Home /News /ahmedabad /હાર્દિકનો ‘એક્ઝિટ પોલ’, કહ્યું- ‘ભાજપને 150 બેઠકો મળશે, આપને એક મળે તો પણ મોટી વાત’
હાર્દિકનો ‘એક્ઝિટ પોલ’, કહ્યું- ‘ભાજપને 150 બેઠકો મળશે, આપને એક મળે તો પણ મોટી વાત’
‘એક્ઝિટ પોલ’
Gujarat Assembly Elections Exit Poll 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કા મતદાન પણ આજે પૂર્ણ થઈ ગયું છે. આ દરમિયાન વિરમગામથી ભાજપના ઉમેદારે કહ્યું છે કે, ‘વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જંગી બહુમતીથી જીત થવાની છે. ભાજપને 150 જેટલી સિટો મળવાની છે. ’
વિરમગામ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કા મતદાન પણ આજે પૂર્ણ થઈ ગયું છે. આ દરમિયાન વિરમગામથી ભાજપના ઉમેદારે કહ્યું છે કે, ‘વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જંગી બહુમતીથી જીત થવાની છે. ભાજપને 150 જેટલી સિટો મળવાની છે. જ્યારે આપને એક બેઠક મળે તો પણ મોટી વાત છે.’ વિધાનસભાની ચૂંટણી સંપૂર્ણ મતદાન આજે પાંચ વાગે પૂર્ણ થઈ ગયું છે. ત્યારે દરેક પાર્ટીઓના નેતાઓ જીતને લઈને અનુમાન લગાવી રહ્યા છે.
ભાજપને જંગી બહુમતીથી જીત મળશે
હાર્દિક પટેલ જે વિરમગામથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. હાર્દિકે પટેલે દાવો કર્યો છે કે, ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત મેળવવાની છે. તેમણે કહ્યું છે કે, ભાજપને 150 બેઠકો મળવાની છે. વિરમગામમાં આશરે 52.53 ટકા મતદાન નોંધાયું છે. પરંતુ હાર્દિક પટેલ પોતાની જીતને પાક્કી માની રહ્યા છે.
વિરમગામમાં મતદાન કર્યા બાદ હાર્દિક પટેલે કહ્યુ કે, ‘વિરમગામમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો ભાજપ તરફી મતદાન કરી રહ્યા છે. લોકો વિચારી રહ્યા છે કે વિકાસના મુદ્દા સાથે જ કામ થઇ રહ્યું છે તે વધુ મજબૂત કરી શકાય. ભાજપના સાશનમાં અનેક વિકાસ કામો થયા છે. ભાજપના સાશનમાં જ એક પણ તોફાન નથી થયા. લોકો ઇચ્છી રહ્યા છે કે, શાંતિ સલામતી જળવાઇ રહે. ભાજપ સિવાય કોઇ વિકલ્પ જ નથી. વિપક્ષ, વિપક્ષની ભૂમિકામાં પણ કામ કરતું નથી. ચૂંટણી તો જીતવાના છીએ જ, પરંતુ તેનાથી આવનારા 20 વર્ષનું ગુજરાત કેવું હશે તે નક્કી થશે.’
પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે કહ્યું હતું કે, ‘ગુજરાતની જનતા વિકાસને મત આપશે. દેશ અને દુનિયામાં સુરક્ષા અને સુશાસનનું મોડલ ઉભરી આવ્યું છે. આવનારા દિવસોમાં આ મોડલ વધુ મજબૂત બનશે. પીએમ મોદી કહે છે કે આ ચૂંટણી સામાન્ય નથી.’ આ ચૂંટણીઓ આગામી 20 વર્ષમાં ગુજરાતનું ભાવિ નક્કી કરશે તેવું ભારપૂર્વક જણાવતા ભાજપના ઉમેદવાર હાર્દિકે કહ્યું કે, લોકો તેમની પાર્ટીની તરફેણમાં મતદાન કરી રહ્યા છે. તેમણે કહ્યું, ‘આ ચૂંટણી ગુજરાતનું આગામી 20 વર્ષનું ભવિષ્ય નક્કી કરશે. દરેક મત ભાજપની તરફેણમાં જઈ રહ્યો છે. અમે 150 બેઠકો અને મોટા માર્જિન સાથે સરકાર બનાવીશું. લોકોને ભાજપ પર વિશ્વાસ છે.’
હાર્દિક પટેલે કહ્યું કે, આમ આદની પાર્ટીનો ઉમેદવાર કોણ છે કે પણ લોકોને ખબર નથી. પોતાની વાત કરતા તેમણે જણાવ્યું કે, વિરમગામમાં લોકો એક જ ઉમેદવારને જાણે છે અને તે ભાજપ છે. આમ આદમી પાર્ટીની વાત કરતા હાર્દિકે કહ્યું કે, આમ આદમી પાર્ટીને એક બેઠક મળે તો પણ મોટી વાત છે. હું જીતવાનો છું અને વિરમગામને જિલ્લો બનાવવા માટે કાર્ય કરવાનો છું. આ સાથે જ જે વિસ્તારોમાં પાણીની સુવિધા નથી ત્યા પહેલા પાણીની વ્યવસ્થા કરવમાં આવશે.