Home /News /ahmedabad /ભાજપમાં આંતરિક વિરોધ હોવા છતાં હાર્દિક પટેલને ટિકિટ મળવાની સંભાવના, બે સિનિયર MLAનું પત્તુ કપાશે?
ભાજપમાં આંતરિક વિરોધ હોવા છતાં હાર્દિક પટેલને ટિકિટ મળવાની સંભાવના, બે સિનિયર MLAનું પત્તુ કપાશે?
આંતરિક વિરોધનો સૂર હોવા છતાં હાર્દિક પટેલને ટિકિટ અપાઇ શકે છે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.
Gujarat Assembly Elections 2022: ચૂંટણી પંચે ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ત્યારે હવે તમામ પક્ષો પોતાના ઉમેદવારોની પસંદગી કરવામાં લાગી ગયા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ રાજ્યમાં તમામ પક્ષ પોતાના ઉમેદવારોને લઇ મંથામણ કરી રહ્યા છે. ત્યારે ભાજપ, કોગ્રેસ અને આપમાં ઉમેદવારોની પસંદગીને લઇ કકળાટ પણ સામે આવી રહ્યો છો તો કેટલાક કાર્યકર્તાઓ પેરાશુટ ઉમેદવારોને લઇ વિરોધ કરી રહ્યા છે. આવામાં કોંગ્રેસમાંથી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરનારા હાર્દિક પટેલ માટે ભાજપમાં જ આંતરિક વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે.
આજે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારની પાંચ બેઠકો પર પ્રદેશ ભાજપ દ્વારા ચર્ચા કરાઇ છે. વિરમગામ, સાણંદ, ધોળકા, ધંધુકા અને દસ્ક્રોઇ બેઠક માટે ચર્ચા ભાજપ કાર્યાલયમાં ચર્ચા થઇ હતી. જેમાં વિરમગામ બેઠક પર હાર્દિક પટેલ માટે ભાજપમાં જ આંતરિક વિરોધનો સૂર હોવા છતાં હાર્દિક પટેલને ટિકિટ અપાઇ શકે છે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.
બીજી તરફ સૂત્રોનું એવું પણ કહેવું છે કે, ધોળકા બેઠક પરથી ભૂપેનદ્ર સિંહ ચૂડાસમાની ટિકિટ કપાવાની સંભાવના છે. તો દસ્ક્રોઇ બેઠક પરથી સિનિયર ધારાસભ્ય બાબુ જમના કપાવાની સંભાવના છે. ત્યાં જ સાણંદ બેઠક પરથી કનુભાઇ પટેલને રિપીટ કરાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
ઉલ્લેખનિય છે કે, ચૂંટણી પંચે ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ત્યારે હવે તમામ પક્ષો પોતાના ઉમેદવારોની પસંદગી કરવામાં લાગી ગયા છે. ભાજપ પણ પોતાના ઉમેદવારોની પસંદગીની કવાયતમાં લાગી ગયા છે. ગુરૂવારે અમિત શાહની હાજરીમાં ભાજપના 47 ઉમેદવાર અંગે વિચારણા કરવામાં આવી હતી. આજે વધુ 58 ઉમેદવારો અંગે મંથન કરવામાં આવશે.