liveLIVE NOW

Gujarat Exit Poll 2022: ગુજરાતમાં PM મોદીનો જાદુ યથાવત, એક્ઝિટ પોલમાં BJPને બહુમતનું અનુમાન

Gujarat Election Exit Poll 2022 Live Updates: ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ સામે આવેલા તમામ Exit Poll માં ભારતીય જનતા પાર્ટીને ભારે બદુમત મળતું હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે અને ભાજપ ફરીથી સત્તામાં આવે તેવું અનુમાન સેવાઇ રહ્યું છે.

 • News18 Gujarati
 • | December 05, 2022, 20:13 IST |  Gujarat, India
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 2 MONTHS AGO
  20:10 (IST)
  સી-વોટરના એક્ઝિટ પોલમાં ભાજપ માટે સંપૂર્ણ બહુમતીનું અનુમાન કરવામાં આવ્યું છે. એક્ઝિટ પોલ મુજબ, ભાજપને 131થી 142 બેઠકો, કોંગ્રેસને 28થી 36 બેઠકો, AAPને 7થી 15 બેઠકો, જ્યારે અન્યને 0થી 2 બેઠકો મળવાની ધારણા છે.

  20:9 (IST)
  ભાજપ 150 થી વધુ બેઠકો જીતે તેવી શક્યતા છે. ઈન્ડિયા ટુડે અને એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં ભાજપ 150 બેઠકોની સંપૂર્ણ બહુમતી સાથે રાજ્યમાં સરકાર બનાવતી જોવા મળી રહી છે. એક્ઝિટ પોલ અનુસાર, ભાજપને 129થી 151 બેઠકો, કોંગ્રેસને 16થી 30 બેઠકો, AAPને 9થી 21 બેઠકો, જ્યારે અન્યને 2થી 6 બેઠકો મળવાની ધારણા છે.

  19:38 (IST)
  ટાઇમ્સ નાઉના એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ બહુમત સાથે સરકાર બનાવતી નજર આવી રહી છે. એક્ઝિટ પોલનું માનીએ તો ભાજપને 131 સીટ, કોંગ્રેસને 41 સીટ, આપને 6 સીટ અને અન્યના ખાતામાં 4 સીટો મળવાનું અનુમાન છે.

  19:14 (IST)
  એબીપી-સી વોટરના સર્વે મુજબ ઉત્તર ગુજરાતની 32 બેઠકોમાંથી ભાજપને 21થી 25 બેઠકો, કોંગ્રેસને 6થી 10 બેઠકો, AAPને 0થી 1 બેઠક, અન્યને 0થી 2 બેઠકો મળી રહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતની 35માં ભાજપને 24થી 28 બેઠકો, કોંગ્રેસને 4થી 8, AAPને 1થી 3 બેઠકો જ્યારે અન્યને 0થી 2 બેઠકો મળી રહી છે. ઉત્તર ગુજરાતમાં ભાજપને 48 ટકા, કોંગ્રેસને 40 ટકા અને AAPને 8 ટકા વોટ મળ્યા છે.

  19:9 (IST)
  રિપબ્લિક ન્યૂઝના એક્ઝિટ પોલમાં બાજપને પૂર્ણ બહુમત સાથે સત્તામાં વાપસીનું અનુમાન વ્યક્ત કરાયું છે. એક્ઝિટ પોલ અનુસાર, ભાજપને 128 થી 148 સીટો, કોંગ્રેસને 30-42 સીટો, આમ આદમી પાર્ટીને 2 થી 10 સીટો, જ્યારે અન્યના ખાતામાં 0 થી 3 સીટો મળવાનું અનુમાન છે.

  18:59 (IST)
  P-MARQ ના એક્ઝિટ પોલમાં પણ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં ભારે બહુમલ મળી રહ્યો છે. P-MARQના એક્ઝિટ પોલ અનુસાર, ભાજપને 128-148, કોંગ્રેસને 30-42, આમ આદમી પાર્ટીને 02-10 અને અન્યના ખાતામાં 01-02 સીટો આવી શક્વાનું અનુમાન છે.

  18:54 (IST)
  દક્ષિણ ગુજરાતની 35 સીટો પર આમ આદમી પાર્ટી કમાલ કરતી જોવા મળી રહી છે. જો સી-વોટરના સર્વેનું માનીએ તો ત્યાં આપને 27 ટકા વોટ મળતા દેખાઇ રહ્યા છે. જોકે બીજેપી હજુ પણ 38 ટકા વોટ સાથે ટૉપ પર યથાવત છે. સર્વેમાં કોંગ્રેસને દક્ષિણ ગુજરાતમાં 23 ટકા વોટ સાથે ત્રીજા ક્રમે ખસકતી નજર આવી રહી છે.

  18:44 (IST)
  ન્યૂઝ એક્સ અને જન કી બાતના એક્ઝિટ પોલમાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળવાની આગાહી કરવામાં આવી છે. એક્ઝિટ પોલ અનુસાર, ભાજપને 117થી 140 બેઠકો, કોંગ્રેસને 34-51 બેઠકો, AAPને 6થી 13 બેઠકો, જ્યારે અન્યને 1થી 2 બેઠકો મળવાની ધારણા છે.

  18:38 (IST)
  ગુજરાતમાં 1962, 1967 અને 1972માં કોંગ્રેસે પ્રથમ ત્રણ વિધાનસભા ચૂંટણી જીતી હતી. 1975માં કટોકટી લાદવામાં આવ્યા બાદ લડવામાં આવેલી ચૂંટણીઓમાં મોરારજી દેસાઈની આગેવાની હેઠળના પક્ષોના ગઠબંધન, જનસંઘ અને બળવાખોર કોંગ્રેસના નેતા ચીમનભાઈ પટેલની આગેવાની હેઠળની કિસાન મઝદૂર પાર્ટી દ્વારા તેનો પરાજય થયો હતો. ત્યારબાદ 1980 અને 1985ની ચૂંટણીમાં કોંગ્રેસે જીત મેળવી હતી. 1990ની ચૂંટણીમાં જનતા દળ અને ભાજપ મજબૂત તાકાત તરીકે ઉભરી આવ્યા હતા. 1995 પછી યોજાયેલી તમામ ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે.

  18:36 (IST)
  #ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017ના એક્ઝિટ પોલ
  ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે.  એક ડિસેમ્બરના રોજ 89 બેઠકો માટે મતદાન થયુ હતું ત્યાં જ આજે 5 ડિસેમ્બરના રોજ 93 બેઠકો માટે મતદાન થયુ છે. જોકે પ્રથમ તબક્કામાં મતદાન ઓછુ થયુ હતું ત્યાં જ આજે બીજા તબક્કાના મતદાનમાં વધારો જોવા મળ્યો છે. ગુજરાત વિધાનસભાના 182 બેઠકના તમામ ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થયા છે. જણાવી દઈએ કે, આગામી 8 ડિસેમ્બરના રોજ ચૂંટણી પરિણામ જાહેર થશે. ત્યારે વિધાનસભા ચૂંટણીના પરિણામના એક્ઝિટ પોલ (Exit Poll 2022) શું કહી રહ્યા છે તે આપને જણાવીશું...

  ગુજરાતમાં શું ફરીતી ભારતીય જનતા પાર્ટી પોતાનો કેસરિયો લહેરાવી શક્શે કે પછી કોંગ્રેસ કોઇ કમાલ કરી દેખાડશે? આ વખતે પ્રથમવાર ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી ગઇ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીનું છેલ્લા તબક્કાનું મતદાન આજે સાંજે 5 વાગ્યાની આસપાસ પૂર્ણ થઇ ગયું છે. થોડી જ ક્ષણોમાં કેટલીક એજેન્સીઓ એક્ઝિટ પોલ જાહેર કરશે. જ્યાં આ તમામ સવાલોના જવાબો મળી જશે.

  હવે રાજ્યના નાગરિકો સહિત રાજનેતાઓ અને પાર્ટીના કાર્યકર્તાઓ પણ Exit Pollની રાહ જોઇ રહ્યા છે. ‘એક્ઝિટ પોલ’ કે તેના પરિણામો પર સૌ કોઇ મીટ માંડીને બેઠા છે ત્યારે News18 ગુજરાતી પર સતત અપડેટ આપવામાં આવી રહી છે.

  આજે બીજા તબક્કાના મતદાન દરમિયાન સવારે થોડું નીરસ માહોલ જણાતું હતું પરંતુ ત્યાર પછી બપોર પછી થોડી સ્પીડ પકડી હતી અને આખરે ઘણું ખરું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. ત્યાં જ શહેરી વિસ્તોરોના મુકાબલે ગ્રામ્ય વિસ્તારોમાં સારૂ એવું મતદાન થયું છે. એક અનુમાન અનુસાર રાજ્યમાં બીજા તબક્કાનું મતદાન 67 ટકાની આસપાસ થયુ છે.

  જો કે આજે ગુજરાત વિધાનસભા 2022 નું મતદાન પૂરું થયા બાદ આજે અમે ગુજરાતી ન્યૂઝ18.કોમ ( https://gujarati.news18.com/ ) પર સૌથી પહેલા તમને એક્ઝિટ પોલ અંગેની તમામ જરૂરી માહિતી પૂરી પાડીશું.
  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन