Home /News /ahmedabad /

Gujarat election 2022: શાહના વિશ્વાસપાત્ર કૌશિક પટેલને કેમ સીએમના મંત્રીમંડળમાં ન મળ્યું સ્થાન

Gujarat election 2022: શાહના વિશ્વાસપાત્ર કૌશિક પટેલને કેમ સીએમના મંત્રીમંડળમાં ન મળ્યું સ્થાન

BJP MLA Kaushik Patel : કૌશિક જમનાદાસ પટેલ ગુજરાતના મોટા રાજકીય ચહેરાઓમાંથી એક છે અને નારણપુરાના ધારાસભ્ય છે. કૌશિક પટેલનો જન્મ 20 સપ્ટેમ્બર, 1954ના રોજ અમદાવાદના થલતેજમાં થયો હતો.

BJP MLA Kaushik Patel : કૌશિક જમનાદાસ પટેલ ગુજરાતના મોટા રાજકીય ચહેરાઓમાંથી એક છે અને નારણપુરાના ધારાસભ્ય છે. કૌશિક પટેલનો જન્મ 20 સપ્ટેમ્બર, 1954ના રોજ અમદાવાદના થલતેજમાં થયો હતો.

    ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly election 2022) ચૂંટણીની તાડામાર તૈયારીઓ વચ્ચે સૌ કોઈ ચૂંટણીની જાહેરાતની રાહ જોઇ રહ્યા છે. રાજ્યમાં 3 દિગ્ગજ પાર્ટીઓ વચ્ચે રસાકસી ભર્યો માહોલ જામી રહ્યો છે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ હાથપગ મારવાનું શરૂ કરી દીધું છે. તેમાં પણ ભાજપ પક્ષમાં પાટીલે કરેલા પરીવર્તનથી અનેક દિગ્ગજ નેતાઓના રાજકીય રોટલા શેકાતા રહી ગયા છે, એટલે કે તેમને કોઇને કોઇ કારણોસર પક્ષમાંથી સાઇડલાઇન કરી દેવાયા છે.

    જનતાના પ્રશ્નોનું નિવારણ લાવવા અને પ્રદેશના વિકાસ માટે નેતાઓની કામગીરીનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે. ઘણા નેતાઓ એવા છે જેમને પક્ષે પડતા મૂકી દીધા છે. આવા જ એક નારાણપુરાના ધારાસભ્ય અને દિગ્ગજ નેતા છે કૌશિક જમનાદાસ પટેલ. આજે આ લેખમાં અમે તમને કૌશિક પટેલની રાજકીય ગાથા ઉપરાંત તેમના જીવનના તમામ પાસાઓ વિશે જણાવીશું.

    કૌશિક જમનાદાસ પટેલ (Kaushik Jamnadas Patel)

    કૌશિક જમનાદાસ પટેલ (Naranpura MLA Kaushik Patel) ગુજરાતના મોટા રાજકીય ચહેરાઓમાંથી એક છે અને નારણપુરાના ધારાસભ્ય છે. કૌશિક પટેલનો જન્મ 20 સપ્ટેમ્બર, 1954ના રોજ અમદાવાદના થલતેજમાં થયો હતો. તેમના પત્નીનું નામ મીનાબેન કૌશિક પટેલ છે. કૌશિક પટેલની શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો તેમણે વર્ષ 1975માં ગુજરાત યુનિવર્સિટીમાંથી B.com કર્યું છે.

    પૂર્વ મહેસૂલ મંત્રી કૌશિક પટેલ વર્ષ 1995, વર્ષ 1998 અને વર્ષ 2002માં દરિયાપુર વિધાનસભામાંથી ચૂંટાઈને આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2017માં તેઓ નારણપુરા વિધાનસભામાંથી ચૂંટાઈને આવ્યા હતા. તેઓ અમિત શાહના સૌથી વિશ્વાસપાત્ર વ્યક્તિ છે. અમિત શાહ વર્ષ 2012માં નારણપુરા વિધાનસભા પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.

    Gujarat Elections 2022: મધુ શ્રીવાસ્તવ ગણાય છે ગુજરાતના દબંગ નેતા, જાણો તેમની રાજકીય કારકિર્દી અને વિવાદો વિશે


    કૌશિક પટેલની સંપત્તિ

    વર્ષ 2017માં રજૂ કરેલ એફિડેવિટ અનુસાર, કૌશિક પટેલની વાર્ષિક આવક રૂ. 8,19,900 છે. તેમના પત્ની મીનાબેન પટેલની વાર્ષિક આવક રૂ. 2,55,250 છે. કૌશિક પટેલ પાસે રોકડ, બેન્ક થાપણ, મ્યુચ્યુઅલ ફંડ, બોન્ડ અને ડિબેન્ચર, વીમા પોલિસી, કંપની, દાગીના સહિતની કુલ રૂ. 1,46,10,722ની મિલકત ધરાવે છે. જેમાં હાથ પર રૂ. 2,21,647 રોકડ છે, બેન્ક થાપણ રૂ. 7,84,623, વીમા પોલિસી રૂ. 24,00,000 દેવાદાર પાસેથી મળવાપાત્ર રકમ રૂ. 1,09,00,000 અને 60,800ની કિંમતના 10 ગ્રામ સોનાના દાગીના છે.

    તેમના પત્ની મીનાબેન પટેલ પાસે રોકડ, બેન્ક થાપણ, મ્યુચ્યુઅલ ફંડ, બોન્ડ અને ડિબેન્ચર, વીમા પોલિસી, કંપની, વાહ, દાગીના સહિતની કુલ રૂ. 97,04,053ની મિલકત ધરાવે છે. જેમાં હાથ પર રૂ. 3,76,550 રોકડ છે, બેન્ક થાપણ રૂ. 28,30,611, વીમા પોલિસી રૂ. 1,90,000, દેવાદાર પાસેથી મળવાપાત્ર રકમ રૂ. 44,25,276 અને 16,00,000ની કિંમતના સોના અને હીરાના દાગીના છે.

    કૌશિક પટેલ પાસે કૃષિ વિષયક જમીન, બિન કૃષિ વિષયક જમીન, રહેણાંક મકાન અને પ્લોટ સહિત કુલ રૂ. 7,00,000ની સંપત્તિ છે. તેમના પત્ની મીનાબેન પટેલ પાસે કૃષિ વિષયક જમીન, બિન કૃષિ વિષયક જમીન, રહેણાંક મકાન અને પ્લોટ સહિત કુલ રૂ. 2,50,00,000ની સંપત્તિ છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ન મળ્યું સ્થાન

    ભૂપેન્દ્ર પટેલ સરકારમાં અનેક દિગ્ગજ રાજકીય નેતાઓને સ્થાન આપવામાં આવ્યું નથી. કૌશિક પટેલે રૂપાણી સરકારમાં મહેસૂલ મંત્રી તરીકે પણ ફરજ બજાવી છે, પરંતુ તેમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ત્યારે કૌશિક પટેલને સાઈડ લાઈન કરી દેવામાં આવ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે.

    કૌશિક પટેલનું અંગત જીવન (Personal life of Kaushik Patel)

    શાહપુરની પોળમાંથી સામાન્ય જીવન શરૂ કરનાર કૌશિક પટેલ હંમેશા સરળ વ્યક્તિ રહ્યા છે. પાર્ટીની સાથે સાથે વિરોધ પક્ષના નેતા પણ કૌશિક પટેલની પ્રશંસા કરે તેવું તેમણે કામ કર્યું છે. તેમણે ભાજપના એકદમ પાયાના કાર્યકરથી કામ શરૂ કરીને કોર્પોરેટર બન્યા હતા અને ધારાભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમણે મંત્રીપદનો ભાર પોતાના જીવન અને તેમના વ્યવહાર ઉપર ક્યારેય હાવી થવા દીધો નથી. વર્ષ 2020માં કૌશિક પટેલના મોટાભાઈ ગૌતમભાઈ પટેલે અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું અને આપઘાત કર્યો હતો.

    બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને કૌશિક પટેલ

    ગુજરાતનો બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પેસેન્જર ટ્રેનની ઝડપે આગળ વધી રહ્યો હોવા માટે મહેસૂલ મંત્રી કૌશિક પટેલ દ્વારા જમીન સંપાદનની કાર્યવાહીમાં દાખવવામાં આવેલી સુસ્તી જવાબદાર હોવાનું જણાવીને તેમની સામે આંગળી ચીંધવામાં આવી છે. વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટ બુલેટ ટ્રેન માટે કૌશિક પટેલ મહેસૂલ મંત્રી તરીકે જમીન સંપાદનની કાર્યવાહી પૂર્ણ કરાવવામાં અપેક્ષિત સફળતા મેળવી ન શક્યા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 14, સપ્ટેમ્બર 2017માં મુંબઈ અમદાવાદ વચ્ચે અંદાજે રૂ. 98,000 કરોડના ખર્ચે 508 કિ.મી.ના ભારતના પ્રથમ હાઈ સ્પીડ રેલ પ્રોજેકટ- બુલેટ ટ્રેન પ્રોજેકટનું ભૂમિ પૂજન કર્યું હતું. મહેસૂલમંત્રી તરીકે કૌશિક પટેલે મહારાષ્ટ્રના મહેસૂલ મંત્રી સાથે મળીને વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટના પ્રશ્નો હલ કરવા ખાસ કોઈ પ્રયાસો કર્યા ન હતા. જમીન સંપાદન ન થવાનું મુખ્ય કારણ ખેડૂતોને કલેકટર કક્ષાએથી યોગ્ય વળતર ન ચૂકવાતા હોવાના કારણોસર ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.

    પૂર્વ મહેસૂલમંત્રી માંદગીના કારણોસર સક્રિય ન રહી શકતા હોવાના કારણે કલેકટર કચેરીઓમાં પણ જમીન NAમાં દલાલો કલેકટર અને ગાંધીનગરમાં મંત્રીને પહોંચાડવાના નામે જંત્રી પ્રમાણે નહીં, પરંતુ જમીનની બજાર કિંમતે ચોરસ મીટરદીઠ રૂ. 100થી 200 ગાંધીનગર સુધી પહોંચાડવા માટે ઉઘરાવે છે. ખાસ કરીને અમદાવાદમાં સૌથી વધારે ભાવ બોલાઈ રહ્યો છે, જેને ડામવામાં કૌશિક પટેલે મહેસૂલમંત્રી તરીકે નિષ્ફળ નિવડ્યા છે.

    Gujarat election 2022: જીઆઈડીસી હબ અને ભાજપનો ગઢ અંકલેશ્વર બેઠકને કોંગ્રેસ આંચકી શકશે?


    કૌશિક પટેલ બિમારીની ચપેટમાં

    નારણપુરાના ધારાસભ્ય કૌશિક પટેલ અનેકવાર બિમારીઓની ચપેટમાં આવ્યા છે. એક વર્ષ પહેલા જ મહેસૂલ મંત્રી કૌશિક પટેલની વિધાનસભા ગૃહમાં જ તબિયત લથડી હતી. જે દરમિયાન તેમને તેમના નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ત્રણ વર્ષ પહેલા તેમને અમદાવાદની સાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

    તે સમયે તેમને ન્યૂમોનિયા થયો હતો. જ્યાં તેમના વિવિધ પ્રકારના બ્લડ ટેસ્ટ અને અન્ય પરીક્ષણો કરાયા હતા. ત્યારબાદ તેમને હાર્ટમાં કોઈ તકલીફ હોવાનું લાગ્યું હતું. તેમની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. જેમાં હૃદયને લોહી પહોંચાડતી ત્રણ નળી બ્લોક હોવાનું સામે આવ્યું હતું. આ કારણોસર તેમને બાયપાસ સર્જરી માટે મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

    | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ગોધરા | પાવી જેતપુર | વડોદરા  | કાલોલ |
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Kaushik Patel

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन