10 જૂન પહેલા ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના સંકેત!,કેન્દ્રીય ચૂંટણીપંચે શરુ કરી તૈયારી

A
Updated: January 1, 1970, 5:30 AM IST
10 જૂન પહેલા ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના સંકેત!,કેન્દ્રીય ચૂંટણીપંચે શરુ કરી તૈયારી
અમદાવાદઃગુજરાતમાં વહેલી ચૂંટણીના સંકેત મળી રહ્યા છે.કેન્દ્રીય ચૂંટણીપંચે તૈયારી શરુ કરી છે.ઈટીવીને ઈલેક્શન કમિશનનો પત્ર હાથ લાગ્યો છે.ચૂંટણી સ્ટાફની યાદી તૈયાર કરવા દરેક જિલ્લા કલેક્ટરને સૂચના આપવામાં આવી છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદઃગુજરાતમાં વહેલી ચૂંટણીના સંકેત મળી રહ્યા છે.કેન્દ્રીય ચૂંટણીપંચે તૈયારી શરુ કરી છે.ઈટીવીને ઈલેક્શન કમિશનનો પત્ર હાથ લાગ્યો છે.ચૂંટણી સ્ટાફની યાદી તૈયાર કરવા દરેક જિલ્લા કલેક્ટરને સૂચના આપવામાં આવી છે. ચૂંટણીની કાર્યવાહી 8 મહિના પહેલા શરુ થતા તર્કવિતર્ક  સાથે વહેલી ચુંટણી યોજાવાના અણસાર પણ જોવા મળી રહ્યા છે.વહેલી ચૂંટણીની ચર્ચાને ઈલેક્શન કમિશનનું આડકતરુ સમર્થન આપ્યું છે.10 જૂન પહેલા ચૂંટણી યોજાય તેવી અટકળ ચાલી રહી છે. નોધનીય છે કે, યુપીમાં ભાજપને જવલંત  વિજય બાદ ગુજરાતમાં પણ ભાજપના કાર્યકરો જોશમાં છે. તેમજ ઉતરાખંડ સહિત રાજ્યમાં ભાજપે વિજય મેળવ્યો છે ત્યારે યુપીના વિજયનો ફાયદો ગુજરાતમાં પણ લેવા માટે ભાજપ વહેલી ચુંટણી લાવી શકે છે. ગુજરાતમાં પણ 150થી વધુ સીટો મેળવવા ભાજપ પ્રયાસો શરૂ કર્યા છે. નોધનીય છે કે, પાટીદાર આદોલન, દલિત અત્યાચાર મુદ્દા તેમજ બેરોજગારી મુદ્દે ઘેરાયેલી સરકારને વહેલી ચુંટણી યોજાશે તો કેટલો લાભ મળે તે તો આવનારો સમય બતાવશે. પરંતુ હાલમાં યુપીની મહાજીત પછી ગુજરાત ભાજપમાં નવા પ્રાણ ફુકાયા છે અને અહી પણ ભાજપનો ઘોડો વીન થશે તેવી પ્રબળ આશા ભાજપીઓ માની રહ્યા છે.
First published: March 15, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर