ્રશ્ન પુછ્યો તો સરકાર એને દબાવવા માંગતી હતી. ખેડૂતોના આપઘાતના સવાલોને અપમૃત્યુમાં ખપાવાઇ રહ્યું છે. સરકારની નિષ્ફળતાના કારણે ખેડૂત દબાઇ રહ્યો છે, જમીન માફિયાગીરીનો ભોગ બની રહ્યો છે આપઘાત કરવો પડી રહ્યો છે.
વાંચો: ગુજરાત વિધાનસભામાં મારામારી, કોંગ્રેસના બે ધારાસભ્યો સસ્પેન્ડ રાજ્ય સરકારને અમે જ્યારે સાચી વાત મુકવાનો પ્રયાસ કર્યો તો મંત્રીએ પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે જુની વાતો કરી ત્યારે એક જવાબદાર ધારાસભ્ય તરીકે મે વિરોધ કર્યો છે. સિંચાઇનું પાણી માંગ્યું તો આ સરકારે દંડા માર્યા છે. ગુજરાત વિધાનસભામાં ધમાલ, શું કહેવું છે નિતિન પટેલનું? જાણો વિધાનસભા ગૃહનો વીડિયો તમે જોઇ શકશો, હું સવાલ પુછતો હતો કે મારા પ્રશ્નનો જવાબ આપો ત્યારે ઉશ્કેરાયેલા એ લોકો મારા તરફ ધસી આવ્યા હતા, ગાળો બોલતા હતા પરંતુ મારા સાથીઓના લીધે હુ બચી ગયો હતો. અંદર પાપ કરવાનું ને બહાર ખોટું બોલવાનું, શું કહેવું છે શક્તિસિંહનું? જાણો
First published: February 23, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर