કોંગ્રેસના કારણે ગુજરાતના ઇતિહાસનો કાળો દિવસ: નિતિન પટેલ

H
Updated: January 1, 1970, 5:30 AM IST
કોંગ્રેસના કારણે ગુજરાતના ઇતિહાસનો કાળો દિવસ: નિતિન પટેલ
ગુજરાત વિધાનસભામાં આજે મારામારી થતાં ભાજપના મહિલા મંત્રી અને કોંગ્રેસના ધારાસભ્યોને ઇજાઓ થવા પામી છે. આ સમગ્ર ઘટના કોંગ્રેસના કારણે થઇ હોવાનો આક્રોશ વ્યક્ત કરતાં ડેપ્યૂટી સીએમ નિતિન પટેલે કહ્યું કે, કોંગ્રેસના કારણે આજે કાળો દિવસ ગુજરાતે જોવો પડ્યો છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
ગાંધીનગર #ગુજરાત વિધાનસભામાં આજે મારામારી થતાં ભાજપના મહિલા મંત્રી અને કોંગ્રેસના ધારાસભ્યોને ઇજાઓ થવા પામી છે. આ સમગ્ર ઘટના કોંગ્રેસના કારણે થઇ હોવાનો આક્રોશ વ્યક્ત કરતાં ડેપ્યૂટી સીએમ નિતિન પટેલે કહ્યું કે, કોંગ્રેસના કારણે આજે કાળો દિવસ ગુજરાતે જોવો પડ્યો છે. આ અંગે ડેપ્યુટી સીએમે નિતિન પટેલે કહ્યું કે, મંત્રી ચિમનભાઇ સાપરીયા જવાબ આપતા હતા ત્યારે પરેશ ધાનાણી, બળદેવજી સહિતે ધસી આવી એમની પાસેથી કાગળ ઝૂંટવી લેવા પ્રયાસ કર્યો, કોંગ્રેસના ધારાસભ્યો ધસી આવ્યા અને મંત્રીઓ જ્યાં બેસે છે ત્યાં તોફાન કરવા લાગ્યા. સાર્જન્ટ આવી ગયા. કોંગ્રેસના શક્તિસિંહ મારી પાસે આવ્યા અમે સભ્યોને સમજાવવા ગયા પરંતુ એ દરમિયાન બળદેવજી ફરીથી પાછળથી દોડતા આવ્યા અને તોફાન કર્યું. મારામારી કરી. જેમાં મંત્રી નિર્મલાબેનને પણ ઇજાઓ થઇ. ધક્કા મુકીમાં એમને પણ વાગ્યું. ગુજરાત વિધાનસભામાં કદી ના બન્યું હોય એવું આજે કોંગ્રેસના કારણે બન્યું. કોંગ્રેસ પુછે એનો અમને વાંધો ના હોય પરંતુ મારામારી કરવી એ યોગ્ય નથી. ખાસ કરીને પરેશ ધાનાણી અને બળદેવજી દ્વારા જે કરવામાં આવ્યું છે એ હું માનું છું કે એ કલંક રૂપ છે. ડેપ્યૂટી સીએમ નિતિન પટેલે જણાવ્યું કે, આ જે થયું છે એ ગુજરાત માટે અશોભનિય છે. આ માટે કાર્યવાહીની માંગ કરાશે.
First published: February 23, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर