Home /News /ahmedabad /

Gujarat Election: 15 વર્ષથી કોંગ્રેસ પાસે રહેલી વિરમગામની સીટ જીતવામાં સફળ થશે ભાજપા? જાણો શું છે હાર-જીતના સમીકરણ

Gujarat Election: 15 વર્ષથી કોંગ્રેસ પાસે રહેલી વિરમગામની સીટ જીતવામાં સફળ થશે ભાજપા? જાણો શું છે હાર-જીતના સમીકરણ

  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે. ત્યારે તમામ પક્ષો અને કાર્યકર્તાઓએ તૈયારી શરુ કરી દીધી છે. ગુજરાતમાં આગામી ચૂંટણી માટેનો શતરંજનો ખેલ આમનેસામને ખેલાવાનો બાકી છે, પરંતુ મહોરા બરાબર રીતે મંડાઇ રહ્યા લાગે છે. ઇલેક્શનને ઇવેન્ટની જેમ આયોજતી અને ઉજવતી ભારતીય જનતા પાર્ટી વિધાનસભાની ચૂંટણી 2022માં જીતનું રણશિંગુ ફુંકાવા માટે અત્યારથી વિચારીને પગલા  ભરી રહી છે. કેટલીક બેઠકો ઉપર તો ભાજપની જીત અગાઉથી જ નિશ્ચિત માનવામાં આવે છે, ત્યારે કોંગ્રેસ તરફી જણાતી બેઠકોને પોતાને નામ કરવા માટે ભાજપ સસપેન્ડ થયેલા અથવા પાર્ટીને છોડીને ગયેલાને પણ પરત બોલાવી મહત્વના સ્થાન આપી રહી છે. ભાજપ માટે કેટલીક સીટો જીતવી કપરા ચઢાણ બરાબર છે અને આવી જ એક બેઠક એટલે ગુજરાતની વિરમગામ વિભાનસભા બેઠક. આજના આ વિશેષ આર્ટિકલમાં આપણે વિરમગામ બેઠકને લઈને કેટલીક મહત્વપૂર્ણ ચર્ચા કરીશું.


  વિરમગામ વિધાનસભા બેઠક


  વિરમગામ ભારતના ગુજરાત રાજ્યના 182 વિધાનસભા મતવિસ્તારો પૈકીનો એક છે. તે અમદાવાદ જિલ્લાનો ભાગ છે. જણાવી દઈએ કે વિરમગામ બેઠકમાં 3 વિસ્તારોનો સમાવેશ થાય છે.


  વિરમગામ તાલુકા
  દેત્રોજ – રામપુરા તાલુકા
  માંડળ તાલુકા


  વિરમગામની ખાસિયતની વાત કરવામાં આવે તો વિરમગામની સ્થાપના વિરમદેવ વાધેલાએ 1484ની આસપાસ કરી હતી.વિરમગામ શહેર ઐતિહાસિક શહેરની સાથે સાથે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે. વિરમગામ શહેરમાં મિનળદેવી બંધાવેલું મુનસર તળાવ પ્રખ્યાત છે. વિરમગામ શહેર 5 દરવાજાની વચ્ચે આવેલું છે. વિરમગામ વિધાનસભામાંથી રાજ્યને હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર જેવા બે યુવા નેતા (Election 2022) આપ્યા છે. 2012 પહેલા આ વિરમગામ- સાંણદ વિધાનસભા એક હતી. જેને 2012માં અલગ કરી વિરમગામ વિધાનસભાને અલગ કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી વિધાનસભાની ચૂંટણી 2022માં ફરી એક વાર જીતના પરચમ લહેરાવવા તૈયારી કરતી દેખાઈ રહી છે. વિરમગામ બેઠકની વાત કરવામાં આવે તો વર્ષ 2007થી આ બેઠક પર કોંગ્રેસ સતત વિજયી બનતી આવી છે અને ભાજપ માટે આ બેઠક પર વિજય મેળવવો કપરો સાબિત થાય છે.


  વિરમગામ બેઠક પર હાર- જીતના સમીકરણો

  વર્ષ  વિજેતા ઉમેદવાર  પક્ષ  1962  પરસોત્તમ પરીખ  સ્વરાજ્ય પાર્ટી  1967  જી એચ પટેલ  INC  1972  કાંતિભાઈ પટેલ  NCO  1980  દૌડભાઈ પટેલ  INC  1985  પટેલ સોમાભાઈ (કોળી)  ભારતીય જનતા પાર્ટી  1990  હતદત્તસિંહ જાડેજા  ભારતીય જનતા પાર્ટી  1995  મચ્છર જયંતિલાલ  ભારતીય જનતા પાર્ટી  1998  પ્રેમજીભાઈ વદલાણી  INC  2002  વજુભાઈ ડોડિયા  ભારતીય જનતા પાર્ટી  2007  કમાભાઈ રાઠોડ  ભારતીય જનતા પાર્ટી  2012  ડૉ. તેજશ્રીબેન પટેલ  INC  2017  લાખાભાઈ ભરવાડ  INC  વિરમગામ બેઠકના અત્યારસુધીના પરિણામો પર નજર કરીએ તો 1985થી છેક 1995 સુધી આ બેઠક ભાજપના કબજામાં હતી. ત્યારબાદ 1998માં થયેલી ચૂંટણીમાં તેના પર કોંગ્રેસના ઉમેદવાર પ્રેમજીભાઈ વડલાણી જીત્યા હતા. 2012માં કોંગ્રેસના તેજશ્રીબેન પટેલ વિજય થયા હતા. જ્યારે 2017માં પક્ષ પલ્ટો કરીને આવેલા તેજશ્રીબેનને ભાજપે ટીકિટ આપી હતી. પરંતુ કોંગ્રેસના ઉમેદવાર લાખા ભરવાડે તેજશ્રી બેનને હરાવ્યા હતા. જેમાં ભાજપના ઉમેદવાર તેજશ્રીબેન પટેલને 69,630,કોંગ્રેસ ઉમેદવાર લાખા ભરવાડને 76,178 મત જ્યારે અપક્ષ તરીકે ઉભા રહેલ ધ્રુવ જાદવને 12,069 મત મળ્યા હતા. હવે 2022ની ચૂંટણી આવી રહી છે. તો ભાજપ ફરી જોડાયેલા કામાભાઇ રાઠોડને ટિકીટ આપે છે કે નહીં તે જોવાનું રહ્યું.


  વિરમગામ બેઠક પર મતદારો અને જાતિગત સમીકરણો


  અમદાવાદ-જિલ્લાની વિરમગામ વિધાનસભા બેઠકની નવી સીમાંકનની બેઠકમાં પાટીદાર, ઠાકોર, દરબાર, સહિત ઇતર મતદારો પણ છે. વિરમગામ વિધાનસભા નવા સીમાંકની મુજબની ચૂંટણીમાં કુલ 158 ગામો છે. આ બેઠક પર ગત વર્ષે થયેલી વસ્તી ગણતરી મુજબ મતદારોની સંખ્યામાં વધારો થયો છે. જેમાં કુલ મતદારો 2,98,936 છે. જેમાં પુરુષો 1,54,449 અને સ્ત્રીઓ 1,44,484 સંખ્યા છે. આ બેઠક પર ઠાકોર, પટેલ, દલીત, મુસ્લિમ, કોળી પટેલ, દરબારો મતદારોનું દબદબો રહ્યો છે. આ બેઠક પર ઠાકોર, કોળી પટેલ બન્ને સમાન જ્ઞાતિ ગણાય છે. આ જ્ઞાતિના મતદારો સૌથી વધુ છે. જ્યારે પટેલ એટલે કે પાટીદાર જ્ઞાતિ બીજા નંબરે છે. આ બેઠક પર એક ડઝનથી વધુ જ્ઞાતિના ઓબીસી વર્ગના મતો નિણૉયક ભૂમિકા ભજવી શકે તેમ છે. તેમજ મુસ્લિમ મતદારોની સંખ્યા વધારે છે.


  વિરમગામ વિધાનસભા ક્ષેત્રમાં ઝાલાવાડી કડવા પાટીદાર, વઢીયાર પાટીદાર સમાજ, સુંવાળા પાટીદાર સમાજના મતદારો છે. તેમજ ગામ અટક ઠાકોર જ્ઞાતિનાં મતદારો પણ છે. જેઓની અટક ગામ પર છે. તેવી જુદી જુદી બાવન ગામ અટક છે. વિસ્તારમાં મુુસ્લિમ અને દાઉદી વ્હોરા સમાજના મતદારો છે. દરબારો, ગરાસિયા દરબારો, નાડોદા રાજપૂત, કારડીયા રાજપૂત વગેરે જ્ઞાતિના મતદારો પણ છે.


  વર્ષ 2022 વિધાનસભામાં બેઠકના સમીકરણ


  કેટલીક બેઠકો ઉપર તો ભાજપ ની જીત અગાઉથી જ નિશ્ચિત માનવામાં આવે છે, ત્યારે કોંગ્રેસ તરફી જણાતી બેઠકોને પોતાને નામ કરવા માટે ભાજપ એડીચોટીનુ જોર લગાવી રહી છે. આવું જ કઈક વિરમગામની બેઠક પર થયું છે. અત્યારસુધી કોંગ્રસની ઝોળીમાં જતી બેઠક પર ભાજપે તેની પકડ મજબૂત કરી હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદ જીલ્લાના પૂર્વ પ્રમુખ અને વિરમગામના પૂર્વ ધારાસભ્ય કમાભાઇ રાઠોડ, સામાજિક આગેવાન-કોળી પટેલ સમાજ સરપંચ-સાકોલ ગ્રામ પંચાયતના ચંદુભાઈ પટેલ સહિત અન્ય 8થી 9 લોકો અને તેમની સાથે સમર્થકો મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.


  ગુજરાતના રાજકારણમાં જીતો નહીં તો સામેના પક્ષના મત તોડો એ નીતિ ચાલી રહી છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને હવે આપ પણ એકબીજા પક્ષના મત તોડવા સતત પ્રયત્ન કરતાં જોવા મળી રહ્યા છે. ત્યારે વિધાનસભા ઇલેક્શન 2022માં મિશન 150 બેઠક મેળવવા માટે ભાજપનું કોંગ્રેસની વૉટબેંકમાં ગાબડાં પાડવાની ચાલ ચાલી રહી હોય એવું જોવા મળે છે.


  કોંગ્રેસની મોટાભાગની વૉટબેંક ઓબીસી, કોળી પટેલ, દલિત અને મુસ્લિમ સમાજ વધુ છે, ત્યારે ભાજપે વિરમગામમાં દલિત, કોળી પટેલ અને નાળોદા રાજપૂત એમ દરેક સમાજના આગેવાનોને ભાજપમાં વાપસી કરાવી તમામ સમાજને પોતાના તરફ કરવાની કોશિશ કરી હોય એમ જણાય છે. ભાજપે સસ્પેન્ડ થયેલા અથવા અન્ય પક્ષમાં ગયેલા લોકોને ભાજપમાં ફરીથી સ્થાન આપી વિરમગામ અને સુરેન્દ્રનગર સહિત આસપાસના વિસ્તારમાં પોતાની પકડ મજબૂત કરી હોય એવું ચિત્ર ઊભું થઈ રહ્યું છે.


  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन