Home /News /ahmedabad /Gujarat Assembly Election 2022: ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ક્યાં કેટલું મતદાન થયું?

Gujarat Assembly Election 2022: ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ક્યાં કેટલું મતદાન થયું?

મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મતદાન

Gujarat Assembly Elections 2022 Live Updates in Gujarati: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બંને તબક્કનું મતદાન પૂરું થઈ ગયું છે. ત્યારે પહેલા તબક્કામાં 63 ટકા તો બીજા તબક્કામાં 67 ટકા જેટલું મતદાન થયું છે. આવો જોઈએ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કેટલું મતદાન થયું...

વધુ જુઓ ...
  અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના બંને તબક્કનું મતદાન પૂરું થઈ ગયું છે. ત્યારે પહેલા તબક્કામાં 63 ટકા તો બીજા તબક્કામાં 67 ટકા જેટલું મતદાન થયું છે. મહત્ત્વનું છે. બંને તબક્કામાં 2017ની વિધાનસભા ચૂંટણી કરતાં ઓછું મતદાન થયું છે. ત્યારે 8મી ડિસેમ્બરે મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. બીજા તબક્કામાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આવો મધ્ય ગુજરાતમાં જોઈએ કયા જિલ્લામાં કેટલું મતદાન થયું છે.

  central gujarat voting
  મધ્ય ગુજરાતમાં થયેલું મતદાન (આંકડા અંદાજિત છે)


  તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ સારા પ્રમાણમાં મતદાન થયું છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સૌથી વધુ મતદાન સાબરકાંઠામાં થયું છે. તો સૌથી ઓછું મતદાન મહિસાગરમાં થયું છે.

  north gujarat voting
  ઉત્તર ગુજરાતમાં થયેલું મતદાન (આંકડા અંદાજિત છે)

  પ્રથમ તબક્કામાં થયેલું મતદાન


  ગુજરાતમાં પહેલી ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજોયું હતું. મતદાનના બીજા દિવસે ચૂંટણી પંચ તરફથી મતદાનના અધિકૃત આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જે પ્રમાણે 19 જિલ્લાની 89 બેઠકો પર 63.14 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં 78.24 ટકા નોંધાયું છે. બોટાદ જિલ્લામાં સૌથી ઓછું 57.58 ટકા મતદાન નોંધાયું છે. અમરેલી જિલ્લામાં 57.59 ટકા મતદાન નોંધાયું છે. સત્તાવાર આંકડા પ્રમાણે આદિવાસી વસ્તી ધરાવતા 5 જિલ્લામાં 65 ટકાથી વધુ મતદાન થયું છે.

  ગુજરાતમાં કુલ મતદારો કેટલા?


  ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

  2017ના ચૂંટણી પરિણામ પર એક નજર


  ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.
  Published by:Vivek Chudasma
  First published:

  Tags: Gujarat Assembly Election, Gujarat Assembly Election 2022

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन