Home /News /ahmedabad /Gujarat Election: ભાજપ સામે બળવો કરનાર અને અપક્ષ ઉમેદવારી નોંધાવનાર 7 નેતાઓ પાર્ટીમાંથી સસ્પેન્ડ

Gujarat Election: ભાજપ સામે બળવો કરનાર અને અપક્ષ ઉમેદવારી નોંધાવનાર 7 નેતાઓ પાર્ટીમાંથી સસ્પેન્ડ

ભાજપ સામે બળવો કરનાર અને અપક્ષ ઉમેદવારી નોંધાવનાર 7 નેતાઓને સસ્પેન્ડ કરાયા.

Gujarat Assembly Elections: આ સાત નેતાઓ જે સીટો પર ચૂંટણી લડી રહ્યા છે તે સીટો પર પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે મતદાન થશે. ભાજપમાંથી ટિકિટ ન મળતા આ લોકોએ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું છે.

    ગુજરાતમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી એ રવિવારે આગામી રાજ્ય વિધાનસભા ચૂંટણી માટે અપક્ષ ઉમેદવારો તરીકે ઉમેદવારી પત્ર ભરવા બદલ બે ભૂતપૂર્વ ધારાસભ્યો સહિત તેના સાત નેતાઓને સસ્પેન્ડ કરી નાંખ્યા છે. આ સાત નેતાઓ જે સીટો પર ચૂંટણી લડી રહ્યા છે તે સીટો પર પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે મતદાન થશે. ભાજપમાંથી ટિકિટ ન મળતા આ લોકોએ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું છે.

    પક્ષે 2012માં કેશોદ મતવિસ્તારમાંથી જીતેલા અરવિંદ લાડાણી અને નાંદોદ એસટી-અનામત બેઠક પરથી હર્ષદ વસાવાને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવ્યા બાદ તેમને સસ્પેન્ડ કર્યા હતા. ધ્રાંગધ્રા બેઠક પરથી અપક્ષ તરીકે ઉમેદવારી પત્ર ભરનાર સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભ્ય છત્તરસિંગ ગુંજારિયાને પણ પક્ષે સસ્પેન્ડ કર્યા હતા. અન્ય સસ્પેન્ડ કરાયેલા નેતાઓમાં કેતન પટેલ, ભરત ચાવડા, ઉદય શાહ અને કરણ બરૈયાનો સમાવેશ થાય છે, જેમણે અનુક્રમે પારડી, રાજકોટ, વેરાવળ અને રાજુલા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું છે.

    આ પણ વાંચો: ભારત જોડો યાત્રામાં મેધા પાટકર, પીએમ મોદીએ લોકોને કહ્યું- કોંગ્રેસને એક જ સવાલ પૂછજો

    ભાજપના ઉમેદવારો સામે મેદાનમાં ઉતર્યા

    બીજેપીએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, 'આ નેતાઓએ પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારો સામે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની સૂચનાથી તેમને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં ભાજપના અનેક નેતાઓએ ટિકિટ ન મળવા પર નારાજગી વ્યક્ત કરી હતી અને અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

    આ પણ વાંચો: ગુજરાતમાં પાટીદાર સમાજ ભાજપ સાથે કેમ છે? હાર્દિક પટેલે જણાવ્યું કારણ

    મધુ શ્રીવાસ્તવે બળવો કર્યો

    વાઘોડિયાના છ ટર્મથી ધારાસભ્ય બનેલા મધુ શ્રીવાસ્તવે પણ પક્ષની ટિકિટ ન મળતા અપક્ષ તરીકે ઉમેદવારી પત્ર ભર્યું છે. ભાજપે આ બેઠક પરથી અશ્વિન પટેલને મેદાનમાં ઉતાર્યા છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: 2022 Assembly elections, Assembly Election 2022, Assembly elections 2022, Gujarat BJP

    विज्ञापन
    विज्ञापन