Home /News /ahmedabad /

Gujarat election 2022: અમદાવાદ પૂર્વની નિકોલ વિધાનસભા બેઠકની શું છે સ્થિતિ? જાણો

Gujarat election 2022: અમદાવાદ પૂર્વની નિકોલ વિધાનસભા બેઠકની શું છે સ્થિતિ? જાણો

આ બેઠક પર પટેલ-ઓબીસી અને મુસ્લિમ મતોનો પ્રભાવ વધારે છે. છતાં ભાજપની આ સેફ બેઠક માનવામાં આવે છે.

વર્ષ 2008ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાની અમદાવાદ શહેરની નિકોલ વિધાનસભા બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના ચાર વોર્ડનો સમાવેશ થાય છે.

  ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાંચ રાજ્યોમાં ગત વર્ષે યોજાયેલ ચૂંટણી બાદ હવે ચૂંટણીપંચે પણ ગુજરાતની ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે મહત્વની છે. ઉલ્લેખનીય છે કે ભાજપ સતત 6 ચૂંટણીથી સત્તા હાંસલ કરી રહી છે, જ્યારે કોંગ્રેસ 27 વર્ષથી વનવાસ ભોગવી રહી છે. દરેક પક્ષ માટે એક એક બેઠક આ વખતે અતિ મહત્વની છે. આવી જ એક અતિ મહત્વની બેઠક એટલે નિકોલ વિધાનસભા બેઠક.

  નિકોલ વિધાનસભા બેઠક

  નિકોલ ગુજરાત રાજ્યના 182 વિધાનસભા મતવિસ્તારો પૈકીનો એક છે. તે અમદાવાદ જિલ્લાનો એક ભાગ છે. વર્ષ 2008ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાની અમદાવાદ શહેરની નિકોલ વિધાનસભા બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના ચાર વોર્ડનો સમાવેશ થાય છે.

  આ બેઠક નવા સીમાંકનમાં નરોડા અને રદ્દ થયેલી રખિયાલ બેઠકમાંથી બનાવવામાં આવી છે. ચૂંટણી પંચ સમક્ષ દસક્રોઈ વિધાનસભામાં સમાવિષ્ટ અમદાવાદ શહેરના નિકોલ તેમજ કઠવાડા વિસ્તારોને દૂર કરવા જનહિતમાં માગણી કરી છે. જોકે નવું સીમાંકન 2026 બાદજ થવાનું હોઈ 2022 વિધાનસભા ચૂંટણીમાં આ બંને વિસ્તારો દૂર થાય તે શક્યતાઓ ઓછી છે.

  નિકોલ વિધાનસભા બેઠક પર કુલ 2,53,552 મતદારો છે. અહીં કુલ પુરુષ મતદારો 1,36,376, સ્ત્રી મતદારોની સંખ્યા 1, 17, 168 અને અન્ય 8 મતદારો છે.

  નિકોલ બેઠક પર કેવા છે જાતિગત સમીકરણ

  આ બેઠક પર પટેલ-ઓબીસી અને મુસ્લિમ મતોનો પ્રભાવ વધારે છે. છતાં ભાજપની આ સેફ બેઠક માનવામાં આવે છે. મુસ્લિમ મતોની કોંગ્રેસ પ્રત્યે અને ઓબીસી મતોની ભાજપ પ્રત્યેની નારાજગી રાજકીય સમીકરણો બગાડી શકે છે.

  આ વિસ્તારમાં ઠાકોર-પાટીદાર મતદારોની સંખ્યા વધારે છે. આ ઉપરાંત ક્ષત્રીય મતદારોની સંખ્યા પણ સવિશેષ છે. બાપુનગરમાં સૌરાષ્ટ્રવાસીઓનું પ્રભુત્વ વધારે છે. નિકોલ અને ઠક્કરબાપાનગરમાં ઉત્તર ભારતીય મતદારોનું વર્ચસ્વ વધુ રહ્યું છે.

  નિકોલ બેઠક પર પટેલોના મતનુ પ્રમાણ 16.7 ટકા, ક્ષત્રિય મતો 10.3 ટકા, મુસ્લિમ મતો 17.7 ટકા, ઓબીસી મત 8.3 ટકા, દલિત 3.9 ટકા અને પરપ્રાંતિયોના મત 9.8 ટકા પ્રભુત્વ ધરાવે છે.

  આમ એકંદરે કહીએ તો આ બેઠક પર પાટિદારોનો પ્રભાવ વધુ છે. પાટીદાર અને મુસ્લિમના મત ભાજપને નહીં મળવાની શક્યતા આ બેઠક પર વધુ જોવા મળે છે, તે છતાં પણ છેલ્લા બે ટર્મથી અહીં ભાજપનો જ વિજય થાય છે.

  નિકોલ બેઠક પર હાર-જીતના સમીકરણ


  વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
  2012જગદીશ પંચાલભારતીય જનતા પાર્ટી
  2017જગદીશ પંચાલભારતીય જનતા પાર્ટી

  નિકોલ વિધાનસભા બેઠકના વર્ષ 2012ના પરિણામોની વાત કરીએ તો ભાજપ તરફથી જગદીશ પંચાલ અને કોંગ્રેસ તરફથી નરહરિ પટેલને ચૂંટણી મેદાનમાં ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.

  જે દરમિયાન ભાજપને 88,886 અને કોંગ્રેસને 39,584 મતો મળ્યા હતા. આ રીતે ભારતીય જનતા પાર્ટીના જગદીશ પંચાલે 49,302 મતોની સરસાઈથી વિજય મેળવ્યો હતો.

  વર્ષ 2017માં ભારતીય જનતા પાર્ટી તરફથી મેદાને ફરી એકવાર જગદીશ પંચાલને મેદાને ઉતારવામાં આવ્યા, તો તેમની સામે કોંગ્રેસ તરફથી આ વખતે ઈન્દ્રવિજયસિંહ ગોહિલને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.

  વર્ષ 2017 વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 87,764 મતો મળ્યા, જેની સામે કોંગ્રેસને 62,884 મતો મળ્યા હતા. આમ આ વખતે ફરી એક વાર 24,880 મતોની સરસીથી ભારતીયસ જનતા પાર્ટીએ જીતનો પરચમ લહેરાવ્યો હતો.

  નિકોલ બેઠક પર આ છે મતદારોની સમસ્યા

  અમદાવાદના નિકોલ બેઠકની વાત કરીયે તો લોકો પાણીની સમસ્યાથી પરેશાન છે. તળાવમાં પાણી ભરાતા નથી. પાણી વિના સ્થાનિકો પરેશાન છે. ચૂંટણી સમયે જ સત્તાધિશો આવે છે. રજૂઆત કર્યા છતાં કોઈ નિવારણ આવું નથી.

  આ સાથે જ સ્થાનિકોનો આક્ષેપ એવો પણ છે કે ચૂંટણી વિતી ગઈ પછી ધારાસભ્યો તેમના વિસ્તારની મુલાકાતે આવતા નથી. આ વિસ્તારમાં રોડ રસ્તાઓની હાલત પણ બિસ્માર જોવા મળી રહી છે.

  અહીંના સ્થાનિકોનો દાવો છે કે છેલ્લા 20 વર્ષથી તેમના વિસ્તારમાં રોડ રસ્તાઓના વ્યવસ્થિત રીતે નિર્માણ કરવામાં આવ્યા નથી. જેના કારણે ઠેરઠેર ખાડા ખાબોચિયા જોવા મળે છે. આ સિવાય ચોમાસાની ઋતુ સિવાય પણ અહીંના સ્થાનિકોને ગટરો ઉભરાવવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.

  નિકોલ વિધાનસભા અને તેના ધારાસભ્ય

  નિકોલના ધારાભ્ય તરીકે જગદીશ પંચાલને લોકોએ પસંદ કરી બહુમત આપી વિજયી બનાવ્યા હતા. જો કે લોકોની સમસ્યાઓનો અંત ન આવતા હાલ લોકો તેમનાથી નારાજ જોવા મળી રહ્યાં છે. સાથે જ તેમનુ કહેવું છે કે તેમના વિસ્તારના ધારાસભ્ય ચૂંટણી સિવાય કોઈ દિવસ તેમના વિસ્તારની મુલાકાત લેતા નથી.

  આ તમામની વચ્ચે નિકોલ વિધાનસભા બેઠકના ભાજપ ધારાસભ્ય ગુમ થયા હોવાના પોસ્ટર શહેરમાં લગાવવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે યુથ કોંગ્રેસ દ્વારા આ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. યુથ કોંગ્રેસ દ્વારા નિકોલ વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય ગુમ થયેલ છેના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. શહેરના નિકોલ વિસ્તારમાં તુટેલા રોડ રસ્તા મુદ્દે કોઇ એક્શન ન લાવામાં આવતા યુથ કોંગ્રેસે આ પ્રકારનો અનોખો વિરોધ દર્શાવ્યો હતો.

  આ પોસ્ટર યુથ કોંગ્રેસના દ્વારા નિકોલ વિધાનસભાના દરેક ચાર રસ્તા પર લગાવામાં આવ્યા હતા. કોંગ્રેસ નેતા કપિલ દેસાઇનો આરોપ છે કે, શહેરમાં વિવિધ જગ્યાઓએ અને ખાસ કરીને નિકોલમાં સામાન્ય વરસાદમાં જ રોડ રસ્તાઓ તુટી ગયા છે ને બિસ્માર થઈ ગયા છે. પરંતુ હજુ સુધી અહીના સ્થાનિક ધારાસભ્ય જગદીશ પંચાલ જે શહેર ભાજપ પ્રમુખ પણ છે. તેઓ આ વિસ્તારની મુલાકાત લેવા એક વખત પણ આવ્યા નથી.

  આ મામલે નિકોલના ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલે જણાવ્યું હતું કે ' હું ક્યાંય ખોવાયો નથી હું પ્રજાની વચ્ચે છું. વિઘ્નસંતોષી લોકોને દેખાતું નથી. કેટલાક લોકો વિકાસ જોઈ નથી શકતા. જો કે લોકોની પણ તૂટેલા રસ્તાઓની ફરિયાદને જોતા ધારાસભ્યશ્રીના દાવા કેટલી સાચા છે તે અંગે શંકા ચોક્કસથી થતી જણાય છે.

  વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ તરફથી તડામારી તૈયારીઓ ચાલી રહી છે. આ તમામની વચ્ચે પાટીદારોનો પ્રભુત્વ ધરાવતી નિકોલ બેઠકની વાત કરીએ તો છેલ્લા 2 ટર્મથી અહીં ભાજપ જીતનો પરચમ લહેરાવતી આવી છે.

  પાટીદાર આંદોલન બાદ પણ પાટીદારોનો પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં ભાજપ વિજયી બની છે. એવામાં આ વખતે જ્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા છે, ત્યારે પાટીદારોનો મત પણ ભાજપ તરફી બને તેવી શક્યતા છે.

  આ શક્યતાને જોતા આ બેઠક પર ભાજપ ફરી વિજયી બને તેવી શક્યતા છે. જો કે આ વખતે ઉમેદવાર માટે નો રિપીટ થીયરીનો અભિગમ આપનાવવામાં આવશે કે કેમ તે અંગે હજી સ્પષ્ટ જાણી શકાયુ નથી.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

  વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  ખેરાલુ  |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, અમદાવાદ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन