Home /News /ahmedabad /

Gujarat election 2022: પ્રદીપસિંહ વાઘેલાની 2022ની વિધાનસભા ચૂંટણીમાં કેવી રહેશે ભૂમિકા? જાણો

Gujarat election 2022: પ્રદીપસિંહ વાઘેલાની 2022ની વિધાનસભા ચૂંટણીમાં કેવી રહેશે ભૂમિકા? જાણો

Pradeep Singh Vaghela Role in Gujarat Assembly Election 2022: તાજેતરમાં જ પ્રદિપસિંહ વાઘેલાની આગેવાની હેઠળ કિસાન હિત યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું. દરેક પગલે તેમની બુદ્ધિમત્તા અને આવડતને કારણે તે બીજેપી માટે ખૂબ જ લાભદાયી સાબિત થયા.

Pradeep Singh Vaghela Role in Gujarat Assembly Election 2022: તાજેતરમાં જ પ્રદિપસિંહ વાઘેલાની આગેવાની હેઠળ કિસાન હિત યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું. દરેક પગલે તેમની બુદ્ધિમત્તા અને આવડતને કારણે તે બીજેપી માટે ખૂબ જ લાભદાયી સાબિત થયા.

વધુ જુઓ ...
  ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat election 2022) તારીખોની ભલે જાહેરાત ન કરવામાં આવી હોય, તે છતાં પણ દરેક પક્ષ દ્વારા ચૂંટણીની પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચૂંટણીનુ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને તેવામાં દરેક પાર્ટીના નામી નેતાઓ અને મંત્રીઓ પણ પોતાની પાર્ટીના પ્રચાર પ્રસાર માટે મેદાનમાં કુદી પડ્યા છે. છેલ્લા ઘણા લાંબા સમયથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનુ એકહથ્થુ શાસન રહ્યું છે અને આ વખતે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પણ ભાજપ સત્તા જાળવા રાખવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે.

  આ અંતર્ગત દરેકને પોતપોતાની જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે. આવામાં જનતાને પ્રચાર પ્રસાર કરતા દરેક વિશે માહિતી હોય તે જરૂરી બની રહે છે. આજે અમે આપને પ્રદેશ ભાજપના મંત્રી પ્રદિપસિંહ વાઘેલા વિશે જાણકારી આપીશું.

  પ્રદિપસિંહ વાઘેલા (Pradeep Singh Vaghela) ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી છે. ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના રાજકારણમાં પ્રદિપસિંહ વાઘેલાનુ નામ કોઈની માટે નવું નથી. પ્રદિપસિંહ વાઘેલાના પિતાનું નામ નરેન્દ્રસિંહ વાઘેલા છે. હાલ પ્રદિપસિંહ ભાજપ પ્રદેશ મહામંત્રીનો હોદ્દો સંભાળી રહ્યાં છે અને અમદાવાદના બોપલ ખાતે રહે છે. પ્રદિપસિંહના શરૂઆતી જીવનની વાત કરીએ તો પહેલેથી જ તેમનામાં નેતાગીરીના ગુણ હતા તેમ કહેવામાં કશું જ ખોટું નથી. તેમણે પોતાનો પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ ધંધુકાથી કર્યો હતો.

  વર્ષ 1998-2003 દરમ્યાન તે રાજપૂત બોય્ઝ હેસ્ટેલમાં જીએસ અને ક્લાસ રિપ્રેઝન્ટેટિવ પણ રહી ચુક્યા હતા. આ સિવાય પણ તેમના શરૂઆતી જીવનમાં ડોકીયુ કરીએ તો તેઓ સ્પોર્ટ્સમાં પણ એક્ટિવ રહેતા હતા. વર્ષ 1997 અને 1998માં ધોરણ 11મા તેઓ રાજ્ય કક્ષાની એથ્લેટિક્સમાં 400m સ્પ્રિન્ટમાં બીજા ક્રમે રહ્યા હતા. આ સાથે જ તે કોલેજ વોલીબોલ ટીમના અંડર 19 ટીમનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે.

  Gujarat election 2022: ધારદાર વાક પ્રહાર માટે જાણીતા છે ગુલાબસિંહ યાદવ, AAP તરફથી સંભાળશે ગુજરાતમાં ચૂંટણીનો મોરચો


  આવી રીતે શરૂ થઈ રાજકીય કારકિર્દી

  શાળાના દિવસોથી જ પ્રદિપસિંહમાં નેતાગીરીના ગુણો જોવા મળતા હતા. જો કે કોલેજમાં આવ્યા બાદ તે આમાં વધુ સક્રિય બન્યા હતા. વર્ષ 2003માં જ્યારે તે પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહ્યા હતા, તે સમયે તે ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટના સભ્ય રહ્યા હતા. આ બાદ વર્ષ 2003-04માં અમદાવાદ એબીવીપીમાં જીલ્લા સંયોજક તરીકે કાર્ય કરી ચુક્યા છે. અહીં તેમની કામગીરી ખૂબ જ સારી રહી, જેને જોતા વર્ષ 2005-06માં તેમને એબીવીપીમાં કચ્છ જીલ્લાના ઓર્ગેનાઈઝેશ સેક્રેટરી (ફુલ ટાઈમ)ના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા.

  આપણામાંથી મોટાભાગના લોકો જાણે છે કે જે વિદ્યાર્થીઓ સક્રિય રાજકારણમાં આવવા માંગે છે, તે અભ્યાસના દિવસોથી જ આ પ્રકારે સેનેટ કે યુથ ગ્રુપમાં સક્રિય રહેતા હોય છે અને પોતાની કામગીરીથી સક્રિય રાજકારણમાં જંપલાવતા હોય છે. આવું જ કંઈક પ્રદિપસિંહ જાડેજા સાથે પણ બન્યું. કચ્છમાં એબીવીપીના ઓર્ગેનાઈઝેશન સેક્રેટરી તરીકે કાર્યરત હતા.

  તે દરમ્યાન જ 2006-07માં તેમને BJYMમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બર, કચ્છ પ્રભારી બનાવવામાં આવ્યા. આ બાદ 2 વર્ષ સુધી આ પદ પર કાર્યરત રહ્યા બાદ વર્ષ 2008-10 દરમ્યાન બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ, કચ્છ ડિસ્ટ્રિક્ટ, જામનગર, ખેડામાં પ્રભારી બનાવવામાં આવ્યા. આ પછી વર્ષ 1857માં ભારતીય સ્વતંત્રતા લડતની 150મી વર્ષગાંઠના ભાગ રૂપે યોજાયેલી "ક્રાંતિગાથા યાત્રા"ના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. આ બાદ વર્ષ 2009માં "વિસ્તારક યોજના" ના પ્રભારી તરીકે તેમને નિયુક્ત કરવામાં આવ્યા.

  શરૂઆતી દિવસોથી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય રહ્યાં અને તેમની સરાહનીય કામગીરી અને બુદ્ધિ કૌશલ્યને જોતા 19 એપ્રિલ, 2010માં તેમને BJYMના ગુજરાત રાજ્યના પ્રમુખ બનાવવામાં આવ્યા. પ્રદિપસિંહ વાઘેલાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ BJYMના મહત્વના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે પ્રદિપસિંહ વાઘેલા અને ગુજરાતના અન્ય 3 વરિષ્ઠ BJYM કાર્યકર્તાઓએ જ લાલ ચોક J&K પહોંચી 26મી જાન્યુઆરી, 2011ના રોજ સવારે 10.45 વાગ્યે ત્રિરંગો લહેરાવ્યો હતો.

  તાજેતરમાં જ પ્રદિપસિંહ વાઘેલાની આગેવાની હેઠળ કિસાન હિત યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું. દરેક પગલે તેમની બુદ્ધિમત્તા અને આવડતને કારણે તે બીજેપી માટે ખૂબ જ લાભદાયી સાબિત થયા. વર્ષ 2006થી 2016 સુધી અલગ અલગ મોરચે તેમની કાર્યક્ષમતા અને કાર્યપ્રણાલીથી પ્રભાવિત થઈને 10 ઓગસ્ટ, 2016ના રોજ તેમને ભારતીય જનતા પાર્ટી મહામંત્રી તરીકેનો પદભાર સોંપવામાં આવ્યો હતો અને હાલ પણ તે પક્ષમાં આ પદનો કાર્યભાર સંભાળી રહ્યાં છે.

  જણાવી દઈએ કે બકરાણાના વતની પ્રદિપસિંહ વાઘેલા સૌથા નાની વયના પ્રદેશ મહામંત્રી તરીકે નિયુક્ત થયા છે. આ સાથે જ નવેમ્બર, 2020માં ગુજરાત ભાજપ તરફથી તેમને રાષ્ટ્રીય સ્તરે મહત્વની જવાબદારી આપવામાં આવી હતી.  પ્રદેશ ભાજપના મંત્રી પ્રદીપસિંહ વાઘેલાને GHMCની ચૂંટણી માટે સહપ્રભારીની જવાબદારી સોંપવામાં આવી હતી. ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવની આગેવાની માં ભાજપે 3 સહપ્રભારીઓની નિયુક્તિ કરવામાં આવી હતી જેમાં પ્રદિપસિંહ વાઘેલાને સામેલ  કરવામાં આવ્યા હતા.

  Gujarat election 2022: વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- જાણો કડવા પાટીદારોના આસ્થાના કેન્દ્ર ઉમિયાધામનું કેવું છે રાજકારણમાં મહત્વ


  આવા રહ્યાં છે તેમના ચર્ચિત નિવેદનો

  ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, તેવામાં રાજસ્થાનના સંયમ લોઢાએ બીજેપી પર કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે આ વાતનો વળતો જવાબ આપતા પ્રદિપસિંહે કહ્યું હતું કે, કોંગ્રેસ જ પોતે પોતાના ધારાસભ્યોને સાચવી શકતી નથી. તેથી જ કોંગ્રેસના ધારાસભ્યો પક્ષ પલટો કરે છે. હાલ દેશમાં ભાજપ એકમાત્ર વિશ્વાસપાત્ર પક્ષ છે તેથી ધારાસભ્યો ભાજપમાં જોડાય છે. તેમના આ વળતા જવાબ બાદ ફરથી આક્ષેપ પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થયો છે.

  આ સાથે જ તેમના પર વિપક્ષના ધારાસભ્યોને લાલચ આપવાના અને ખરીદવાના પ્રયત્નો કરવાના પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે. આ સાથે જ ટ્વિટ કરતા પ્રહાર કરવામાં આવ્યો હતો કે હવે જ્યારે ચૂંટણીની સીઝન આવી છે, ત્યારે શું ફરી એકવાર પક્ષપલટાનો દોર જોવા મળશે. આ સિવાય પણ જો વાત કરવામાં આવે તો પહેલેથી ભાજપ પર ચૂંટણી ટાણે ધારાસભ્યો ખરીદવાનો આક્ષેપ લાગતો જ આવ્યો છે.

  ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પ્રદીપસિંહની ભૂમિકા (Pradeep Singh's Role in Gujarat Assembly Election 2022)

  ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પક્ષના પ્રચાર માટે પ્રદેશ અધ્યક્ષ સહિત તમામ લોકો હવે ખડે પગે થઈ ગયા છે. ત્યારે તાજેતરમાં જ સી. આર પાટિલ દ્વારા વર્ચ્યુલ સંબોધન કરવામાં આવ્યું હતું. તે દરમ્યાન મહામંત્રી અને મહાનગર પ્રભારી પ્રદિપસિંહ વાઘેલાએ પણ સરસપુર- રખિયાલ- કબીર મંદિર અને સરસપુર પોળ ખાતે હાજર રહીને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું. આ સિવાય પણ તે પક્ષના પ્રચાર અને ચૂંટણીલક્ષી જાહેરાતો માટે પણ કાર્યરત જોવા મળે છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ભુજ | ગોધરા | પાવી | જેતપુર | વડોદરા  | કાલોલ | દેદિયાપાડા  | અંકલેશ્વર | ડાંગ| 
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन