Home /News /ahmedabad /

સાત ટર્મથી દસક્રોઈ બેઠક પર ભાજપનો દબદબો, વિધાનસભા ચૂંટણીમાં થશે રસાકસીભરી જંગ

સાત ટર્મથી દસક્રોઈ બેઠક પર ભાજપનો દબદબો, વિધાનસભા ચૂંટણીમાં થશે રસાકસીભરી જંગ

વર્ષ 2017માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બાબુભાઇ જમનાદાસ પટેલે કોંગ્રેસના પંકજભાઈ ચીમનભાઈ પટેલને હરાવ્યા હતા. વર્ષ 2012માં ભાજપના બાબુભાઈ જમનાદાસ પટેલે કોંગ્રેસના લક્ષ્મણ બારૈયાને હરાવ્યા હતા.2007માં બાબુભાઈ જમનાદાસ પટેલે જીત મેળવી હતી અને કોંગ્રેસના મધુ ઠાકોરને હરાવ્યા હતાં.

વર્ષ 2017માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બાબુભાઇ જમનાદાસ પટેલે કોંગ્રેસના પંકજભાઈ ચીમનભાઈ પટેલને હરાવ્યા હતા. વર્ષ 2012માં ભાજપના બાબુભાઈ જમનાદાસ પટેલે કોંગ્રેસના લક્ષ્મણ બારૈયાને હરાવ્યા હતા.2007માં બાબુભાઈ જમનાદાસ પટેલે જીત મેળવી હતી અને કોંગ્રેસના મધુ ઠાકોરને હરાવ્યા હતાં.

વધુ જુઓ ...
    Gujarat Assembly Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 મહાજંગમાં દસક્રોઇ બેઠકની વાત કરીએ તો દસક્રોઈ વિધાનસભા બેઠક પર છેલ્લા સાત ટર્મથી ભાજપનો દબદબો રહ્યો છે. કોંગ્રેસ તથા અન્ય પક્ષોએ આ વિધાનસભા બેઠક જીતવા માટે એડીચોટીનું જોર લગાવવું પડશે. અહીંયા અમે તમને અમદાવાદની દસક્રોઈ વિધાનસભા બેઠકની જાણકારી આપી રહ્યા છે. આ બેઠક પર જાતિગત સમીકરણો, રાજકારણ તથા કયા કયા વિવાદો સામે આવ્યા છે, તે અંગે વિગતવાર જણાવવામાં આવ્યું છે.

    દસક્રોઈ વિધાનસભા બેઠક

    દસક્રોઈ વિધાનસભા બેઠકમાં લપકામણ, લીલાપુર, ખોડીયાર, છારોડી, જગતપુર, હેબતપુર, ભાડજ, શીલજ, ચેનપુર, ઓગણજ, ઘુમા, શેલા, સોલા, બોડકદેવ, ગોતા (શહેર), થલતેજ (શહેર), બોપલ (શહેર)નો સમાવેશ થાય છે. 2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં દસક્રોઈ વિધાનસભા ક્ષેત્રના મતદારોની કુલ ટકાવારી 56.93 નોંધાઈ હતી.

    વર્ષ 2017માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બાબુભાઇ જમનાદાસ પટેલે કોંગ્રેસના પંકજભાઈ ચીમનભાઈ પટેલને હરાવ્યા હતા. વર્ષ 2012માં ભાજપના બાબુભાઈ જમનાદાસ પટેલે કોંગ્રેસના લક્ષ્મણ બારૈયાને હરાવ્યા હતા.2007માં બાબુભાઈ જમનાદાસ પટેલે જીત મેળવી હતી અને કોંગ્રેસના મધુ ઠાકોરને હરાવ્યા હતાં.

    વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં દસક્રોઈ વિધાનસભા બેઠક માટે બાબુભાઈ જમનાદાસ પટેલને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવતા ભાજપે વિરોધ કર્યો હતો. ત્યારબાદ ભાજપે ફરીવાર વિશ્વાસ સંપાદન કરીને માટે બાબુભાઈ જમનાદાસ પટેલને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા.

    દસક્રોઈ વિધાનસભા મતવિસ્તાર ખેડા લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. વર્ષ 2019માં થયેલ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે કોંગ્રેસના ઉમેદવાર બિમલ શાહને હરાવ્યા હતા.

    જ્ઞાતિ જાતિના સમીકરણો

    દસક્રોઈ વિધાનસભા બેઠકમાં 24.6 ટકા ઠાકોર, 21.4 ટકા પટેલ, 8.7 ટકા દલિત, 8 ટકા ક્ષત્રિય તો 37.4 ટકા અન્ય મતદારોનો સમાવેશ થાય છે. આમ દસક્રોઈ વિધાનસભા બેઠકમાં ઠાકોર અને પટેલ મતદારોનું વધુ વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. દસક્રોઈ વિધાનસભા બેઠકમાં કુલ 3,79,237 મતદારો છે. જેમાંથી 1,81,098 મહિલા મતદારો છે અને 1,98,132 પુરુષ મતદારો છે.

    દસક્રોઈમાં આ કુલ મતદારોમાં આ વર્ષે 15,274 મતદારો નવા નોંધાયા છે. દસક્રોઈમાં 283 મતબૂથ કેન્દ્રોમાંથી 149 મતબૂથ કેન્દ્રો સંવેદનશીલ છે. અમદાવાદમાં સૌથી વધુ સંવેદનશીલ મતબૂથ દસક્રોઈમાં આવેલા છે.

    બાબુભાઈ જમનાદાસ પટેલ

    બાબુભાઈ જમનાદાસ પટેલ કડવા પાટીદાર સમાજના આગેવાન અને ગુજરાત વિધાનસભાની દસક્રોઈ બેઠક ઉપરથી ભાજપ તરફથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. દસક્રોઈ વિધાનસભા બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે.

    છેલ્લા સાત ટર્મથી ભાજપ આ બેઠક પર ભગવો લહેરાવી રહ્યું છે. તો ભાજપના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ છેલ્લા 4 ટર્મ એટલે કે વર્ષ 2002થી 2017 સુધી આ બેઠક પર પ્રભુત્વ ધરાવે છે.































































    વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
    2017બાબુભાઈ પટેલભાજપ
    2012બાબુભાઈ પટેલભાજપ
    2007બાબુભાઈ પટેલભાજપ
    2002બાબુભાઈ પટેલભાજપ
    1998વિજયભાઈ પટેલભાજપ
    1995મધુબેન ઠાકોરભાજપ
    1990મધુબેન ઠાકોરભાજપ
    1985ફતેહસિંહ સોધાકોંગ્રેસ
    1980ફતેહસિંહ સોધાકોંગ્રેસ
    1975વિષ્ણુભાઈ પટેલNCO
    1972રમણલાલ પટેલકોંગ્રેસ

    ઉમિયાધામના પ્રમુખ બનતા વિવાદ

    બાબુભાઈ જમનાદાસ પટેલની ઊંઝા ઉમિયાધામના નવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. ઊંઝા ઉમિયાધામ ખુબ મોટું આસ્થાનું કેન્દ્ર છે સાથે સાથે રાજકીય રીતે પણ ખુબ મહત્વનું સ્થાન ધરાવે છે.

    બાબુભાઈ જમનાદાસ પટેલ ઊંઝા ઉમિયાધામના પ્રમુખ બન્યા બાદ વિવાદ શરૂ થયો હતો. સંસ્થાના સભ્ય પ્રહલાદ પટેલેબાબુભાઈ પટેલપર ખોટી રીતે પ્રમુખ બન્યાનો આક્ષેપ મુક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સંસ્થાના બંધારણ વિરુદ્ધ બાબુભાઈ પટેલની વરણી કરવામાં આવી છે.

    આ મામલે બાબુભાઈ જમનાદાસ પટેલે ઓડિયો ક્લીપ જાહેર કરીને ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મારા પર ખોટા આક્ષેપ મુકવામાં આવે છે. સંસ્થાના સભ્ય પ્રહલાદ પટેલેજ મને પ્રમુખ બનવા માટે દરખાસ્ત કરી હતી. હું તમામ સમાજને સાથે લઈને ચાલું છું, અમે બધા એક જ છીએ. પ્રહલાદ પટેલને કોઈ ભડકાવી રહ્યું છે.

    દસક્રોઈમાંથી નિકોલ, કઠવાડાને દૂર કરવા માગ

    તાજેતરમાં ચૂંટણી પંચ સમક્ષ દસક્રોઈ વિધાનસભામા સમાવિષ્ટ અમદાવાદ શહેરના નિકોલ તેમજ કઠવાડા વિસ્તારોને દૂર કરવાની માગ કરવામાં આવી હતી. જોકે, નવું સીમાંકન વર્ષ 2026માં થવાનું હોવાથી વર્ષ 2022માં આ બે વિસ્તારો દૂર થવાની કોઈ શક્યતાઓ ખૂબ ઓછી છે. નિકોલ અને કઠવાડાને કોર્પોરેશન તથા વિધાનસભાનો બેવડો લાભ થતો હોવાને કારણે દસક્રોઈને નુકસાન થતું હોવાથી નિકોલ અને કઠવાડાને દૂર કરવાની માગ કરવામાં આવી રહી છે.

    બાબુભાઈ જમનાદાસ પટેલ સામે કેસ

    વર્ષ 1996માં અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં થયેલી ઘટના મામલે ભાજપના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડીયા સહિત 39 નેતાઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે જગરૂપસિંહ રાજપૂત દ્વારા નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

    તમામ આરોપીઓ સામે બિનજામીન પાત્ર ધરપકડ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. સરદાર પટેલ સ્ટેડિયમમાં ભાજપના સિનિયર નેતા આત્મારામ પટેલ સહિત અન્ય ભાજપના સિનિયર નેતાઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.

    આત્મારામ પટેલનું ધોતિયું કાઢી નાખીને તેમને માર મારવામાં આવ્યો હતો. ભાજપના આ સિનિયર નેતાઓ શંકરસિંહ વાઘેલાના ટેકેદારો હતા અને તેઓ મધ્યપ્રદેશના ખજુરાહો ગયા હતા. જેના કારણે બદલો લેવા માટે ભાજપના સિનિયર નેતાઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.

    આ મામલે આંતરિક સમાધાન થઈ જવાથી કેસ આગળ ચાલ્યો નહોતો. તેમજ રાજ્ય સરકારે તમામ આરોપીઓ સામેનો કેસ પરત ખેંચવા સરકારી વકીલને સૂચના આપી હતી અને તે માટે અરજી કરવામાં આવી હતી. મેજિસ્ટ્રેટ કોર્ટે કેસ પરત ખેંચવાની અરજી ફગાવી દીધી હતી, જેથી સરકારે આ હુકમને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. આ કેસ ચલાવવા માટે સેશન્સ કોર્ટે મેજિસ્ટ્રેટ કોર્ટને આ કેસ પરત મોકલ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ફરિયાદી પોતે આ કેસ લડવા માગતો નહોતો.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

    વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  ખેરાલુ  |
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन