Home /News /ahmedabad /Gujarat election 2022: ભૂપેન્દ્ર પટેલે હજારો કિમી પ્રવાસ કરીને બનાવી મજબૂત નેતાની છબી

Gujarat election 2022: ભૂપેન્દ્ર પટેલે હજારો કિમી પ્રવાસ કરીને બનાવી મજબૂત નેતાની છબી

CM Bhupendra Patel

CM Bhupendra Patel Personal life: ભૂપેન્દ્રભાઈ પટેલનો જન્મ 15 જુલાઈ 1962ના રોજ અમદાવાદ ખાતે કડવા પાટીદાર પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રજનીકાંત પટેલ છે. તેમના પત્નીનું નામ હેતલબેન છે. સંતાનમાં દીકરો (એન્જિનિયર) અને દીકરી (ડેન્ટિસ્ટ) છે.

વધુ જુઓ ...
  ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly election 2022) ચૂંટણી નજીક આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra patel)ને સત્તા સોંપવામાં આવી ત્યારે રાજ્યની મોટાભાગની જનતા માટે તેઓ અજાણ્યો ચહેરો હતા. ભાજપ (BJP)એ રૂપાણીના સ્થાને તેમને બેસાડીને રાજકીય ક્ષેત્રના નિષ્ણાંતોને પણ આશ્ચર્યમાં મૂકી દીધા હતા. ત્યારે ભાજપનો આ દાવ કેટલો સફળ જશે તેના પર અનેક લોકોને શંકા હતી. અત્યારે તો તે દાવ સફળ જતો દેખાઈ રહ્યો છે. તેઓ ગુજરાતના સંચાલનની જવાબદારી સારી રીતે સંભાળી રહ્યા છે, પરિણામે ભાજપમાં તેઓ પાવરફૂલ નેતા તરીકે ઉપસી આવ્યા છે.

  વિજય રૂપાણી (Vijay Rupani) બે ટર્મથી ગુજરાત (Gujarat)નું નેતૃત્વ કરી રહ્યા હતા અને પાર્ટીએ રાજ્યના નેતૃત્વમાં કેટલાક ફેરફાર કરવાનું વિચાર્યું હતું. ઘણા લોકો આનંદીબેન પટેલ અને ભૂપેન્દ્ર પટેલ વચ્ચેના સંબંધ અને પટેલ સમાજ (Patel Samaj)માં વધી રહેલી અશાંતિને સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલની નિમણૂંક સાથે સાંકળે છે. 2017 પહેલાં આનંદીબેન પટેલ ઘાટલોડિયાના ધારાસભ્ય હતા, જેમણે જતા જતા તેમના વિશ્વાસુ ભુપેન્દ્ર પટેલને ટિકિટ અપાવી હતી. ગુજરાતના રાજકારણમાં પટેલ સમાજના પ્રભુત્વ અંગે બધાને ખબર છે. જેથી આનંદીબેન પટેલ પછી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતનું નેતૃત્વ કરનાર પાટીદાર મુખ્યમંત્રી છે.

  ભૂપેન્દ્ર પટેલનો રાજકીય જીવન (Political life of Bhupendra Patel)

  ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Gujarat CM Bhupendra Patel) સિવિલ એન્જિનિયર અને વ્યવસાયે બિલ્ડર છે. તેઓ RSSનો ભાગ રહ્યા છે અને તેમની સમગ્ર રાજકીય કારકિર્દી દરમિયાન ભાજપની સાથે રહ્યા છે. તેઓ 1995માં રાજકારણમાં આવ્યા હતા. તે સમયે તેઓને મેમનગર મ્યુનિસિપલની સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા હતા. ત્યારથી તેઓ અનેક હોદ્દા પર રહી ચૂક્યા છે. તેઓ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઘાટલોડિયા મતવિસ્તાર (અમદાવાદ)માંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ચૂંટણીમાં ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસના શશીકાંત પટેલને 1 લાખ જેટલા મતથી હરાવ્યા હતા. આ અંગેનો રસપ્રદ કિસ્સો એ છે કે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો.

  Gujarat election 2022: ડો. રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસની નાવડી પાર કરાવી શકશે?


  ભૂપેન્દ્ર પટેલે ધારાસભ્ય તરીકેના આ કાર્યકાળ પહેલા ક્યારેય કોઈ મુખ્ય ઉચ્ચ હોદ્દો સંભાળ્યો નથી. જો કે તેઓ અનેક સરકારી સંસ્થાઓના અધ્યક્ષ રહી ચૂક્યા છે. જેથી તેઓ વહીવટનો બહોળો અનુભવ ધરાવે છે, તેમણે 2010થી 2015 સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. તેમણે 1999-2000 અને 2004-2006 દરમિયાન સ્થાનિક સંસ્થાના ચેરમેન તરીકે એક દાયકાથી વધુ સમય સુધી પાલિકાની સેવા કરી હતી.

  તેઓ 2008થી 2010 દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન પણ રહી ચૂક્યા છે. ત્યાર બાદ 2010થી 2015 સુધી થલતેજ વોર્ડના કોર્પોરેટર તરીકે ફરજ બજાવી હતી. તેઓ મેમનગર ખાતે RSS દ્વારા સંચાલિત પંડિત દીનદયાળ પુસ્તકાલયના સક્રિય સભ્ય પણ છે

  ભુપેન્દ્ર પટેલને CM બનાવવા પાછળના સમીકરણો

  મુખ્યમંત્રીપદેથી રૂપાણીના રાજીનામા બાદ નવા મુખ્યમંત્રી કોણ બનશે? એ સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો હતો. લોકો વિવિધ નામોની ચર્ચા કરવા લાગ્યા હતા. કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા, પ્રફુલ પટેલ અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલને મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા, પરંતુ ભાજપે તેમના નામને બદલે ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર મારી દીધી હતી.

  આના માધ્યમથી પાર્ટી પાટીદાર સમાજને ખુશ કરવા માંગે છે. પાટીદાર સમાજ છેલ્લા કેટલાક સમયથી નારાજ છે. ગુજરાતમાં પાટીદાર સમાજ અત્યંત શક્તિશાળી છે. ભાજપના બે દાયકા લાંબા વિજય અભિયાનમાં આ સમુદાયની મોટી ભૂમિકા છે. ભુપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યનું નેતૃત્વ કરીને ભાજપ હાઈકમાન્ડે પાટીદાર કાર્ડ ખેલ્યું હતું. પાટીદાર સમાજની તાકાત એ વાત પરથી સમજી શકાય છે કે, તે રાજ્યની 70થી વધુ બેઠકોની દિશા બદલી શકે છે.

  ભૂપેન્દ્ર પટેલનું અંગત જીવન (Personal life of Bhupendra Patel)

  ભૂપેન્દ્રભાઈ પટેલનો જન્મ 15 જુલાઈ 1962ના રોજ અમદાવાદ ખાતે કડવા પાટીદાર પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રજનીકાંત પટેલ છે. તેમના પત્નીનું નામ હેતલબેન છે. સંતાનમાં દીકરો (એન્જિનિયર) અને દીકરી (ડેન્ટિસ્ટ) છે. ભુપેન્દ્રભાઈએ એપ્રિલ 1982માં સરકારી પોલિટેકનિક, અમદાવાદમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું હતું. તેઓ સરદારધામ વિશ્વ પાટીદાર કેન્દ્રના ટ્રસ્ટી અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ છે. તે દાદા ભગવાન દ્વારા સ્થાપિત અક્રમ વિજ્ઞાન ચળવળના અનુયાયી છે. તેને ક્રિકેટ અને બેડમિન્ટનમાં રસ છે.

  Gujarat election 2022: બીજેપીના દિગ્ગજ નેતા પ્રદિપસિંહ જાડેજાને પક્ષે કેમ કર્યા તમામ જવાબદારીઓમાંથી મુક્ત


  ભુપેન્દ્ર પટેલની મિલકત

  ભૂપેન્દ્ર પટેલે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં રજૂ કરેલી એફિડેવિટની વિગતો મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે 1.51 કરોડ રૂપિયાની જંગમ મિલકત હતી. તેમના નામે બેંક ખાતામાં 1,15,431ની થાપણ છે. તેમની પાસે હુન્ડાઇની આઇ-20 કાર છે જેની કિંમત 7.29 લાખ છે. જ્યારે ઝવેરાત અને સોના-ચાંદીનું મૂલ્ય 16.75 લાખ રૂપિયા છે. તેમજ વાણિજ્યિક અને રહેઠાણની કુલ કિંમત 1.91 કરોડ રૂપિયા છે. તે સમયે તેમના નામે 9.18 લાખની પર્સનલ લોન હતી. 2016-17માં તેમની કમાણી 30 લાખ રૂપિયા બતાવી હતી. પત્નીના નામ પર ત્રણ લાખ રૂપિયા હોવાનું દર્શાવ્યું હતું. તેમના પત્ની પાસે હોન્ડા એક્ટિવા છે. પત્ની પાસે 25 લાખના ઘરણાં હોવાનું તેમણે એફિડેવિટમાં જણાવ્યું હતું.

  મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની કામગીરી

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વસવાટ કરતા નાગરિકો-નગરજનો માટે આઝાદીના અમૃત મહોત્સવના વર્ષે ‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો.

  • ભૂપેન્દ્ર પટેલ સરકારે સસ્તા અનાજની દુકાનોમાંથી અપાતા અનાજમાં કાપ મૂક્યો

  • ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ફિક્સ પગારમાં નિમણૂંક પામેલ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોની પાંચ વર્ષની સેવાઓ સળંગ ગણવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 61,000 કિલોમીટરનું અંતર કાપીને પ્રજાના સેવક તરીકેની તસવીર ઉભી કરી છે, તેઓ સતત પ્રજાની મદદ માટે તત્પર રહે છે.

  • કચ્છ નર્મદા યોજનાની દૂધઈ પેટા શાખા નહેરનું વધુ ૪૫ કિ.મી. સુધી વિસ્તરણ કરવા નિર્ણય

  • હવે ખેડૂતોની જમીનમાં નવી-જૂની શરતના પ્રશ્વોનું જિલ્લા કક્ષાએ જ નિવારણ આવશે. મહેસૂલી વહીવટમાં એકસૂત્રતા અને પારદર્શીતા આવશે. એટલું જ નહીં, જુના પુરાણા- વર્ષો જુના નાબુદ થયેલા 24 જેટલા વિવિધ મહેસૂલી કાયદાઓનું નિવારણ થશે.


  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ભુજ | ગોધરા | પાવી | જેતપુર | વડોદરા  | કાલોલ | દેદિયાપાડા  | અંકલેશ્વર | ડાંગ| 
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, CM Bhupendra Patel, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन