Home /News /ahmedabad /Gujarat Election 2022 : શું દરિયાપુર બેઠક પર AIMIM અને AAP સમીકરણો ફેરવી નાંખશે? જાણો રાજકીય સમીકરણ
Gujarat Election 2022 : શું દરિયાપુર બેઠક પર AIMIM અને AAP સમીકરણો ફેરવી નાંખશે? જાણો રાજકીય સમીકરણ
Daryapur assembly constituency: અમદાવાદની દરિયાપુર બેઠકમાં નવું સીમાંકન જાણે કોંગ્રેસને ફળ્યું છે. 90 દાયકાથી અહીં ભાજપનું પ્રભુત્વ હતું જોકે છેલ્લી બે ટર્મથી કોંગ્રેસનો હાથ છે. જાણો શું છે આ બેઠકના રાજકીય ગણિત
Daryapur assembly constituency: અમદાવાદની દરિયાપુર બેઠકમાં નવું સીમાંકન જાણે કોંગ્રેસને ફળ્યું છે. 90 દાયકાથી અહીં ભાજપનું પ્રભુત્વ હતું જોકે છેલ્લી બે ટર્મથી કોંગ્રેસનો હાથ છે. જાણો શું છે આ બેઠકના રાજકીય ગણિત
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat assembly election 2022) માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષો (Political parties)ની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. રાજકીય પક્ષોના ટોચના નેતાઓ ગુજરાતની મુલાકાતે આવવા લાગ્યા છે. આ ઉપરાંત પક્ષોએ સંવેદનશીલ અને નબળી બેઠકો પર પોતાના પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો અને બાહુબલી નેતાઓને જવાબદારી સોંપી છે. 182ના લક્ષ્યાંક પાર પાડવા માટે ભાજપ દ્વારા પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. આ માટે તમામ પ્રધાનોને ભાજેપ મેદાનમાં ઉતાર્યા છે. નબળી બેઠકો પર ભાજપનું એડિચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસની પરંપરાગત બેઠકો જીતવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે.
વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. 182 વિધાનસભા બેઠક પર મંત્રી, પૂર્વ મંત્રી અને ધારાસભ્યોએ ધામા નાખ્યા છે અને જે તે વિધાનસભામાં બેઠકની સ્થિતિ જાણી છે. જેનો રિપોર્ટ પણ પહોંચાડી દેવાયો છે. આ સાથે અમદાવાદની 16 સીટ જીતવા ભાજપે અલાયદો એક્શન પ્લાન બનાવ્યો છે. જે અંતર્ગત એસસી અને લઘુમતી વોટને તોડવા રણનીતિ બનાવવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આમ તો અમદાવાદમાં અત્યારે કુલ 16 વિધાનસભા સીટ છે, જેમાં ગત ચુંટણી દરમિયાન 4 સીટ દાણીલીમડા, જમાલપુર, બાપુનગર અને દરિયાપુર બેઠક પર ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. આ તમામ સીટ જીતવા માટે એસસી અને લઘુમતી મતદારોને રીઝવીને કે પછી તેમના વોટ ઇતર-તીતર કરવામાં આવે તો જ ભાજપને જીત હાંસલ થઇ શકે છે.
ભાજપની નજર દરિયાપુરની બેઠક (Daryapur assembly seat) પર છે. આ વિધાનસભા બેઠક અત્યારે કોંગ્રેસ પાસે છે. દરિયાપુર વિધાનસભા મત વિસ્તાર અમદાવાદ પશ્ચિમ લોકસભા મત વિસ્તાર હેઠળ આવે છે.
અમદાવાદ પશ્ચિમમાં એલિસબ્રિજ - 44, અમરાઈવાડી - 50, જમાલપુર - ખાડીયા - 52, મણિનગર - 53, દાણીલીમડા (SC) - 54, અસારવા (SC) - 56 અને દરિયાપુર - 51 વિધાનસભા બેઠકમો સમાવેશ થાય છે. દરિયાપુર વિધાનસભા બેઠકમાં કુલ 1.69 લાખથી વધુ મતદારો હોવાનું કહેવાય છે. જેમાં સૌથી વધુ મતદારો મુસ્લિમ છે.
ત્યારબાદ દલિત, ઠાકોર, લેઉઆ પટેલ, કડવા પટેલ, જૈન, બ્રાહ્મણ અને ક્ષત્રિયનો ક્રમ આવે છે. 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં દરિયાપુર વિધાનસભા ક્ષેત્રના મતદારોની કુલ ટકાવારી 50.00 નોંધાઈ હતી અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર શેખ ગિયાસુદ્દીન હબિબુદ્દીનએ ભારતીય જનતા પાર્ટીના ભરત બારોટને હરાવ્યા હતા.
આગામી વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક કબજે કરવા ભાજપે જોર લગાવ્યું છે અને ચૂંટણી પહેલા ભાજપે દરિયાપૂર બેઠકની જવાબદારી રાજેન્દ્ર ત્રિવેદીને સોંપી છે.
દરિયાપુર-કાઝીપુર મતવિસ્તારના પરિણામ
વર્ષ
જીતનાર ઉમેદવાર
પક્ષ
1962
મોહનલાલ વ્યાસ
કોંગ્રેસ
1967
ટી જે પટેલ
કોંગ્રેસ
1972
મનુભાઈ પિલખીવાલા
કોંગ્રેસ
1975
મનુભાઈ પિલખીવાલા
કોંગ્રેસ
1980
સુરેન્દ્ર રાજપૂત
કોંગ્રેસ
1985
સુરેન્દ્ર રાજપૂત
કોંગ્રેસ
1990
ભરત બારોટ
ભાજપ
1995
ભરત બારોટ
ભાજપ
1998
ભરત બારોટ
ભાજપ
2002
ભરત બારોટ
ભાજપ
2007
ભરત બારોટ
ભાજપ
નવા સીમાંકન બાદ દરિયાપુર બેઠકના પરિણામ
વર્ષ
જીતનાર ઉમેદવાર
પક્ષ
2012
ગ્યાસુદ્દીન શેખ
કોંગ્રેસ
2017
ગ્યાસુદ્દીન શેખ
કોંગ્રેસ
દરિયાપુર વિધાનસભામાં મુસ્લિમ મતદારો કોંગ્રેસને એક તરફી સમર્થન આપી રહ્યા હોવાનું માનવામાં આવે છે, જેના કારણે ગ્યાસુદ્દીન તમામ વિપરીત સંજોગોમાં પણ પોતાની સીટ બચાવી શક્યા છે. જોકે, તેમની જીતનું અંતર ખૂબ જ પાતળું રહ્યું છે. 2007માં શેખ માત્ર 922 મતોથી આગળ હતા, જ્યારે 2012માં આ અંતર વધીને 2600 મતોથી થયું હતું.
ત્યારબાદ 2017માં પણ માર્જિન બહુ મોટું ના કહી શકાય. સામાન્ય રીતે ઓછા માર્જિનથી મેળવેલી બેઠકને સલામત ગણવામાં આવતી નથી. બીજી તરફ દરિયાપુર બેઠક જીતવા માટે ભાજપે એસસી અને લઘુમતી વોટ તોડવા જરૂરી બને છે અને તેના માટે પણ ભાજપને AIMIM અને આમ આદમી પાર્ટીના કારણે ફાયદો થઇ શકે છે.
રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે, આ સીટ પર જીત મેળવવી હોય તો એસસી ઉમેદવારને ટીકીટ આપવી જરૂરી છે. જો ભાજપ એસસી ઉમેદવારને ટીકીટ આપે અને આ સાથે જ આપના ઉમેદવાર અને AIMIMના ઉમેદવાર પણ ચુંટણી લડે તો તેના કારણે બીજેપીને જીત મળી શકે છે. અલબત્ત આ જીત પણ ટૂંકા માર્જિનની રહે તેવી પ્રબળ શક્યતા છે.
આમ આદમી પાર્ટી અને AIMIM
દરિયાપૂર બેઠક પર ભાજપ અને કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી અને AIMIM પણ તાકાત લગાડી રહી છે. જોકે, કોંગ્રેસના કેટલાક નેતાઓ AIMIMને ભાજપની નજીક માને છે. થોડા દિવસના ગુજરાત પ્રવાસે આવેલ AIMIMના અધ્યક્ષ અને લોકસભા સાંસદ અસસુદીન ઓવેસી મુદ્દે કોંગ્રેસના દરિયાપુર બેઠકના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ભાજપ MIMની લીંક હોવાનો આક્ષેપ સાથે ફોટા જાહેર કર્યા હતા.
ગુજરાતના ચૂંટણીકારણમાં અસદુદ્દીન ઓવૈસીના AIMIMની હાજરી માત્રથી કોંગ્રેસના પેટમાં ફફડાટ છે. કારણ કે મુસ્લિમ મતદારોને અત્યાર સુધી કોંગ્રેસ સિવાય આશા હોતી નથી અને કોંગ્રેસનું કમજોર નેતૃત્વ સત્તા મેળવવામાં તો નિષ્ફળ રહે જ છે તેની સાથે અસરકારક વિપક્ષ પણ સાબિત થઈ શકતું નથી.
એ સંજોગોમાં ફાયરબ્રાન્ડ અને વિવાદાસ્પદ નિવેદન આપીને આક્રમક વલણ અપનાવવા માટે જાણીતા ઓવૈસીની ગુજરાતમાં હાજરી કોંગ્રેસની મુસ્લિમ વોટબેન્કમાં મોટી ફાચર મારી શકે છે. જેના કારણે પણ દરિયપુર બેઠક સાચવવી કોંગ્રેસ માટે મુશ્કેલ છે. બીજી તરફ સુરતમાં કરેલ પ્રદર્શન બાદ આમ આદમી પાર્ટીમાં પણ વિશ્વાસ વધ્યો છે અને દરિયાપૂર જેવી સંવેદનશીલ બેઠક પર તે મોટા પક્ષોને નુકસાન પહોંચાડી શકે છે.
કોંગ્રેસમાં આ વખતે પણ અસંતોષ?
ગત વિધાનસભા ચૂંટણીમાં દરિયાપુર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તે પહેલા જ વિરોધ જોવા મળ્યો હતો. દરિયાપુર વિધાનસભા બેઠક પર ગ્યાસુદ્દિન શેખનો સ્થાનિક નેતાઓ અને કોર્પોરેટરો દ્વારા વિરોધ થયો હતો.
તેઓએ કોંગ્રેસ કાર્યાલય પર રજુઆત કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે, દરિયાપુર વિધાનસભામાં ગ્યાસુદ્દીન શેખને ટિકિટ ફાળવવામાં આવશે, તો રાજુ મોમીન, રાજેશ બ્રહ્મભટ્ટ સહિત સ્થાનિક કોર્પોરેટરો તેમજ આ બેઠકના સેંકડો કાર્યક્રરો રાજીનામા આપશે. આગામી વિધાનસભા ચૂંટણી માટે દરિયાપૂર બેઠક પર ઉમેદવારની જાહેરાત પહેલા ફરી અસંતોષ જોવા મળી શકે છે.
ભાજપની સ્થિતિ
વર્ષ 1990માં ભાજપે યુવા નેતા ભરત બારોટને ટિકીટ આપી હતી, તેઓએ કોંગ્રેસના સુરેન્દ્ર રાજપુતને હરાવ્યા હતા, ત્યાર બાદ તેઓ વર્ષ 1995, 1998, 2002, 2007 એમ પાચ ટર્મ સતત દરિયાપુર વિધાનસભાથી ચૂટણી જીતતા રહ્યા હતા. જોકે વર્ષ 2012માં નવું સિમાંકન થતા દરિયાપુર શાહપુર સીટ બની હતી, તેઓ વર્ષ 2012 અને 2017માં કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ સામે ચૂંટણી હારી ગયા હતા.
હાલ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા શ્વેતા બ્રહ્મભટ્ટ દરિયાપુર, બાપુનગર, અને મણિનગરથી જેવી વિધાનસભા બેઠકો માટે દાવેદાર માનવામાં આવે છે. 18 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્રમોદી ગુજરાત પ્રવાસે હતા એ દરમિયાન જાહેર કાર્યક્રમોમાંથી ખાસ સમય કાઢી તેઓ રાજભવન ખાતે નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ અને તેના પિતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ કમિટીના પૂર્વ ચેરમેન નરેન્દ્ર બ્રહ્મભટ્ટ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ વ્યથિત મનથી કોંગ્રેસને અલવિદા કરી દીધી હતી. શ્વેતા બ્રહ્મભટ્ટ ઉપરાંત ભાજપ પાસે આ બેઠક માટે ઘણા દાવેદાર છે.