Home /News /ahmedabad /

Gujarat election 2022: ગુજરાતમાં સામાજિક અને રાજકીય ક્ષેત્રે સ્વામિનારાયણ સંપ્રદાયની કાલુપુર ગાદીની અસર અને મહત્વ

Gujarat election 2022: ગુજરાતમાં સામાજિક અને રાજકીય ક્ષેત્રે સ્વામિનારાયણ સંપ્રદાયની કાલુપુર ગાદીની અસર અને મહત્વ

Swaminarayan Samprday Kalupur Gadi: સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રથમ મંદિર સ્વામિનારાયણ મંદિર કાલુપુર છે. આ મંદિર અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલું છે. વર્ષ 1818માં બ્રિટીશ શાસન ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું.

Swaminarayan Samprday Kalupur Gadi: સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રથમ મંદિર સ્વામિનારાયણ મંદિર કાલુપુર છે. આ મંદિર અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલું છે. વર્ષ 1818માં બ્રિટીશ શાસન ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly election 2022) નજીક છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો પોતાનું એડીચોટીનું જોર (political parties in India) લગાવી રહ્યા છે. આ સાથે જ ધર્મ અને સંપ્રદાયનું રાજકારણ (Politics in Religion) પણ વકર્યું છે. આમ તો ભાજપ હિન્દુવાદી પક્ષ કહેવાય છે, જેથી વિવિધ સંપ્રદાયો સાથે ભાજપનો સારો સંબંધ હોય તે શક્ય છે.

  બીજી તરફ વિવિધ સંપ્રદાયો પણ અલગ અલગ પ્રકારે રાજકારણ (Politics)માં પ્રભુત્વ ધરાવતા હોય છે. આવો જ એક સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય (Swaminarayan Sampraday) છે. સ્વામિનારાયણ સંપ્રદાયની સામાજિક અને રાજકીય ક્ષેત્રે ખૂબ વધુ છે.

  સ્વામીનારાયણ સંપ્રદાયનો રાજકારણ સાથેનો સંબંધ છેલ્લા 25 વર્ષમાં વધુ ગાઢ થયો છે. હિન્દુ ધર્મના અન્ય સંપ્રદાયો અને શક્તિ કેન્દ્રો સાથે બીજેપીને જે ગાઢ સંબંધ છે એવો જ ગાઢ સંબંધ સ્વામીનારાયણ સંપ્રદાય સાથે છે. ગુજરાતનું રાજકારણ સ્વામીનારાયણ સંપ્રદાયની તાકાત અને મહિમાને ક્યારેય પડકારી શક્યું નથી.

  સ્વામીનારાયણ સંપ્રદાયના વડા પ્રમુખ સ્વામીનું 2016માં અવસાન થયું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને શ્રદ્ધાંજલિ આપવા દિલ્હીથી ગુજરાત આવ્યા હતા. જેના પરથી સંપ્રદાયના પ્રભાવનો અંદાજ આવી શકે છે. ત્યારે આજે અહીં સ્વામિનારાયણ સંપ્રદાયની કાલુપુર ગાદી (Kalupur Gadi of Swaminarayan Sect) અંગે જાણકારી આપવામાં આવી છે.
  આ પણ વાંચો- BAPS સ્વામિનારાયણ સંસ્થાઃ જાણો શું છે સંસ્થાનો ઈતિહાસ અને આવનારી ચૂંટણીમાં પક્ષો પર કેવો પડશે આ સંસ્થાનો પ્રભાવ

  કાલુપુર ગાદી

  સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રથમ મંદિર સ્વામિનારાયણ મંદિર કાલુપુર (Swaminarayan Samprday Kalupur Gadi ) છે. આ મંદિર અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલું છે. વર્ષ 1818માં બ્રિટીશ શાસન ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું. તત્કાલીન કલેક્ટર સર એન્ડ્રોપ ભગવાન સ્વામિનારાયણના સમાજ સેવા, ધર્મ-જાગૃતિ, અંધ-શ્રધ્ધા, કૂરીવાજો, વ્યસન મુક્તિ વગેરે માનવ જીવનના ઉત્થાનના કાર્યોથી ખૂબ જ પ્રભાવિત થયા હતા.

  તે વર્ષમાં જ અમદાવાદ ભદ્રના કિલ્લાની મુખ્ય કચેરીમાં 111 તોપના શાહી સન્માનથી મુલાકાત કરીને સમાજ સુધારણાના હેતુથી અમદાવાદ શહેરમાં મંદિર- આશ્રમ કરવા કાલુપુર વિસ્તારની એકસો એકરની ભૂમિનું દાન કર્યું હતું. તે ભૂમિના દસ્તાવેજને રાણી વિકટોરીયાના હસ્તાક્ષર કરાવીને 'યાવત્ચંદ્ર દિવાકરૌ' ની અવધી સુધીનો લેખ અર્પણ કર્યો હતો. ત્યારબાદ સંપ્રદાયના સર્વ પ્રથમ મંદિરની સ્થાપના વિ.સં. 1878 ફાગણ સુદી-૩ અર્થાત્ વર્ષ 1822માં 24 ફેબ્રુઆરીના રોજ થઈ હતી. એમ કહેવાય છે કે સદ્‌ગુરુ આનંદાનંદ સ્વામીએ આ મંદિરનું કામ ઓછા સાધન અને ઓછી સામગ્રી હોવા છતાં હજારો ભક્તોના સહયોગથી માત્ર ત્રણ વર્ષમાં પૂર્ણ કરાવ્યું હતું.

  ભગવાન સ્વામિનારાયણે સંપ્રદાયને દૃઢમૂળ અને ચિરસ્થાયી બનાવવા અમદાવાદ, ભુજ, વડતાલ, ધોલેરા, જૂનાગઢ અને ગઢડામાં શિખરબંધ મંદિરો બંધાવ્યાં હતાં. અમદાવાદની ગાદી ઉત્તરની અને વડતાલની ગાદી દક્ષિણની ગણાય છે. આ મંદિરો સમય જતાં ‘સંસ્થા’ ગણાવા લાગ્યાં હતા અને સ્વામિનારાયણ સંસ્થા તરીકે પોતાની આગવી ઓળખથી તેઓ વહીવટ કરવા લાગ્યા હતા. આ પરંપરા આજેય ચાલુ છે. એમાં પછી જે તે સંસ્થાનાં બીજાં મંદિરો થતાં જે તે સંસ્થાનો વિકાસ અને વિસ્તાર થતો ગયો છે. આ નવાં મંદિરો કે સંસ્થાઓની પણ પોતપોતાની આગવી ઓળખ અને મૂળ સંસ્થાને ભૂલ્યા વિના ઊભી થઈ છે.
  આ પણ વાંચો- ગુજરાતના ડેરી ક્ષેત્રની આર્થિક, સામાજિક અને રાજકીય અસર, જાણો ઇતિહાસ અને મહત્વ

  ઉલ્લેખનિય છે કે, વડતાલમાં વિક્રમ સંવત 1882ની પ્રબોધિની એકાદશીએ વિચારવિમર્શ કર્યા પછી શ્રીજી મહારાજે તેમના ભત્રીજાઓ અયોધ્યાપ્રસાદજી પાંડે અને રઘુવીરજી પાંડેને તેમના પુત્રો તરીકે દત્તક લીધા હતા. અમદાવાદ ખાતે બે ગાદી એટલે કે નરનારાયણ દેવ ગાદી અને વડતાલ ખાતે લક્ષ્મીનારાયણ દેવ ગાદીની સ્થાપના કરતા શ્રીજી મહારાજે બંને ભાઈઓને કોણ કઈ ગાદી પર બેસશે તે નક્કી કરવા સૂચના આપી હતી.

  ત્યારબાદ શ્રીજી મહારાજે ઉપસ્થિત તમામ અનુયાયીઓને પોતપોતાના આચાર્યોની પુજન કરવાની સૂચના આપી હતી. અયોધ્યાપ્રસાદજી મહારાજને નરનારાયણ દેવ ગાદીના પ્રારંભિક આચાર્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જ્યારે રઘુવીરજી મહારાજ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પ્રારંભિક આચાર્ય બન્યા હતા.

  ગુજરાતમાં સામાજીક પરિવર્તનમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ફાળો

  સ્વામિનારાયણ સંપ્રદાયે ગુજરાતમાં સામાજીક પરિવર્તન લાવવામાં અતૂલ્ય ફાળો આપ્યો છે. 500 વ્યક્તિઓની પસંદગી પરમહંસો તરીકે કરાઇ હતી અને આ પરમહંસો ગુજરાતના ગામે ગામે ફર્યા હતા. તેમણે લોકોને માનવતાના પાઠ ભણાવ્યા અને સમાજમાં વર્ષોથી ઘર કરી ગયેલી અનેક અંધશ્રદ્ધાઓ અને કુરીતિઓ સામે લોકોને જાગૃત કર્યાં હતા. ધર્મના નામે ચાલતા અનેક ધતિંગ તેઓએ બંધ કરાવ્યા હતા. વ્યસન મુક્તિ, સ્ત્રી કલ્યાણ અને યજ્ઞમાં અપાતી બલી પ્રથા સામે પણ વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત શિક્ષાપત્રી, વચનામૃત, ભક્તચિંતા મણી જેવા પુસ્તકો પણ આપ્યા છે.

  પાકિસ્તાનમાં પણ છે કાલુપુર ગાદી તાબા હેઠળનું મંદિર

  પાકિસ્તાનના કરાંચીમાં 1849માં નિર્માણ પામેલું સ્વામિનારાયણ મંદિર છે. આ મંદિર કાલુપુર ગાદી તાબા હેઠળનું છે. આ મંદિર કરાચી શહેરનાં બંદર માર્ગ પર આવેલું છે. 32,306 ચોરસ વાર એટલે કે 27,012 ચો.મી. વિસ્તારમાં ફેલાયેલું આ મંદિર તેના કદ અને બાંધણીને કારણે પ્રખ્યાત છે. ઘણા સમય પહેલા મંદિરના નામે ભક્તોને રહેવા માટે વિશાળ ધર્મશાળા પણ હતી, જે જગ્યા પર આજે નગર જિલ્લા પંચાયતની કચેરીઓ ચાલે છે.

  ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે મૂળ પ્રતિમાઓની દૈનિક પૂજાની ચિંતાના કારણે ત્યાં રહેતા સાધુઓ સ્વામિનારાયણ ભગવાન અને રાધા-કૃષ્ણની મૂર્તિ ગુજરાતમાં લઈ આવ્યા હતા. આજે મંદિરમાં માત્ર સ્વામિનારાયણ ભગવાનની તસ્વીર રાખવામાં આવી છે અને એ મંદિરમાં ફક્ત સ્વામિનારાયણ ભગવાનની જ પૂજા કરવામાં આવે છે.
  આ પણ વાંચો- ભાજપના મહિલા ધૂરંધર અને ‘ડંકાવાળા બેન’ વિભાવરી દવે, શા માટે ધકેલાયા હાંસિયામાં?

  કાલુપુર મંદિરના આચાર્ય

  સર્વઆચાર્યશ્રી: અયોધ્યાપ્રસાદજી, કેશવપ્રસાદજી, પુરુષોત્તમપ્રસાદજી, વાસુદેવપ્રસાદજી, દેવેન્દ્રપ્રસાદજી, તેજેન્દ્રપ્રસાદજી અને કૌશલેન્દ્રપ્રસાદજી

  મંદિર હેઠળની સેવાકીય સંસ્થાઓ

  ઇન્ટરનેશનલ સ્વામિનારાયણ સત્સંગ ઓર્ગેનાઇઝેશન (ISSO) રાષ્ટ્રીય સેવાભાવી સંસ્થા છે, જે ભારત બહાર નર નારાયણ દેવ સત્સંગનું આયોજન કરે છે, તેની સંભાળ રાખે છે અને તેને આગળ ધપાવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ સહજાનંદ સ્વામી દ્વારા સ્થાપિત અને નિયુક્ત સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતો અને ઉપદેશો અનુસાર સનાતન ધર્મને આગળ વધારવાનો છે.

  બીજ તરફ નર નારાયણ દેવ યુવક મંડળ (NNDYM)ની રચના યુવાનોને માનવ જીવનના પડકારોનો સામનો કરવામાં મદદરૂપ થવા માટે કરવામાં આવી હતી. તે ભારત અને બહારની દુનિયા બંનેમાં કાર્યરત છે. આ સનથ 2,00,000થી વધારે સભ્યો ધરાવે છે, જેઓ નિયમિતપણે તેમના સ્થાનિક વિસ્તારોમાં મળે છે અને માનવતાવાદી અને આધ્યાત્મિક એમ બંને હેતુઓમાં પ્રદાન કરે છે.

  અહીં સ્વામિનારાયણ સંપ્રદાયનો વ્યાપ ખૂબ મોટો છે. ખાસ કરીને કાલુપુર ગાદી ભારત અને ભારતની બહાર મંદિરોનું સંચાલન કરે છે. આ ઉપરાંત હરી ભક્તોની સંખ્યા પણ મોટી છે. જેના કારણે કાળુપૂર ગાદી ધાર્મિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રે નિર્ણાયક બને છે. ચૂંટણી જીતવા માટે બધાને સાથે રાખવા જરૂરી બને છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ગોધરા | પાવી જેતપુર | વડોદરા  | કાલોલ |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन