Home /News /ahmedabad /

Gujarat election 2022: કરોડો લોકોની આસ્થાના પ્રતિક જગન્નાથ મંદિરનું ધાર્મિક, સામાજિક અને રાજકીય મહત્વ

Gujarat election 2022: કરોડો લોકોની આસ્થાના પ્રતિક જગન્નાથ મંદિરનું ધાર્મિક, સામાજિક અને રાજકીય મહત્વ

Jagannath Temple Political Significance : અમદાવાદની જગન્નાથ રથયાત્રામાં ભક્તોના ઘોડાપૂર જોવા મળે છે. ભાજપ કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષોના આગેવાનો રથયાત્રામાં સીધો કે આડકતરો સહયોગ આપતા હોય છે.

Jagannath Temple Political Significance : અમદાવાદની જગન્નાથ રથયાત્રામાં ભક્તોના ઘોડાપૂર જોવા મળે છે. ભાજપ કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષોના આગેવાનો રથયાત્રામાં સીધો કે આડકતરો સહયોગ આપતા હોય છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: (Gujarat Assembly election 2022) ગુજરાતની પ્રજા ખૂબ ધાર્મિક છે. જેના કારણે નવરાત્રી, જગન્નાથ રથયાત્રા, ઉત્તરાયણ સહિતના તહેવાર ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે. લાખો લોકો દર વર્ષે યોજાતા તહેવારોને માણે છે. ધાર્મિક સ્થળોએ માનવ મહેરામણ જોવા મળે છે. ખાસ કરીને અમદાવાદમાં થતી જગન્નાથ રથયાત્રામાં અનોખો માહોલ રચાય છે. આ રથયાત્રા જગન્નાથ મંદિરેથી નીકળે છે. આ મંદિરે ધાર્મિક અને સેવાકીય કાર્યોનો સંગમ જોવા મળે છે.

  જગન્નાથ મંદિર (Jagannath Temple)

  અમદાવાદની જગન્નાથ રથયાત્રામાં (Jagannath Rath Yatra of Ahmedabad) ભક્તોના ઘોડાપૂર જોવા મળે છે. ભાજપ કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષોના આગેવાનો રથયાત્રામાં સીધો કે આડકતરો સહયોગ આપતા હોય છે. આ રથયાત્રામાં લાખો લોકોની આસ્થા સમાયેલી છે.

  જગન્નાથ મંદિર રામાનંદ સંપ્રદાયના દિગંબર અખાડા સાથે જોડાયેલું છે. અત્યાર સુધીમાં ઘણા મહંતશ્રીઓએ આ ગાદી ઉપર બિરાજમાન રહીને સેવા કરી છે. હાલ જગન્નાથ મંદિરની ગાદી ઉપર બિરાજમાન મહંત દિલિપદાસજી મંદિરની પરંપરા જાળવી રહ્યા છે.

  જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા

  જગન્નાથ મંદિર અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલું છે. ત્યાંથી દર અષાઢી બીજે વિશાળ રથયાત્રા નીકળે છે. તાજેતરમાં જ ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા નીકળી હતી અને આ દિવસ અમદાવાદીઓ માટે લોકોત્સવ બની ગયો હતો. આ દિવસ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. લાખો લોકોએ આ રથયાત્રામાં ભાગ લીધો હતો.

  અહીં ઉલ્લેખનીય છે કે, રથયાત્રામાં શણગારેલા ખટારા, ઉંટગાડીઓ, હાથીઓ, અખાડાઓ, ભજન મંડળીઓ વગેરે જોવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. રથયાત્રાના ચૌદ કિલોમીટરના માર્ગમાં લોકો શ્રીજગન્નાથજીનો મગ, ખીચડો અને જાંબુનો પ્રસાદ લેવા પડાપડી કરતા જોવા મળે છે.

  જગન્નાથ મંદિરની સ્થાપના પાછળની કથા

  જગન્નાથ મંદિરનો ઇતિહાસ અનોખો છે. અંદાજે સાડા ચારસો વરસ અગાઉ અમદાવાદની સાબરમતીના કાંઠા જંગલ જેવા હતા. એક સાધુ સાબરમતીના પટમાં વિહાર કરી રહ્યા હતા. આ સાધુ હનુમાન ભક્ત હતા અને અહીં ઝુંપડી બનાવી તેઓ પ્રભુ ભક્તિ કરી રહ્યા હતા. એક દિવસે તેઓ નદીના પટ ઉપર વિહરી રહ્યા હતા ત્યારે તેમણે કેટલાક ડાઘુઓ વિલાપ કરતા જોયા અને તેઓના વિલાપથી મહાત્માનું હૃદય પણ દ્રવી ઉઠ્યું હતું. તેમણે તપાસ કરતાં યુવાનનું મોત થયું હોવાનું જાણવા હતું. જેથી મૃતક યુવાનના સ્નેહીજનોને સાંત્વના આપતાં મહાત્માએ કેટલાક મંત્રોચ્ચાર કર્યા અને યુવાન ઉપર પાણીનો છંટકાવ કર્યો પોતાની ઝુંપડીમાં ચાલ્યા ગયા હતા. કેટલાક સમયબાદ યુવાન ફરી જીવિત થયો હતો.

  Gujarat election 2022: શું મંગળ ગાવિતનું રાજીનામુ કોંગ્રેસના ગઢમાં પાડશે ગાબડૂં? જાણો ડાંગ વિધાનસભા બેઠકનો ચિતાર


  આ ચમત્કારથી લોકો ચોંકી ગયા અને મહાત્માના ચરણોમાં પડ્યા હતા. આ વાત ગામમાં ફેલાતાં ગામલોકોએ મહાત્માને અહીં જ રોકાઇ જવા વિનંતી કરી હતી અને ગામલોકોનો ભાવ જોઇ સાધુએ અહી હનુમાનજીનુ નાનકડું મંદિર બનાવ્યું અને ત્યાં રહેવા લાગ્યા હતા.

  તેમના અનુગામી સારંગદાસજી જગન્નાથના ભક્ત હતા અને તેઓ ઓરિસ્સાના પુરી જગન્નાથ મંદિરની મુલાકાતે ગયા ત્યારે તેમને ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રાજીની ત્રણ પવિત્ર મૂર્તિઓ સ્થાપિત કરવાનું સ્વપ્ન આવ્યું હતું. આ રીતે મંદિરની સ્થાપના કરવામાં આવી અને તેની અંદર ગૌશાળા પણ બનાવવામાં આવી હતી. ત્યારબાદ 1878માં નરસિંહદાસજીએ પુરીની જેમ અમદાવાદમાં અષાઢી બીજે રથયાત્રા શરૂ કરાવી હતી.

  ભાવિકો માટે વિશેષ પ્રસાદની વ્યવસ્થા

  ભગવાન જગન્નાથના દર્શને આવતા શ્રધ્ધાળુઓ માટે ખાસ પ્રસાદની વ્યવસ્થા કરાઈ છે. જગન્નાથ મંદિરમાં કાળી રોટલી (માલપુવા) અને ધોળી દાળ (દૂધપાક)નો પ્રસાદ ચડાવવામાં આવે છે. માલપુવા સ્પેશિયલ સેવક જ બનાવે છે, માલપુવા સાથે સેવ અને બુંદીનો પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે. આ પ્રસાદનો લ્હાવો દરરોજ હજોરો ભક્તો લે છે.

  ભૂખ્યાનું પેટ ઠારવાની સેવાકીય પ્રવૃત્તિ

  જગન્નાથ મંદિર તરફથી અનેક સેવાકીય પ્રવત્તિઓ ચાલે છે. ભગવાનના દ્વારે આવેલ દરેક ભીક્ષુક માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ પ્રસાદ કે ભોજન લીધા વગર પરત ફરતી નથી. મંદિર દ્વારા રોજના 1000થી વધુ લોકોને જમાડવામાં આવે છે.

  હજારો સાધુ સંતો સાથે મોટી સંખ્યામાં લોકો ભાવથી પ્રસાદ ગ્રહણ કરે છે. જગન્નાથ મંદિરની ગૌ શાળા તરફથી જાતિ કે ધર્મના ભેદભાવ વગર હજારો લોકો પ્રતિદિન નિઃશુલ્ક છાશ વિતરણનો લાભ છે.

  ગૌમાતા સાથે ગજરાજને રાખવાની અલગ વ્યવસ્થા

  મંદિરના પરિસરમાં ભાવિકોની ભીડ વચ્ચે પણ ઊંડી શાંતિનો અનુભવ થાય છે. નિસ્વાર્થ ભાવે કરાતી સેવા જ લોકો જોવા મળે છે. મંદિરમાં આવેલી ગૌશાળામાં ગાયની સેવા કરવામાં આવે છે. ગાયોની સાથે સાથે ગજરાજને રાખવા માટે અલગ જગ્યા ઉભી કરી છે. આ ઉપરાંત મંદિર દ્વારા મેડિકલ સેવા પણ પુરી પાડવામાં આવી રહી છે.

  મંદિરનું ભવ્ય બાંધકામ

  મંદિરનું બાંધકામ ભવ્ય છે. મુખ્યમંદિરમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી બિરાજમાન છે. ત્રણેય મુર્તિઓને ખૂબ સારી રીતે શણગાર સજવામાં આવે છે. ત્યાં ભગવાનના દર્શન કરતા ભક્તને પરમ શાંતિનો અનુભવ થાય છે.

  મુખ્યમંદિરમાં જ જમણી બાજુ ભગવાન નરસિંહદાસજી, રણછોડરાયજી અને તિરુપતિબાલાજીની મનમોહક શણગાર સજેલી મુર્તિઓના દર્શનનો લ્હાવો ભક્તોને મળે છે. મુખ્ય મંદિરની ડાબી બાજુમાં ત્રિમુખી ગુરુ દત્તાત્રેયના દર્શનનો લાભ મળે છે. આ મંદિર પ્રાચીન સમયમાં હનુમાનજીનું મંદિર તરીકે પ્રસિદ્ધ હતું.

  Gujarat election 2022: આ રીતે સમજો ભુજ વિધાનસભા બેઠકનુ ગણિત અને તેના રાજકીય સમીકરણ


  જગન્નાથ મંદિરનું રાજકીય મહત્વ (Political Significance of Jagannath Temple)

  આ મંદિર લાખો લોકો માટે આસ્થાનું પ્રતીક છે. વર્ષે દાડે લાખો લોકો મંદિરમાં દર્શનનો લાભ લે છે. આ ઉપરાંત અષાઢી બીજે નીકળતી રથયાત્રામાં પણ લાખો લોકો ડાયરેક્ટ જોડાય છે અને કરોડો લોકો ટીવી પ્રસારણથી દર્શન કરે છે. જ્યાં એક સાથે અનેક લોકો હોય તે સ્થળનું રાજકીય મહત્વ પણ આપોઆપ વધી જતું હોય છે.

  આ રથયાત્રાના માધ્યમથી લોકો સુધી પહોંચવાનો પ્રયાસ થતો જ હોય છે. આ માટે જ દર વર્ષે રથયાત્રામાં રાજકારણીઓની ઉપસ્થિતિ જોવા મળે છે. ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ભગવાનના રથનો માર્ગ સાફ કરવાની પહિંદ વિધી બાદ રથયાત્રા શરૂ થાય છે. મુખ્યમંત્રી દ્વારા જગતના નાથ નગરયાત્રાએ નીકળે ત્યારે રસ્તો સાફ કરવામાં આવે છે તથા રાજ્યના પ્રથમ નાગરિક દ્વારા જ ભગવાનના રથનું દોરડું ખેંચીને રથને પ્રસ્થાન કરાવવામાં આવે છે. ગુજરાતમાં 1990થી પહિંદ વિધિની શરૂઆત કરાઈ હતી.

  મહંત દિલિપદાસજીના સેવા કાર્યો

  સરળ અને પ્રભુ પરાયણ સ્વભાવના મહંત રામહરદાસજી લોકોમાં દીન-દુઃખીયાના બેલી અને ગૌ સેવક તરીકે ઓળખાય છે. અનેક લોકો તેમના આશીર્વાદ મેળવે છે. મહંત રામહરદાસજી પછી મહંત રાજેશ્વરદાસજી તેમના પછી હાલમાં મહંત દીલીપદાસજી શ્રીજગન્નાથજી મંદિરની સેવા-પૂજા સાથે ગાદી સંભાળી રહ્યા છે. હાલના મંદિરનું પુનઃનિર્માણ સન 1999-2000માં મહંત રાજેશ્વરદાસજીના હસ્તે કરવામાં આવ્યું હતું.

  કોરોના મહામારીના કારણે તૂટી હતી પરંપરા

  અમદાવાદ સંવેદનશીલ શહેર છે, તેથી ઘણી વખત રથયાત્રા દરમિયાન કોમી તોફાનનો ડર રહે છે. વર્ષ 1946, 1969, 1985 અને 2002ના કોમી તોફાનો વખતે હજારોની સંખ્યામાં પોલીસ જવાનો, રેપિડ એકશન ફોર્સ અને પેરામિલેટ્રીના બંદોબસ્ત સાથે રથયાત્રાની પરંપરા જાળવી રાખવામાં આવી હતી, જોકે 143 વર્ષની પરંપરા વર્ષ 2020 કોરોના મહામારીમાં તુટી હતી.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ગોધરા | પાવી જેતપુર | વડોદરા  | કાલોલ | દેદિયાપાડા  | અંકલેશ્વર |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन