Home /News /ahmedabad /

Gujarat election: ધોળકા બેઠક પર ફરી રસાકસી થશે? ભાજપ ભુપેન્દ્રસિંહ ચુડાસમાને આ બેઠક પર રિપીટ કરશે?

Gujarat election: ધોળકા બેઠક પર ફરી રસાકસી થશે? ભાજપ ભુપેન્દ્રસિંહ ચુડાસમાને આ બેઠક પર રિપીટ કરશે?

2017માં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને કુલ 71,530 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના અશ્વિન રાઠોડને 71,203 વોટ મળ્યા હતા. આમ 327 વોટની પાતળી સરસાઇથી ભાજપે કોંગ્રેસને હાર આપી હતી. બંનેને અનુક્રમે 44.47 ટકા અને 44.27 ટકા મત મળ્યા હતા.

2017માં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને કુલ 71,530 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના અશ્વિન રાઠોડને 71,203 વોટ મળ્યા હતા. આમ 327 વોટની પાતળી સરસાઇથી ભાજપે કોંગ્રેસને હાર આપી હતી. બંનેને અનુક્રમે 44.47 ટકા અને 44.27 ટકા મત મળ્યા હતા.

    ગુજરાત વિધાનસભા (Gujarat election)ની ચૂંટણીને હવે થોડા મહિના જ બાકી છે. આ ચૂંટણી પર સમગ્ર દેશનું ધ્યાન રહેશે. ભાજપ પોતાની સરકાર (BJP government) બચાવવા પ્રયાસ કરશે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષો વધુને વધુ બેઠક જીતવા માટે ચૂંટણી લડશે. આગામી વિધાનસભા ચૂંટણી માટે જ્ઞાતિ જાતિના સમીકરણો, લોકોમાં રોષ, વિવિધ આંદોલનની અસર, વિકાસ કામ, પક્ષ પલટો સહિતના પાસાઓને ધ્યાનમાં રાખી રણનીતિ ઘડાઈ રહી છે. આ બાબતોમાં પાતળી સરસાઈથી પર મળેલી જીતને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. જ્યાં કોંગ્રેસ (Congress) ખૂબ ઓછા માર્જિનથી જીતી છે ત્યાં ભાજપ (BJP) જોર લગાવશે અને જ્યાં ભાજપ ઓછા મતથી જીત્યું છે, ત્યાં કોંગસ સહિતના પક્ષો તાકાત લગાવશે. આવી જ એક બેઠક ધોળકા વિધાનસભા બેઠક (Dholka assembly constituency) છે.

    ગત ચૂંટણીમાં આ બેઠક પર ખૂબ રસાકસી જામી હતી અને ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ચુડાસમા ખૂબ પાતળી સરસાઈ એટલે કે માત્ર 327 જેટલા મતથી જ જીત્યા હતા. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડનો પરાજય થયો હતો. ત્યારબાદ આ બેઠક માટેની મતગણતરીનો વિવાદ થયો હતો અને આ વિવાદ પહેલા હાઇકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.

    ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પંથકના પાવરફુલ નેતા

    ધોળકા વિધાનસભા વિસ્તારમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા પાવરફુલ નેતા છે. તેઓ 2012 અને 2017ની ચૂંટણીઓમાં અહીંથી ચૂંટાતા આવ્યા છે. 2017માં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને કુલ 71,530 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના અશ્વિન રાઠોડને 71,203 વોટ મળ્યા હતા. આમ 327 વોટની પાતળી સરસાઇથી ભાજપે કોંગ્રેસને હાર આપી હતી. બંનેને અનુક્રમે 44.47 ટકા અને 44.27 ટકા મત મળ્યા હતા.

    ગુજરાત વિધાનસભાની અમદાવાદ જીલ્લાની ધોળકા વિધાનસભા બેઠકમાં ધોળકા પંથક ભાલ વિસ્તારના ડાંગર અને ઘઉં ઉત્પાદન માટે જાણીતો છે. ધોળકાના ભાજપના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા રાજ્ય સરકારમાં શિક્ષણ પ્રધાન તરીકે મહત્વના પ્રધાન પદ પર જવાબદારી નિભાવી ચુક્યા છે.

    ધોળકા બેઠક પર કોનું છે પ્રભુત્વ?

    ધોળકા વિધાનસભા બેઠલ પર કોળી પટેલ, દલિત અને ક્ષત્રિય મતદારોનું પ્રભૂત્વ જોવા મળે છે. મળતા આંકડા મુજબ આ બેઠક પર કોળી પટેલ મતદારો 17.8 ટકા, પટેલ સમુદાય 10.8 ટકા, દલિત સમુદાય 17.8 ટકા, ક્ષત્રિય સમુદાય 15.3 ટકા, મુસ્લિમ સમુદાય 11.2 ટકા, ઠાકોર સમુદાય 10.2 ટકા, માલધારી સમુદાય 7.6 ટકા અન્ય સમુદાય 9.30 ટકા છે.

    અહીં ઉલ્લેખનીય છે કે, વર્ષો પહેલા એટલે કે 1962થી ધોળકા વિધાનસભાની બેઠક કૉંગ્રેસની ગણાતી હતી. અગાઉ ધોળકા બેઠક પર જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 1980 અને 1985ની બે ચૂંટણી હારી ચૂક્યા હતા.

    અલબત્ત ત્યારબાદ સમય અને સમીકરણો બદલાયા હતા અને આ બેઠક ભાજપે પહેલીવાર 1990માં જીતી હતી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કૉંગ્રેસના પરસોત્તમ મકવાણાને હરાવ્યા હતા. તેઓ ત્યારબાદ 1995માં પણ ધોળકા બેઠક પરથી જીત્યા હતા.

    જોકે, 1998ની ચૂંટણીમાં એમનો કૉંગ્રેસના ઉમેદવાર કાનજીભાઈ તળપદા સામે પરાજય થયો હતો. ત્યારબાદ 2002માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક ફરીથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જીતી લીધી હતી. જોકે, એ વખતે એમની જીતનું માર્જિન ફક્ત 722 મતનું હતું અને તેઓ કૉંગ્રેસના ઉમેદવાર કાનજીભાઈ તળપદા સામે વિજય થયા હતા.

    આ પછી ફરી સમય અને સમીકરણો બદલાયા હતા અને 2007માં કાનજીભાઈ તળપદાએ આ બેઠક ફરીથી જીતી લીધી હતી. જોકે, 2012માં કૉંગ્રેસે પ્રયોગ કર્યો અને કાનજીભાઈને બદલે ચાવડા પ્રધ્યુમનસિંહને ટિકિટ આપી હતી. જેથી ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહનો તે ચૂંટણીમાં શાનદાર વિજય થયો હતો.









































































    વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
    2017ભૂપેન્દ્રસિંહ ચુડાસમાભાજપ
    2012ભૂપેન્દ્રસિંહ ચુડાસમાભાજપ
    2007કાનજીભાઈ તળપદાકોંગ્રેસ
    2002ભૂપેન્દ્રસિંહ ચુડાસમાભાજપ
    1998કાનજીભાઈ તળપદાકોંગ્રેસ
    1995ભૂપેન્દ્રસિંહ ચુડાસમાભાજપ
    1990ભૂપેન્દ્રસિંહ ચુડાસમાભાજપ
    1985પરસોત્તમભાઈ મકવાણાકોંગ્રેસ
    1980પરસોત્તમભાઈ મકવાણાકોંગ્રેસ
    1975પરસોત્તમભાઈ મકવાણાકોંગ્રેસ
    1972પરસોત્તમભાઈ મકવાણાકોંગ્રેસ
    1967કેજી ઘીયાકોંગ્રેસ
    1962ભાનુપ્રસાદ પંડયાકોંગ્રેસ

    આ દરમિયાન 2017ની ચૂંટણીનો માહોલ થોડો અલગ હતો. તે ચૂંટણી આંદોલનોના ઓછાયા વચ્ચે લડાઈ હતી અને તે ચૂંટણીમાં ભાજપ સામે મોટો પડકાર ઉભો હતો. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની સામે ધોળકામાં દલિતોએ જમીનના અધિકારને લઈને આંદોલન કર્યું હતું. આ આંદોલનની આગેવાની જિજ્ઞેશ મેવાણીએ લીધી હતી.

    ભુપેન્દ્રસિંહ ચુડાસમાને શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ

    ગુજરાત વિધાનસભા તરફથી વર્ષ 2019 અને વર્ષ 2020 માટે શ્રેષ્ઠ ધારાસભ્યોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વર્ષ 2019માં ભુપેન્દ્રસિંહ ચુડાસમાની પસંદગી કરવામાં આવી હતી. તેમણે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહીતના આગેવાનોની હાજરીમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.

    ધોળકા બેઠક પરનો વિવાદ અને કોર્ટ કેસ

    પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનું ધારાસભ્ય પદ કોર્ટ કેસમાં ગૂંચવાયું હતું. 2017 વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે આંગળીના વેઢે ગણી શકાય તેટલા મતોથી જીત્યા હતા. ત્યારે કૉંગ્રેસએ આ જીતને હાઇકોર્ટમાં પડકારી હતી.

    અશ્વિન રાઠોડે ફરિયાદમાં જણાવ્યું હતું કે, 429 જેટલા બેલેટપેપરો કે જેમાં મોટા ભાગના તેમના તરફે મત હતા તેને ધ્યાને લેવામાં આવ્યા ન હતા. ચૂંટણી પંચના નિયમ પ્રમાણે ઇવીએમની મતગણતરી પહેલા બેલેટપેપરની ગણતરી કરવાની જોગવાઈ છે.

    તેને બાજુએ મૂકીને ઇવીએમની મતગણતરી કરી દેવામાં આવી હતી. બીજી તરફ ચૂંટણી પંચે પણ સ્વીકાર્યું હતું કે, ધોળકા બેઠકની મતગણતરીમાં ગફલત થઈ છે અને તેણે ગુજરાત સરકારને ધોળકાના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની અને ઓર્બ્ઝવર આઈએએસ વિનીતા બોહરા સામે સખત પગલા લેવા પણ જણાવ્યું હતું.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

    આચારસંહિતા હતી ત્યારે જ ભૂપેન્દ્ર ચુડાસમાને ફાયદો કરાવવા માટે ડે. કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિને બદલીને તેમના સ્થાને ધવલ જાનીની નિમણૂક કરવામાં આવી હોવાનો આક્ષેપ થયો હતો. આ મતગણતરીમાં બેલેટ પેપરોની ગણતરી કરવામાં ના આવી હોવાનો વિવાદ ઊભો થયો હતો.

    જેથી ધોળકા વિધાનસભા સીટ પર પૂર્વ કાયદા અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી પિટિશન થઈ હતી. જેના ચુકાદામાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મોટો ઝટકો લાગ્યો હતો. ગુજરાત હાઇકોર્ટે ધોળકા બેઠકની વિધાનસભાની ચૂંટણી રદ કરી દીધી હતી. ત્યાર બાદ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જ્યાં તેમણે રાહત મળી હતી અને ધોળકા બેઠક પર તેમનું ધારાસભ્ય પદ બચ્યું હતું.

    જોકે આ વખતે તેમને રિપીટ કરવા કે કેમ તેને લઈને પક્ષમાં ગડમથલ ચાલી રહી છે. કારણ કે તેમની જીતનું માર્જિન સાવ નજીવું છે. આ વિસ્તારમાં ભાજપનું પ્રભુત્વ ઓછું થયું હોવાનું ફલિત થાય છે. જેથી તેમને ધોળકાથી લડાવવા કે પછી અન્ય કોઈ બેઠક પર થી લડાવવા તેને લઇને પક્ષે વિચારણા હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

    વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  ખેરાલુ  |
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन