Home /News /ahmedabad /Gujarat Election: કોંગ્રેસે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી, બોટાદથી રમેશ મેરને ટિકિટ

Gujarat Election: કોંગ્રેસે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી, બોટાદથી રમેશ મેરને ટિકિટ

Gujarat Congress Candidate

Gujarat Congress Candidate: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે વધુ 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીને લઇ ચોથી યાદી જાહેર કરી છે.

    Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે વધુ 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીને લઇ ચોથી યાદી જાહેર કરી છે. જેમાં દ્વારકાથી માલુબાઇ કંડોરિયા, તલાલાથી માનસિંહ ડોડિયા, કોડિનાર (એસ.સી)થી મહેશ મકવાણા, ભાવનગર ગ્રામ્યથી રેવતસિંહ ગોહિલ, ભાવનગર ઇસ્ટથી બળદેવ મંજીભાઇ સોલંકી, બોટાદથી રમેશ મેર, જંબુસરથી સંજય સોલંકી, ભરૂચથી જયકાંતભાઇ બી પટેલ અને ધરમપર (એસટી)થી કિશનભાઇ વેસ્તાભાઇ પટેલનું નામ સામેલ છે.

    ગુજરાત કોંગ્રેસે પ્રથમ યાદીમાં 43 નામ જાહેર કર્યા હતા ત્યારબાદ બાજી યાદીમાં 46 અને ત્રીજી યાદીમાં 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આજે ગુજરાત કોંગ્રેસે ચોથી યાદી જાહેર કરી છે અને તેમા કુલ 9 નામો જાહેર કર્યા છે. આમ ગુજરાત કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીને લઇ કુલ 104 ઉમેદવારો જાહેર કર્યા છે.

    કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીને લઇ ચોથી યાદી જાહેર કરી છે.


    કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. 2017ના વર્ષમાં પણ ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. ગુજરાતના કયા જિલ્લામાં કયા દિવસે ચૂંટણી યોજાશે તેની માહિતી મેળવીએ. પ્રથમ તબક્કા માટે  પહેલી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે, જ્યારે બીજા તબક્કા માટે પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ચૂંટણી પરિણામ આઠમી ડિસેમ્બરનારા રોજ જાહેર કરવામાં આવશે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Assembly elections, Assembly elections 2022, Gujarat Assembly Elections 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन