Home /News /ahmedabad /Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી જમાલપુર ખાડિયા બેઠક, ભાજપનો ગઢ ચિંતામાં?

Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી જમાલપુર ખાડિયા બેઠક, ભાજપનો ગઢ ચિંતામાં?

Jamalpur khadia assembly constituency : ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Elections 2022): જમાલપુર ખાડિયા બેઠક આમ તો ભાજપનો ગઢ કહેવાય છે. પરંતુ ગત ચૂંટણીમાં આ બઠક કોંગ્રેસના હાથમાં આવી હતી.

Jamalpur khadia assembly constituency : ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Elections 2022): જમાલપુર ખાડિયા બેઠક આમ તો ભાજપનો ગઢ કહેવાય છે. પરંતુ ગત ચૂંટણીમાં આ બઠક કોંગ્રેસના હાથમાં આવી હતી.

Gujarat Assembly Elections 2022:  ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં રાજકીય સમીકરણો બદલાયા હોવાથી વિધાનસભાની ચૂંટણીનું વહેલું આયોજન પણ શરૂ થઈ શકે છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષ સિવાય આમ આદમી પાર્ટી અને AIMIM પાર્ટી એ પણ વિધાનસભા ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

વિધાનસભા ચૂંટણીમાં તમામ બેઠકોનું અલગ અલગ મહત્વ રહેલું છે. અમદાવાદને ભાજપનો ગઢ માનવામાં આવે છે. અમદાવાદની કેટલીક વિધાનસભા બેઠક પર ભાજપ પોતાનો ભગવો લહેરાવી શક્યું નથી. તો શું જમાલપુર ખાડિયા બેઠક પર ભાજપ બાજી મારી શકશે? જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠકની (jamalpur khadia assembly constituency) આ તમામ બાબતો અંગે અહીં અમે તમને માહિતી આપી રહ્યા છીએ.

જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠક (Jamalpur Khadia assembly seat)

વર્ષ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ નેતા ઈમરાન ખેડાવાલાએ જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠક પરથી ભાજપ નેતા ભૂષણ ભટ્ટને હરાવ્યા હતા. વર્ષ 2012 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ નેતા ભૂષણ ભટ્ટે કોંગ્રેસ નેતા સમીરખાન સિપાઈને હરાવ્યા હતા.

કોંગ્રેસના આંતરિક વિખવાદને કારણે કોંગ્રેસ 2012ની વિધાનસભા ચૂંટણી જીતી શકી ન હતી. ઉલ્લેખનીય છે કે, જમાલપુર ખાડિયા બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે, પરંતુ વર્ષ 2017માં કોંગ્રેસે આ સીટ પર બાજી મારી લીધી હતી.

ભાજપ નેતા ભૂષણ ભટ્ટના પિતા અશોક ભટ્ટે ખાડિયા વિધાનસભા બેઠક પર વર્ષ 1980થી વર્ષ 2007 સુધી સતત 8 ટર્મ સુધી જીત મેળવી હતી, પરંતુ ભૂષણ ભટ્ટ આ સીટ પર માત્ર બે ટર્મ સુધી જ કામ કરી શક્યા હતા. વર્ષ 2012માં નવા સીમાંકન બાદ ખાડિયા અને જમાલપુરની સીટને ભેગી કરી દેવામાં આવી હતી.

મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી બેઠકો

ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકમાંથી 12 વિધાનસભા બેઠક પર મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં દરિયાપુર, જમાલપુર ખાડિયા તથા વેજલપુરમાં સહિત ગુજરાતમાં ભુજ, અબડાસા, વાગરા, લિંબાયત, સુરત-પૂર્વ અને વાંકાનેર, દાણીલીમડા, ગોધરા અને ધોળકામાં મુસ્લિમ ઉમેદવારો પ્રભુત્વ ધરાવે છે.

મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી 12 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસને અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટી નડી શકે છે. ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશનની ચૂંટણીમાં AIMIM પાર્ટીના કારણે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો.

જમાલપુર ખાડિયા બેઠક પર અશોક ભટ્ટનું પ્રભુત્વ

આ બેઠક પર સ્વ.અશોક ભટ્ટ જેવો રેકોર્ડ કોઈ નોંધાવી શક્યું નથી. અશોક ભટ્ટ 1960ના દાયકાથી જનસંઘમાં સક્રિય હતા અને તેઓ ગુજરાત સરકારમાં આરોગ્ય તથા કાયદો અને ન્યાય વિભાગમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.

વર્ષ 1980થી વર્ષ 2007 સુધી સતત 8 ટર્મ સુધી અશોક ભટ્ટ ચૂંટાઈને આવ્યા હતા. અશોક ભટ્ટનું 29 સપ્ટેમ્બર 2010ના રોજ 71 વર્ષની ઉંમરે મૃત્યુ થયું હતું. વર્ષ 1960 સુધી તેમણે અરવિંદ મિલમાં પ્યુન તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ તેમણે રાજકારણમાં જોડાવાનો નિર્ણય કર્યો.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |

તેમના રમૂજી સ્વભાવ અને મજૂરો માટેની લડતના કારણે દરેક વ્યક્તિ અશોક ભટ્ટને ઓળખતી હતી. વર્ષ 1975 માં તેમને પહેલીવાર ભારતયી જન સંઘ પક્ષ તરફથી ખાડિયાના ધારાસભ્ય બનાવવામાં આવ્યા. ત્યારબાદ તેમણે ગોલવાડ વિસ્તારમાં પોતાની પહેલી ઓફિસ ખોલી અને તે ભાજપની ઓફિસ બની.

તે સમયથી લઈને 2017 સુધી ભાજપ અને ભટ્ટ પરિવારનું આ વિસ્તારમાં પ્રભુત્વ રહ્યું છે. વર્ષ 1980થી 1990 સુધી ગુજરાત વિધાનસભામાં ભાજપના વ્હીપ રહ્યા હતા. વર્ષ 2008માં તેમને વિધાનસભામાં સ્પિકર પદ પર બેસાડવામાં આવ્યા, આ જવાબદારી તેમણે વર્ષ 2010માં અવસાન સુધી સંભાળી હતી.
વર્ષબેઠકઉમેદવારપક્ષ
2017જમાલપુર ખાડિયાઈમરાન ખેડાવાલાકોંગ્રેસ
2012જમાલપુર ખાડિયાભૂષણ ભટ્ટભાજપ
2011ખાડિયા (પેટાચૂંટણી)ભૂષણ ભટ્ટભાજપ
2007ખાડિયાભૂષણ ભટ્ટભાજપ
2002ખાડિયાઅશોક ભટ્ટભાજપ
1998ખાડિયાઅશોક ભટ્ટભાજપ
1995ખાડિયાઅશોક ભટ્ટભાજપ
1990ખાડિયાઅશોક ભટ્ટભાજપ
1985ખાડિયાઅશોક ભટ્ટભાજપ
1980ખાડિયાઅશોક ભટ્ટભાજપ
1975ખાડિયાઅશોક ભટ્ટભાજપ
1972ખાડિયાઅજિત પટેલકોંગ્રેસ

પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ વિવાદોની જાળમાં

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ ભૂષણ ભટ્ટ રાજકારણમાં ટકી રહેવા માટે અવનવા પેંતરા કરે છે. કોરોનાકાળમાં 22 માર્ચે ભૂષણ ભટ્ટ અને તેમના પુત્ર જયવલ થાળી અને ઢોલનગારા સાથે નીકળ્યા હતા,

તેમની સાથે પૂર્વ મહિલા કોર્પોરેટર પણ જોડાયા હતા. આ સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને તમામ લોકોએ ભૂષણ ભટ્ટની નિંદા કરી હતી. જેને કારણે સ્થાનિકોમાં ભૂષણ ભટ્ટ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

તો હવે ભાજપમાં પણ દાદાગીરી કરી રહ્યા છે કે, મને નહીં તો મારી પત્ની અને પુત્રને રાજકારણમાં આવવાની તક આપો. ખાડિયામાં પણ 50 વર્ષ જૂના સાંઈબાબાના મંદિરમાં ટ્રસ્ટી બનીને પગદંડો જમાવ્યો હતો. સ્થાનિકોને પાણીની તકલીફ થતી હોવા છતાં મંદિરની જમીન આપવાની ના પાડી દીધી હતી. સ્થાનિકોના રોષ સામે ભૂષણ ભટ્ટનું કંઈ ન ચાલતા અંતે બોર બનાવવા માટે જગ્યા આપવાની ફરજ પડી હતી.

ઈમરાન ખેડાવાલા અને વિવાદ

હિંદુ અને મુસ્લિમ બેઉની સંખ્યા ધરાવતી આ જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠક જીતી ધારાસભ્ય બનનાર ઇમરાન ખેડાવાલા પહેલા મુસ્લિમ નેતા છે. અગાઉ છેલ્લે કોંગ્રેસના નેતા અજિત પટેલ 1972માં ખાડિયા બેઠક જીતી હતી.

તો 2021માં વિધાનસભા સત્રની શરૂઆત પહેલા કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કોરોનાથી મૃત્યુ પામેલ લોકોના પરિવારને રૂ. 4 લાખની સહાય આપવાની માગ કરી હતી અને વિરોધ નોંધાવ્યો હતો.

થોડા મહિના પહેલા સોશિયલ મીડિયામાં ઈમરાન ખેડાવાલાનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વિડીયોમાં તેઓ RTI એક્ટિવિસ્ટને અભદ્ર શબ્દો કહી રહ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે, આ લોકો બોગસ માણસો છે અને RTI કરીને ફેક્ટરીવાળાને હેરાન કરે છે. ઉપરાંત 5 લાખ રૂપિયા માંગે છે. હું એમની સામે ખંડણીનો કેસ કરીશ. આ લોકો ફેકટરીઓ અને ઈન્ડસ્ટ્રીઝવાળાને હેરાન કરે છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |
First published:

Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Jamalpur

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો