ગુજરાત વિધાનસભામાં શાસક વિપક્ષ વચ્ચે મારામારી, મંત્રી ધારાસભ્ય ઇજાગ્રસ્ત

H
Updated: January 1, 1970, 5:30 AM IST
ગુજરાત વિધાનસભામાં શાસક વિપક્ષ વચ્ચે મારામારી, મંત્રી ધારાસભ્ય ઇજાગ્રસ્ત
ગુજરાત વિધાનસભામાં આજે ફરી એકવાર શર્મસાર થાય એવી ઘટના બની છે. શાસક અને વિપક્ષ વચ્ચે મારામારી થતાં ખળભળાટ મચી જવા પામી છે. ખેડૂતોના આપઘાતના મામલે ઉગ્ર ચર્ચા થતાં મારામારી થવા પામી હતી. બજેટ સત્રના ચોથા દિવસની આ ઘટનામાં મહિલા મંત્રી અને વિરોધ પક્ષના ધારાસભ્યને ઇજા થવા પામી છે. જ્યારે આ ઘટનાને પગલે ગૃહને મુલત્વી રાખવામાં આવ્યું છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
ગાંધીનગર #ગુજરાત વિધાનસભામાં આજે ફરી એકવાર શર્મસાર થાય એવી ઘટના બની છે. શાસક અને વિપક્ષ વચ્ચે મારામારી થતાં ખળભળાટ મચી જવા પામી છે. ખેડૂતોના આપઘાતના મામલે ઉગ્ર ચર્ચા થતાં મારામારી થવા પામી હતી. બજેટ સત્રના ચોથા દિવસની આ ઘટનામાં મહિલા મંત્રી અને વિરોધ પક્ષના ધારાસભ્યને ઇજા થવા પામી છે. જ્યારે આ ઘટનાને પગલે ગૃહને મુલત્વી રાખવામાં આવ્યું છે. અમરેલી ધારાસભ્ય પરેશ ધાનાણીના પ્રશ્નના જવાબમાં સરકાર તરફથી યોગ્ય જવાબ ના અપાતાં વિપક્ષ ઉશ્કેરાયો હતો. આ અંગે ડેપ્યુટી સીએમે નિતિન પટેલે કહ્યું કે, મંત્રી ચિમનભાઇ સાપરીયા જવાબ આપતા હતા ત્યારે પરેશ ધાનાણી, બળદેવજી સહિતે ધસી આવી એમની પાસેથી કાગળ ઝૂંટવી લેવા પ્રયાસ કર્યો, કોંગ્રેસના ધારાસભ્યો ધસી આવ્યા અને મંત્રીઓ જ્યાં બેસે છે ત્યાં તોફાન કરવા લાગ્યા. સાર્જન્ટ આવી ગયા. કોંગ્રેસના શક્તિસિંહ મારી પાસે આવ્યા અમે સભ્યોને સમજાવવા ગયા પરંતુ એ દરમિયાન બળદેવજી ફરીથી પાછળથી દોડતા આવ્યા અને તોફાન કર્યું. મારામારી કરી. જેમાં મંત્રી નિર્મલાબેનને પણ ઇજાઓ થઇ. ધક્કા મુકીમાં એમને પણ વાગ્યું. ગુજરાત વિધાનસભામાં કદી ના બન્યું હોય એવું આજે કોંગ્રેસના કારણે બન્યું. કોંગ્રેસ પુછે એનો અમને વાંધો ના હોય પરંતુ મારામારી કરવી એ યોગ્ય નથી. ખાસ કરીને પરેશ ધાનાણી અને બળદેવજી દ્વારા જે કરવામાં આવ્યું છે એ હું માનું છું કે એ કલંક રૂપ છે.
ડેપ્યૂટી સીએમ નિતિન પટેલે જણાવ્યું કે, આ જે થયું છે એ ગુજરાત માટે અશોભનિય છે. આ માટે કાર્યવાહીની માંગ કરાશે. પરેશ ધાનાણીએ કહ્યું કે, ખેડૂતોના આપઘાત અંગે મેં પ્રશ્ન પુછ્યો તો સરકાર એને દબાવવા માંગતી હતી. ખેડૂતોના આપઘાતના સવાલોને અપમૃત્યુમાં ખપાવાઇ રહ્યું છે. સરકારની નિષ્ફળતાના કારણે ખેડૂત દબાઇ રહ્યો છે, જમીન માફિયાગીરીનો ભોગ બની રહ્યો છે આપઘાત કરવો પડી રહ્યો છે. રાજ્ય સરકારને અમે જ્યારે સાચી વાત મુકવાનો પ્રયાસ કર્યો તો મંત્રીએ પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે જુની વાતો કરી ત્યારે એક જવાબદાર ધારાસભ્ય તરીકે મે વિરોધ કર્યો છે. સિંચાઇનું પાણી માંગ્યું તો આ સરકારે દંડા માર્યા છે. વિધાનસભા ગૃહનો વીડિયો તમે જોઇ શકશો, હું સવાલ પુછતો હતો કે મારા પ્રશ્નનો જવાબ આપો ત્યારે ઉશ્કેરાયેલા એ લોકો મારા તરફ ધસી આવ્યા હતા, ગાળો બોલતા હતા પરંતુ મારા સાથીઓના લીધે હુ બચી ગયો હતો. બળદેવજીએ કહ્યું કે, સમગ્ર મામલાની તપાસ કરવી હોય તો સીડી જોઇ લેશો. નિર્મલાબેન અમારી પાસે હતા જ નહીં, નિતિન પટેલને હું સારી રીતે ઓળખું છું, ખોટા આક્ષેપ કેવી રીતે કરવા એ નિતિન પટેલ સારૂ આવડે છે. પરેશભાઇ કાગળ આપવા મંત્રી પાસે જતા હતા ત્યારે કેટલાક એમની તરફ ધસી આવ્યા હતા. ત્યારે હું એમની પાસે જતો હતો ત્યારે ભાજપના ધારાસભ્ય વલ્લભભાઇએ મને ધક્કો માર્યો હતો અને ગળું દબાવી મારી નાંખો એવા ઉચ્ચારણ પણ કરાયા હતા. હું પોલીસ ફરિયાદ કરવાનો છું.  
First published: February 23, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर