Home /News /ahmedabad /

Gujarat election 2022: જગદીશ પંચાલ અને વિવાદનો સંબંધ છે ખૂબ જૂનો, જાણો નેતાજીનું રાજકીય સરવૈયું

Gujarat election 2022: જગદીશ પંચાલ અને વિવાદનો સંબંધ છે ખૂબ જૂનો, જાણો નેતાજીનું રાજકીય સરવૈયું

BJP MLA Jagdish Panchal: જગદીશભાઇ ઇશ્વરભાઇ પંચાલ, 46-નિકોલ મતવિભાગ (અમદાવાદ શહેર) વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ 12 ઓગસ્ટ, 1973ના રોજ અમદાવાદ ખાતે થયો હતો.

BJP MLA Jagdish Panchal: જગદીશભાઇ ઇશ્વરભાઇ પંચાલ, 46-નિકોલ મતવિભાગ (અમદાવાદ શહેર) વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ 12 ઓગસ્ટ, 1973ના રોજ અમદાવાદ ખાતે થયો હતો.

  ગુજરાત વિધાનસભા ઈલેક્શન 2022: (Gujarat Assembly election 2022) ભાજપમાં પરીવર્તનની લહેર શરૂ થતા ગુજરાતમાં વિજય રૂપાણીએ (Vijay Rupani) રાજીનામું આપતા નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhpendr Patel) બન્યા હતા. જે બાદ આખી ગુજરાત સરકારના મંત્રીઓમાં ફેરફાર કરી દેવામાં આવતા રાજકીય ભૂકંપ આવી ગયાની સ્થિતિ સર્જાઇ હતી. આ પછી રાજભવન ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કેબિનેટ કક્ષાના 10, રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા 5 મંત્રીઓ અને રાજ્યકક્ષાના 9 મંત્રીઓ એમ મળીને કુલ 24 મંત્રીઓને પદ અને ગુપ્‍તતાના શપથ લેવડાવ્યા હતા. જેમાંથી એક હતા જગદીશભાઇ ઇશ્વરભાઇ પંચાલ. આજે અમે તમને જગદીશ પંચાલના રાજકિય સફર વિશે આ લેખમાં જણાવવા જઇ રહ્યા છીએ.

  કોણ છે જગદીશ પંચાલ? (Who is Jagdish Panchal?)

  જગદીશભાઇ ઇશ્વરભાઇ પંચાલ (Jagdishbhai Iswarbhai Panchal) 46-નિકોલ મતવિભાગ (અમદાવાદ શહેર) વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ 12 ઓગસ્ટ, 1973ના રોજ અમદાવાદ ખાતે થયો હતો. તેમણે એસ.વાય.બી.એ., એમ.બી.એ. ઇન માર્કેટીંગનો અભ્યાસ કરેલો છે. તેઓ ટેક્સટાઇલ મશીનરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ વાંચન-સ્વિમિંગ, બેડમિન્ટન અને સમાજ સેવાનો શોખ ધરાવે છે. રાજ્યમાં સરકાર પરીવર્તન થયા બાદ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં તેઓને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે.

  જગદીશ પંચાલની રાજકિય સફર (Political journey of Jagdish Panchal)

  જગદીશ પટેલ અમદાવાદમાં શરૂઆતથી જ ભાજપ માટે એક મોટો ચહેરો રહ્યા છે. તેઓ વર્ષ 2012માં અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યાર બાદ વર્ષ 2017માં ફરી તેઓ નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા હતા. જગદીશ પંચાલ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે. ગત વર્ષે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં તેમણે 16 સપ્ટેમ્બર, 2021થી વન અને પર્યાવરણ મંત્રી (રાજ્યકક્ષાનો હવાલો) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

  પંચાલની બેઠક નિકોલમાં જ્ઞાતિ સમીકરણો

  ગુજરાત વિધાનસભાની અમદાવાદ શહેરની નિકોલ વિધાનસભા બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના ચાર વોર્ડનો સમાવેશ થાય છે. આ બેઠક નવા સીમાંકનમાં નરોડા અને રદ્દ થયેલી રખિયાલ બેઠકમાંથી બનાવવામાં આવી છે. આ બેઠક પર પટેલ-ઓબીસી અને મુસ્લિમ મતોનો પ્રભાવ વધારે છે. છતાં ભાજપની આ સેફ બેઠક માનવામાં આવે છે. નિકોલ બેઠકમાં અંદાજે પટેલ મતદારો 16.7 ટકા, ક્ષત્રિય 10.3 ટકા, મુસ્લિમ 17.7 ટકા, પરપ્રાંતીય 9.8 ટકા, ઓબીસી 8.3 ટકા અને દલિત 3.9 મતદારો છે. જગદીશ પંચાલ ઓબીસી સમાજ પર પોતાની સારી પકડ ધરાવે છે અને તેથી તેને આ બેઠક પરથી ઓબીસી મતદારોનો સાથ સરળતાથી મળી રહે છે.

  Gujarat election 2022: જાણો કોણ છે હાંસિયામાં ધકેલાઈ ગયેલા કુમાર કાનાણી, કેવી છે તેમની રાજકીય સફર અને તેમની સાથે જોડાયેલા વિવાદો


  કોરોનાની ઝપેટમાં આવ્યા હતા પંચાલ

  વર્ષ 2020માં મે માસમાં નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેઓ માત્ર ક્વોરન્ટાઇન જ થયા છે. પરંતુ તેઓ આ માટે સરકારી હોસ્પિટલને બદલે ખાનગી હોસ્પિટલમાં દાખલ થતાં વિપક્ષ કોંગ્રેસે સવાલો ઉભા કર્યા હતા.

  પંચાલની કરોડોની સંપત્તિનું સરવૈયું

  વર્ષ 2017માં જગદીશ પંચાલે એફિડેવિટમાં આપેલી વિગતો અનુસાર, તેઓની સંપત્તિ અંદાજે 14.57 કરોડ રૂપિયા છે. જેમાં તેમણે 1.34 લાખ કેશ, 13.05 લાખની બેંક ડિપોઝીટ, 74.21 લાખથી વધુના બોન્ડ્સ, ડિબેન્ચર અને શેર, 80.58 લાખની NSS, પોસ્ટલ સેવિંગ, 28.07 લાખના એલઆઇસી અથવા અન્ય ઇન્શ્યોરન્સ, 4.78 કરોડની લોન દર્શાવી હતી. જ્યારે તેમની પાસે 35 તોલા સોનું અને 1 કિલો ચાંદી અને તેમની પત્ની પાસે 65 તોલી સોનું અને 1.5 કિલો ચાંદી છે, જેની કુલ કિંમત અંદાજે 37 લાખથી વધુ છે.

  આ ઉપરાંત તેઓ 9 જગ્યાએ ખેતી લાયક જમીન ધરાવે છે જેની કિંમત અંદાજે 5.19 કરોડથી વધુ છે. જ્યારે 2 બિન ખેતીલાયક જમીનના પણ માલિક છે, જેની કિંમત અંદાજે 52 લાખથી વધુ છે. આ સિવાય 1.44 કરોડથી વધુની કિંમતની કોમર્શિયલ બિલ્ડિંગ અને 46.85 લાખથી વધુની કિંમતની રેસિડેન્શિયલ બિલ્ડિંગની માલિકી પણ જગદીશ પંચાલ ધરાવે છે.

  જગદીશ પંચાલ ખોટા કારણોસર હંમેશા રહે છે વિવાદમાં

  જગદીશ પંચાલ અને વિવાદનો જુનો સંબંધ છે. તેઓ અનેક વખત વગર કારણે વિવાદમાં આવી ચૂક્યા છે.

  - ભાજપના ખાનપુર સ્થિત કાર્યાલયમાં દલિત નેતા તેમજ પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ મંત્રી ગિરીશ પરમારને બેસવા ન દેવાનો જગદીશ પંચાલે શહેર ભાજપ પ્રમુખની રૂએ આદેશ કરતાં ખાસ્સો વિવાદ સર્જાયો હતો. ગિરીશ પરમારે આક્ષેપ કર્યો હતો કે, ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલયમાં તેમના પ્રવેશ પર જગદીશ પંચાલે પાબંદી લગાવી હતી અને આ મામલે તેમણે કાર્યાલયના વ્યવસ્થાપકોને મૌખિક સૂચના આપી હતી. છેક દિલ્હી દરબાર સુધી આ વિવાદના પડઘા પડ્યા હતા.

  - ગુજરાતની વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ધારાસભ્યો વચ્ચે માઈક ઉછળ્યા હતા અને ગાળા-ગાળી તેમજ ઝપાઝપી જેવા વરવા દૃશ્યો સર્જાયા હતા. કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત અને જગદીશ પંચાલ વચ્ચે છૂટાહાથે મારામારી થઈ હતી. જો કે, સમગ્ર મામલે રમખાણ થવાના મૂળમાં જગદીશ પંચાલ દ્વારા કોંગ્રેસી ધારાસભ્યોને સતત બોલવામાં આવતી ગાળો હોવાનો પણ કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો.

  - 2017માં ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલને નિકોલ બેઠક પર ટિકિટ અપાતા ભાજપના સ્થાનિક કાર્યકરોમાં આક્રોશ ભભૂક્યો હતો અને તેમણે રીતસર રેલી કાઢીને વિરોધ દર્શાવ્યો હતો. જગદીશ પંચાલના નામ સામે નિકોલ મતક્ષેત્રના ભાજપના કાર્યકરોમાં એ હદે આકરો વિરોધ હતો કે શિસ્તબદ્ધ ગણાતા ભાજપમાં તેના જ શહેર પ્રમુખ સામે તેમના જ કાર્યકરો છેક ગાંધીનગર કમલમ સ્થિત મધ્યસ્થ કાર્યાલયે બેનર્સ અને પોસ્ટર્સ લઈને પહોંચી ગયા હતા.

  Gujarat election 2022: ગોરખપુરથી લઈને કચ્છ સુધી ચાહક વર્ગ ધરાવે છે યોગી દેવનાથ, ભાજપ આ વર્ષે ગુજરાતના યોગીને આપી શકે છે ટિકિટ


  - ભાવનગરના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી ભારત રત્ન તથા પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા. તે દરમિયાન જગદીશ પંચાલ પાછળ બેસીને ભરપૂર ઝોકા ખાતા-ખાતા રીતસર ઊંઘી જવાને કારણે તેઓ કેમેરામાં આબાદ ઝડપાઈ ગયા હતા.

  - જગદીશ પંચાલ ગુમ થયા હોવાના પોસ્ટર અમદાવાદ શહેરમાં લાગ્યા હતા. યુથ કોંગ્રેસ દ્વારા નિકોલ વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય ગુમ થયેલ છે તેવા પોસ્ટર લગાવતા પંચાલને સામે આવીને જવાબ આપવાની ફરજ પડી હતી. પંચાલે જણાવ્યું હતું કે ' હું ક્યાંય ખોવાયો નથી હું પ્રજાની વચ્ચે છું. વિઘ્નસંતોષી લોકોને દેખાતું નથી. કેટલાક લોકો વિકાસ જોઈ શકતા નથી.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ભુજ | ગોધરા | પાવી જેતપુર | વડોદરા  | કાલોલ | દેદિયાપાડા  | અંકલેશ્વર | ડાંગ| 
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन