Home /News /ahmedabad /વિધાનસભાની ચૂંટણીમાં હવે હાઈટેક પ્રચાર, 2022ની ચૂંટણીમાં સર્જાશે એક અનોખો ઈતિહાસ

વિધાનસભાની ચૂંટણીમાં હવે હાઈટેક પ્રચાર, 2022ની ચૂંટણીમાં સર્જાશે એક અનોખો ઈતિહાસ

ચૂંટણીમાં હવે રોબોટ પ્રચાર કરશે

Gujarat Elections 2022: અમદાવાદના એન્જિનિયર આકાશ ગજ્જરે રોબોટ બનાવ્યા છે તે પણ ચૂંટણી પ્રચાર કરતા રોબોટ. હવે ચૂંટણીમાં રોબોટને પ્રચાર કરતા જોઈને તમે પણ દંગ રહી જશો.

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય ગરમાવો તેજ બની રહ્યો છે. રોજે રોજ પ્રચારમાં અવનવા રંગ જોવા મળી રહ્યા છે. હવે વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કઈક અલગ જ અંદાજમાં જોવા મળશે. અમદાવાદના એન્જિનિયર આકાશ ગજ્જરે રોબોટ બનાવ્યા છે તે પણ ચૂંટણી પ્રચાર કરતા રોબોટ. હવે ચૂંટણીમાં રોબોટને પ્રચાર કરતા જોઈને તમે પણ દંગ રહી જશો. વિધાનસભાની ચૂંટણીને લઈને ઘણા બદલાવ આવી રહ્યા છે. ચૂંટણી પ્રચારમાં હવે ટેક્નોલોજીનો ઉપયોગ થતો જોવા મળશે.

ચૂંટણીમાં હવે રોબોટ પ્રચાર કરશે


વિધાનસભાની ચૂંટણીમાં કોઈ જગ્યાએ સભા કરવામાં આવે છે તો કોઈ જગ્યાએ રેલી કરવામાં આવે છે. ઘણા નેતાઓ લોકોના ઘરે ઘરે ફરીને પ્રચાર કરતા હોય છે તો કોઈ ઢોલ નગારા અને ડીજેના તાલે ઝૂમીને મતદારોનું ધ્યાન ખેંચતા હોય છે. પરંતુ ચૂંટણી પ્રચારમાં ટેક્નોલોજીનો ઉપયોગ અને તેમાં પણ રોબોટનો ઉપયોગ કદાચ તમે નહિ જોયો હોય. પણ આ વખતની ચૂંટણીના પ્રચારમાં તમે રોબોટને પ્રચાર કરતો જોઈ શકશો. કારણકે અમદાવાદના એન્જિનિયર આકાશ ગજ્જરે ચૂંટણી પ્રચાર કરતા રોબોટ તૈયાર કર્યા છે.

આ પણ વાંચો: રાજ્યમાં ચૂંરણીનો મહોત્સવ પરંતુ અહીં લાગ્યા ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો

એક રોબોટ નડિયાદમાં પ્રચાર માટે મુકાયો


ચૂંટણી પ્રચાર માટે આકાશે 40 રોબોટ બનાવ્યા છે. આકાશે તૈયાર કરેલ એક રોબોટ નડિયાદમાં ઉમેદવારના પ્રચારમાં લાગી ગયો છે. જ્યારે અન્ય રોબોટ અમદાવાદ, રાજકોટ અને સુરતમાં મોકલવામાં આવશે. આકાશે ગત વર્ષે રોબોટ કાફે પણ બનાવ્યું હતું. આ રોબોટ સામાન્ય કાર્યકર્તાની જેમ ઉમેદવાર સાથે જઈને પ્રચાર કરે છે. આજના ડિજિટલ યુગમાં રોબોટથી 2022ની ચૂંટણીમાં ગુજરાતમાં પ્રથમ વખત પ્રચાર કરવામાં આવશે. આ ચૂંટણીમાં રોબોટ સફળ થશે તો 2024ની ચૂંટણીમાં પણ રોબોટ પ્રચાર કરે તે માટે મોટો પ્રોજેકટ શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: રિવાબા જાડેજાએ કહ્યું - ‘રવિન્દ્ર જાડેજા મારા માટે બુસ્ટર ડોઝ છે’

રોબોટ રિમોટથી ઓપરેટ થઈ શકશે


આકાશનું કહેવું છે કે, ‘રોબોટની અંદરની તમામ વસ્તુ ભારતના અંદર બનેલી જ વાપરવામાં આવી છે. રોબોટ રિમોટથી ઓપરેટ થઈ શકશે. રોબોટમાં સોફ્ટવેર પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે જેથી તે માણસની જેમ વાત કરી શકશે. રોબોટ સામાન્ય કાર્યકર્તાની જેમ બોલી શકે તે માટે સ્પીકર અને ચિપ રાખવામાં આવી છે. રોબોટે શુ બોલવું તે પણ રેકોર્ડ કરીને અંદર સેટ કરવામાં આવ્યું છે. રોબોટ કોઈ પણ વ્યક્તિ ખૂબ જ સરળતાથી ઓપરેટ કરી શકે તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે.’
Published by:Vimal Prajapati
First published:

Tags: Assembly Election 2022, Election 2022, Gujarat Assembly Election 2022, Robot

विज्ञापन
विज्ञापन