Home /News /ahmedabad /

Gujarat Assembly Elections 2022: વડાપ્રધાનના વિકાસનો પર્યાય ગણાતી મણિનગર બેઠકનું આ વખતે કેવુ રહેશે ચિત્ર? જાણો

Gujarat Assembly Elections 2022: વડાપ્રધાનના વિકાસનો પર્યાય ગણાતી મણિનગર બેઠકનું આ વખતે કેવુ રહેશે ચિત્ર? જાણો

Gujarat Election 2022: ભારતીય જનતા પાર્ટી માટે સુરક્ષિત કહી શકાય એવી બેઠકો પૈકીની એક એટલે અમદાવાદની મણીનગર વિધાનસભા બેઠક, આ બેઠક પરથી નરેન્દ્ર મોદી પણ જીત મેળવી ચૂક્યા છે. છેલ્લા ત્રણેક દાયકાથી અહીં ભાજપનો દબદબો છે.

Gujarat Election 2022: ભારતીય જનતા પાર્ટી માટે સુરક્ષિત કહી શકાય એવી બેઠકો પૈકીની એક એટલે અમદાવાદની મણીનગર વિધાનસભા બેઠક, આ બેઠક પરથી નરેન્દ્ર મોદી પણ જીત મેળવી ચૂક્યા છે. છેલ્લા ત્રણેક દાયકાથી અહીં ભાજપનો દબદબો છે.

  ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી ભારતના ઈતિહાસમાં અનોખી અને ટર્નીંગ પોઈન્ટ વાળી સાબીત થવાની છે. પરંપરાગત રીતે ગુજરાતમાં ભાજપ તથા કૉંગ્રેસ એમ મુખ્ય બે પક્ષ વચ્ચે સ્પર્ધા રહી છે, પણ આ વખતે આમ આદમી પાર્ટી તથા અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી પણ ચૂંટણીજંગમાં ઝંપલાવી રહી છે, જે મુખ્ય બે પક્ષના ગણિત ખોરવી શકે છે. 'પાટીદાર મુખ્ય મંત્રીની માંગ'ને સંતોષી ભૂપેન્દ્ર પટેલને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા તે દિવસથી જ ગુજરાત ઇલેકશનના ભણકારા સંભળાવા લાગ્યા હતા. ગુજરાતમાં અઢી દાયકાથી વધારે સમયથી ભાજપનું શાસન છે અને 2022ની ચૂંટણીમાં ઍન્ટિઇન્કબન્સી એટલે કે સત્તાવિરોધી જુવાળની ચર્ચા છે. જો કે આ તમામ ચર્ચાઓ વચ્ચે ભાજપના ગઢ ગણાતી કેટલીક બેઠકો જેના પર ભાજપનો વિજય નક્કી જ છે તેના પર પણ હવે પક્ષ પોતાની પકડ મજબૂત કરવા પ્રયાસ કરી રહ્યું છે. આવી જ એક બેઠક એટલે મણિનગર વિધાનસભા બેઠક.

  મણિનગર વિધાનસભા

  મણિનગર ભારતના ગુજરાત રાજ્યના 182 વિધાનસભા મતવિસ્તારો પૈકીનો એક છે. વર્ષ 2009 માં સીમાંકન થયા પહેલા અમરાઇવાડી વિસ્તાર મણિનગર વિધાનસભા મત વિસ્તારનો પણ એક ભાગ હતો.

  અમદાવાદ પશ્ચિમની બેઠક અસ્તિત્વમાં આવ્યા પછીથી અને 2009માં લોકસભાના મત વિસ્તારની સીમાઓ ફરીથી નક્કી કરવામાં આવ્યા બાદ અહીં ભાજપ જ વિજયી થયો છે. આ સાથે જ મણિનગર વિધાનસભા ક્ષેત્રને વિકસિત પણ માનવામાં આવે છે. તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર મણિનગરનો તેમના દ્વારા ખૂબ વિકાસ કરવામાં આવ્યો.

  મોદી મણિનગરથી ધારાસભ્ય બન્યા ત્યારે આ વિસ્તારમાં કોઈ મુશ્કેલીઓની કોઈ કમી નહોતી. આરોગ્ય સુવિધાઓ સારી સ્થિતિમાં નહોતી, સારી શાળાઓ અને કૉલેજો સારી નહોતી, કાપડ મિલો બંધ થયા પછી રોજગાર માટે કોઈ સાધન નહોતા, પરિવહનની પણ સુવિધાઓ ખુબ દયનીય હતી.

  ઐતિહાસિક કાંકરિયા તળાવના કાંઠે ગંદકીનું સામ્રાજ્ય હતું, ટ્રાફિક સુવિધાઓ પણ અવ્યવસ્થિત હતી. આવી સ્થિતિમાં મોદીએ મણિનગર માટે પોતાની પ્રાથમિકતાઓ નક્કી કરી. મણિનગર વિસ્તાર એક એવો વિસ્તાર હતો જ્યાં નાના ભારતના દર્શન સરળતાથી થઈ શકતા. આ વિકાસ કાર્યો કર્યા બાદથી જ મણિનગર બેઠક પર સતત ભાજપ જ જીત મેળવતુ આવ્યું છે.

  નવી મતદાર યાદી પ્રમાણે મણિનગર વિધાનસભા ક્ષેત્રમાં કુલ 2,76,044 મતદારો છે જેમાં 1,43,381 પુરુષ મતદારો, 1,32,656 સ્ત્રી મતદારો અને 7 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

  મણિનગર વિધાનસભા બેઠક પરના જાતિગત સમીકરણો

  મણિનગર વિધાનસભા બેઠકના વિસ્તારની વાત કરીએ તો આ બેઠકમાં મહાનગરપાલિકાના દક્ષિણ ઝોનનાં લાંભાથી શરૂ થઈને છેક સી.ટી.એમ મિલ સુધીના વિસ્તારને આવરી લે છે. જો કે આ બેઠક પરથી દાવેદારી નોંધવનારા મોટા ભાગના લોકો પટેલ સમુદાયના છે.

  ભારતનો ભાગ્યે જ કોઈ જિલ્લો હોય છે, જેના રહેવાસીઓ તે સમયના મણિનગર વિસ્તારમાં રહેતા ન હોય. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારા અને ચર્ચો આવેલા છે. એટલે કે દર્ક જાચિના અને સમુદાયના લોકો આ વિસ્તારમાં વસે છે.

  સચિવાલયમાં કામ કરતા દક્ષિણ ભારતીય અધિકારીઓથી લઈને મંદિરોમાં પૂજા-અર્ચના કરતા બ્રાહ્મણો, ધનિક લોકોની સાથે, ગરીબોની સંખ્યા પણ વિશાળ પ્રમાણમાં જોવા મળે છે.

  આમ સામાન્ય રીતે જોઈએ તો વણિક, પાટીદાર, બ્રાહ્મણ સહિતની ઉજળિયાત કોમ સાથે ઓબીસી, દલિત અને મુસ્લિમ મતદાતાઓનુ આ બેઠક પર પ્રભુત્વ જોવા મળે છે. મણિનગર મુખ્યત્વે સવર્ણ મતદારોના પ્રભુત્વ‌વાળી બેઠક ગણાય. આમ છતાં 20 ટકા જેટલા પછાત વર્ગના મતદારો પણ એટલા જ મહત્ત્વના છે.

  નવા સીમાંકન બાદ અમદાવાદ પશ્ચિમ બેઠક શેડ્યુઅલ કાસ્ટ એટલે કે એસસી માટે અનામત છે. અને અહીં યોજાયેલી બંને ચૂંટણીમાં ભાજપનો ભારે દબદબાભેર વિજય થયો છે.

  અનામત બેઠક હોવાથી સ્વાભાવિક રીતે જ અહીં જ્ઞાતિ-જાતિના સમીકરણો હાર-જીત પર સીધી જ અસર કરે છે. ભાજપનું પ્રભુત્વ હોવા છતાં કોંગ્રેસે 2017ની વિધાનસભા ચૂંટણીમાં અહીં 3 બેઠક પર જીત મેળવી હતી. આથી જ અમદાવાદ પશ્ચિમ બેઠક પર આ વખતે સૌથી વધુ રસાકસી જોવા મળી શકે છે.

  મણિનગર બેઠક પર હાર-જીતના સમીકરણ  વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
  1975બારોટ નવિનચંદ્રRMP
  1980રમાલાલ રુપાલાINC
  1985રમાલાલ રુપાલાINC
  1990કમલેશ પટેલભારતીય જનતા પાર્ટી
  1995કમલેશ પટેલભારતીય જનતા પાર્ટી
  1998કમલેશ પટેલભારતીય જનતા પાર્ટી
  2002નરેન્દ્ર મોદીભારતીય જનતા પાર્ટી
  2007નરેન્દ્ર મોદીભારતીય જનતા પાર્ટી
  2012નરેન્દ્ર મોદીભારતીય જનતા પાર્ટી
  2014સુરેશ પટેલભારતીય જનતા પાર્ટી
  2017સુરેશ પટેલભારતીય જનતા પાર્ટી

  વર્ષ 2002થી 2014 સુધી મણિનગર બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીની જીતનો પરચમ લહેરાવ્યો હતો. આ બાદ 2014માં જ્યારે ગુજરાતના વડાપ્રધાન તરીકે તે ચૂંટાયા બાદ આ બેઠક પર પેટા ચૂંટણી લડવામાં આવી.

  જેમાં ભારતીય જનતા પાર્ટી તરફથી સુરેશ પટેલ અને જૈન જતિન કોંગ્રેસ તરફથી મેદાને ઉતર્યા હતા. જેમાં સુરેશ પટેલને 67689 અને જૈન જતિનને 18037 મત મળ્યા હતા. આ જ પ્રકારે વર્ષ 2017માં પણ ભાજપે જીતનો પરચમ લહેરાવ્યો હતો અને કોંગ્રેસના શ્વેતા બ્રહ્મભટ્ટને હારનો સામનો કરવો પડ્યો હતો..

  મણિનગર બેઠક પર પક્ષપલટો

  વિધાનસભા ચૂંટણી 2017માં મણિનગર વિધાનસભા બેઠક પર કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડનારા કોંગ્રેસના નેતા શ્વેતા બ્રહ્મભટ્ટે પોતાના પિતા નરેન્દ્ર બ્રહ્મભટ્ટ સાથે ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં વિધિવત રીતે ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. 2017 વિધાનસભા ચૂંટણીમાં શ્વેતા બ્રહ્મભટ્ટ મણિનગર વિધાનસભા સીટના કોંગ્રેસમાં ઉમેદવાર હતા. થોડા દિવસો પહેલા રાજભવનમાં વડાપ્રધાન મોદી સાથે શ્વેતા બ્રહ્મભટ્ટે મુલાકાત કરી હતી.

  શ્વેતા બ્રહ્મભટ્ટે ભાજપમાં જોડાતા સમયે કહ્યું હતું કે, થોડા વર્ષો પહેલા તેમણે એક ઉદેશ્ય સાથે રાજનીતિ શરૂ કરી હતી. પરંતુ કોંગ્રેસમાં તેનો ઉદેશ પૂરો થયો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે તેમને પહેલાથી માન છે.

  ભાજપના કાર્યકરો અને નેતાઓ સતત સક્રિય હોય છે. હું અહીં કાર્ય કરવા આવી છું, કોઈ સ્વાર્થ ખાતર આવી નથી. મને કોઇ કમિટમેન્ટ આપવામાં આવી નથી. પરંતુ ભાજપ ટિકિટ આપશે તો ચોક્કસ ચૂંટણી લડીશ. મારું વિઝન ક્લિયર છે. કોંગ્રેસની બોટનો કોઈ કપ્તાન નથી. ત્યાં કોઈ સાંભળનાર નથી. કોંગ્રેસનો કોઈ ગોલ નથી. 2જી જૂને હાર્દિક પટેલની સાથે શ્વેતા બ્રહ્મભટ્ટ પણ કેસરિયો ધારણ કર્યો હતો.

  2022 વિધાનસભા ચૂંટણીનુ ગણિત

  મણિનગર વિધાનસભા બેઠક છેલ્લી ત્રણ ચૂંટણીઓથી નરેન્દ્ર મોદીના મતવિસ્તારનો પર્યાય બની ગઈ છે. જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા ત્યારે પણ આ બેઠક ભાજપના કબજામાં જ રહી હતી. જો કે આ વખતે ચૂંટણીમાં અન્ય પક્ષોના પ્રવેશ બાદ ભાજપ દ્વારા નો રિપીટ થિયરી અપનાવી નવા ઉમેદવારને ટિકીટ આપવામાં આવે છે કે કેમ તે જોવાનુ રહેશે. ભાજપ 150 સીટો જીતવાનો દાવો કરી રહી છે તેની વચ્ચે આ બેઠક પણ તેમના માટે મહત્વની બની રહી છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

  વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  ખેરાલુ  |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Maninagar

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन