Home /News /ahmedabad /Gujarat elections 2022: ઠક્કરબાપાનગર ભાજપનો અભેદ્ય કિલ્લો છે, જાણો રાજકીય સમીકરણ

Gujarat elections 2022: ઠક્કરબાપાનગર ભાજપનો અભેદ્ય કિલ્લો છે, જાણો રાજકીય સમીકરણ

Thakkarbapanagar assembly seat : વર્ષ 2008માં થયેલા નવા સીમાંકન બાદ ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી છે. ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠક પરથી વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર વલ્લભભાઈ કાકડીયાએ કોંગ્રેસ ઉમેદવાર બાબુભાઈ માંગુકીયાને હરાવીને જીત મેળવી હતી.

Thakkarbapanagar assembly seat : વર્ષ 2008માં થયેલા નવા સીમાંકન બાદ ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી છે. ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠક પરથી વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર વલ્લભભાઈ કાકડીયાએ કોંગ્રેસ ઉમેદવાર બાબુભાઈ માંગુકીયાને હરાવીને જીત મેળવી હતી.

વધુ જુઓ ...

Gujarat Assembly election 2022 : ચૂંટણીપંચે હજુ સુધી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી નથી. થોડા મહિનામાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે. વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. ભાજપ, કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી આ ચૂંટણીના મેદાનમાં ઉતરશે. તમામ પક્ષો દ્વારા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 150 પ્લસના ટાર્ગેટ સાથે કામ કરી રહ્યો છે.


સ્થાનિક કાર્યકર્તાઓથી લઇને પેજ પ્રમુખ તથા નેતાઓને પણ કામ સોંપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે મથી રહી છે. સત્તાપક્ષ પોતાની ગુમાવેલી બેઠકો પરત મેળવવાનો અને જીતેલી બેઠક જાળવી રાખવા માટેના પ્રયત્નો કરી રહી છે. ચૂંટણીની તડામાર તૈયારીઓ વચ્ચે આજે અમે તમને ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠક (Thakkarbapanagar assembly seat) વિશે જણાવી રહ્યા છીએ.


ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠક (thakkarbapanagar assembly constituency)


ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો આવેલી છે. આ 182 વિધાનસભા બેઠકમાં ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠક 48માં ક્રમાંકે છે. વર્ષ 2008માં થયેલા નવા સીમાંકન બાદ ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી છે.


ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠક પરથી વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર વલ્લભભાઈ કાકડીયાએ કોંગ્રેસ ઉમેદવાર બાબુભાઈ માંગુકીયાને હરાવીને જીત મેળવી હતી. તો વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપ ઉમેદવાર વલ્લભભાઈ કાકડીયાએ જીત મેળવી હતી અને કોંગ્રેસ ઉમેદવાર ગીતાબેન પટેલને હરાવ્યા હતા.


ઠક્કરબાપાનગર બેઠકમાં સૌરાષ્ટ્રના પાટીદારોનું વર્ચસ્વ છે. આ બેઠકમાં બાપુનગરનો પરંપરાગત ભાજપનો ગઢ શામેલ છે. વર્ષ 2012માં પાટીદાર આંદોલન સમયે આ વિસ્તારના જ શ્વેતાંગનું કસ્ટોડિયલ ડેથ થયું હતું.


આ કારણોસર ભાજપની સ્થિતિ કફોડી બની હતી. તેમ છતાં સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપ પોતાની પકડ જાળવી રાખવામાં સફળ રહ્યું હતું. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રિપિટની થિયરી અપનાવી હતી અને 2017ની ચૂંટણીમાં પણ ભાજપ ઉમેદવાર વલ્લ


ભભાઈ કાકડીયાની જીત થઈ હતી.



વર્ષ

વિજેતા ઉમેદવાર

પક્ષ

2017

વલ્લભભાઈ કાકડીયા

ભાજપ

2012

વલ્લભભાઈ કાકડીયા

ભાજપ


 ભાજપનો ગઢ અમદાવાદ


ગુજરાતના શહેરી વિસ્તારોમાં ભાજપની મજબૂત પકડ છે. અમદાવાદને ભાજપનો ગઢ કહેવામાં આવે છે. અત્યાર સુધીમાં થયેલા પાટીદાર, દલિત અને ઓબીસી આંદોલનો તેમજ નોટબંધી અને જીએસટી જેવા મુદ્દાઓને કારણે ભાજપના ચૂંટણીના સમીકરણો પર અસર થઈ છે.


અમદાવાદમાં 16 વિધાનસભા બેઠકો છે. જેમાં ઘાટલોડિયા, નારણપુરા, વટવા, સાબરમતી, વેજલપુર, નિકોલ, અમરાઈવાડી, બાપુનગર, ઠક્કરબાપાનગર, નરોડા, મણીનગર, અસારવા, એલિસબ્રિજ, દરિયાપુર, દાણીલીમડા અને જમાલપુર-ખાડિયા વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે.



આ પણ વાંચો- Gujarat election 2022: અમદાવાદ પૂર્વની નિકોલ વિધાનસભા બેઠકની શું છે સ્થિતિ? જાણો


પાટીદાર આંદોલનની અસર


ગુજરાતના રાજકારણમાં પાટીદાર સમાજ પાવરફુલ જ રહ્યો છે. રાજ્યના કુલ મતદારોના 15 ટકા, એટલે કે વિધાનસભાની 71 બેઠક પર પ્રભુત્વ ધરાવતા પાટીદારો છેલ્લાં કેટલાંક વર્ષોથી ભાજપથી રિસાયેલા હોય તેવું જણાઈ રહ્યું હતું. વર્ષ 2021માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે ફરી પુનરાગમન કર્યું છે. આંકડાકીય દૃષ્ટિએ જોવા જઈએ તો પાટીદાર સમાજની નારાજગી ઓછી થઈ હોય તેવું જણાઈ રહ્યું છે. આમ છતાં કોઈ કચાશ ન રહી જાય તે માટે તથા નારાજ વર્ગને મનાવવા માટે પાટીદાર અનામત આંદોલન સમયે દાખલ કરવામાં આવેલા કેસ તબક્કાવાર પાછા ખેંચવામાં આવી રહ્યા છે.


2015માં અનામત આંદોલન વખતે ભારે ધમાલ થઈ હતી. લોકોનું કહેવું છે કે, આંદોલન પછી વિકાસકાર્ય ઝડપી થઈ રહ્યા છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પાટીદાર સમુદાયના વર્ચસ્વવાળી સીટો પર લોકોની નારાજગી દૂર કરવા માટે ઠક્કરબાપાનગર અને બાપુનગર સહિતની અન્ય સીટો પર પાટીદાર ઉમેદવાર ઊભા કર્યા હતા. જેમાં ભાજપે જંગી બહુમતીથી જીત મેળવી હતી. વલ્લભભાઈ કાકડીયા પાટીદાર સમુદાયમાંથી આવે છે અને તેમનો ડાયમંડનો બિઝનેસ છે.


ઠક્કરબાપાનગરની સમસ્યા


ઠક્કરબાપા નગર સર્કલ પૂર્વનું મહત્વનું સર્કલ છે જ્યાંથી એક તરફ બાપુનગર અને બીજી બાજુ નિકોલ તરફ જવાય છે. આ સર્કલ પર ઓવરબ્રિજ હોવા છતાં ટ્રાફિક જામ થાય છે તથા આસપાસના દબાણોને લઈને વાહન ધીમું કરવું જ પડે છે.


આ નેશનલ હાઇવે છે અને આ રોડ પર આમ જોઈએ તો દબાણો અને ભુવા ના હોવા જોઈએ. તેમ છતાં તંત્રની બેદરકારીને લઈને વર્ષો જૂની આ સમસ્યાનો કોઈ અંત આવતો નથી. સ્થાનિકો દબાણોની ફરિયાદ કરે તો તેમની ફરિયાદનો કામચલાઉ ઉકેલ લાવવામાં આવે છે, કાયમી નિવારણ લાવવામાં આવતું નથી.


અમદાવાદ પૂર્વ લોકસભા ચૂંટણી


વર્ષ 2008માં થયેલા નવા સીમાંકન બાદ આ મતવિસ્તારની રચના કરવામાં આવી હતી. અમદાવાદ-પૂર્વ લોકસભા મતવિસ્તાર નવી રચાયેલી બેઠક છે. આ લોકસભા મતવિસ્તારમાં દહેગામ, ગાંધીનગર (દક્ષિણ), વટવા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર અને બાપુનગર એમ સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે, જેમાંથી છ બેઠક ભાજપ પાસે અને બાપુનગરની એક વિધાનસભા બેઠક કોંગ્રેસ પાસે છે.


આ લોકસભા બેઠક પર અંદાજે કુલ 17,87,618 મતદારો છે. જેમાં બે લાખ જેટલા પટેલ મતદારો, સવા બે લાખ જેટલા દલિત અને તેટલી જ સંખ્યામાં OBC મતદારોનો સમાવેશ થાય છે.


આ બેઠક પર 1,19,000 જેટલા લઘુમતી મતદારો છે. બાપુનગર, ઠક્કરબાપાનગર અને નિકોલ વિસ્તારમાં સૌરાષ્ટ્રમાંથી આવેલા લોકોની વસ્તી ખૂબ મોટી સંખ્યામાં છે, એટલે સૌરાષ્ટ્રની રાજકીય ઘટનાઓની અસર આ વિસ્તાર પર પણ પડી શકે છે.


વર્ષ 2008 બાદ આ બેઠક પરથી વર્ષ 2009, 2014 અને 2019માં લોકસભા ચૂંટણી યોજાઈ ગઈ છે. આ ત્રણેય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભગવો લહેરાવ્યો છે. જેથી આ બેઠકને ભાજપની મજબૂત બેઠક માનવામાં આવે છે.


આ બેઠક પર વર્ષ 1989થી ભાજપનો ઉદય થયો. 1989થી આ બેઠક પર હરીન પાઠક ભાજપમાંથી ચૂંટણી લડતા હતા અને જીતતા આવ્યા હતા. વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર હરીન પાઠકે કોંગ્રેસના ઉમેદવાર દીપક બાબરિયાને 86,056 મતોથી મ્હાત આપી હતી. જેમાં ભાજપને 53.37 ટકા અને કોંગ્રેસને 38.97 ટકા મત મળ્યા હતા.


વર્ષ 2014ની ચૂંટણીમાં અમદાવાદ પૂર્વની બેઠક પર જાણીતા અભિનેતા પરેશ રાવલ પર પસંદગીનો કળશ ઢોળાયો હતો. જેમાં ભાજપના પરેશ રાવલે કોંગ્રેસના હિંમતસિંહ પટેલને 3,26,633 મતોની જંગી બહુમતીથી હાર આપી હતી.


ભાજપના સાંસદ અને અભિનેતા પરેશ રાવલે વર્ષ 2019ની લોકસભા ચૂંટણી લડવા માટે અનિચ્છા દર્શાવી હતી. ત્યારબાદ ભાજપે આ લોકસભા બેઠક પરથી હસમુખભાઈ પટેલને ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા હતા. હસમુખભાઈ પટેલે કોંગ્રેસના ઉમેદવાર ગીતાબહેન પટેલને હરાવ્યા હતા અને જીત મેળવી હતી.


ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  ખેરાલુ  |
First published:

Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, અમદાવાદ