Home /News /ahmedabad /

Gujarat election 2022: ભાજપના સંકટમોચન એવા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની રાજકીય કારકિર્દી છે રસપ્રદ, જાણો

Gujarat election 2022: ભાજપના સંકટમોચન એવા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની રાજકીય કારકિર્દી છે રસપ્રદ, જાણો

MLA Bhupendra Singh Manubha Chudasma : ધોળકાના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ મનુભા ચુડાસમાનો જન્મ 8 મે 1950ના રોજ થયો હતો. તેમની પત્નીનું નામ ક્રિષ્નાબા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે. તેમના માતાનું નામ કમળાબા મનુભા ચુડાસમા છે.

MLA Bhupendra Singh Manubha Chudasma : ધોળકાના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ મનુભા ચુડાસમાનો જન્મ 8 મે 1950ના રોજ થયો હતો. તેમની પત્નીનું નામ ક્રિષ્નાબા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે. તેમના માતાનું નામ કમળાબા મનુભા ચુડાસમા છે.

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની (Gujarat Assembly election 2022) તડામાર તૈયારીઓ વચ્ચે સૌ કોઈ ચૂંટણીની જાહેરાતની રાહ જોઇ રહ્યા છે. પ્રચારોના પડઘમ ચોતરફ ઘેરા બન્યા છે અને મતદારોને આકર્ષવા નેતાઓમાં હોડ જામી છે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ કદાચ ઈતિહાસમાં સૌથી રસપ્રદ રહેશે. જેને લઈને તમામ પક્ષોએ પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે.

    જનતાના પ્રશ્નોનું નિવારણ લાવવા અને પ્રદેશના વિકાસ માટે નેતાઓની કામગીરીનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે. ઘણા નેતાઓ એવા છે જેને પક્ષે પડતા મૂકી દીધા છે, બીજા અર્થમાં કહીએ તો સાઇડલાઇન કરી દીધા હોય તેવા ચિત્રો ઉજાગર બની રહ્યા છે. આજે અહીં અમે તમને ધોળકાના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

    ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વ્યક્તિગત માહિતી (Bhupendra Singh Chudasama Personal Information)

    ધોળકાના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ મનુભા ચુડાસમાનો જન્મ 8 મે 1950ના રોજ થયો હતો. તેમની પત્નીનું નામ ક્રિષ્નાબા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે. તેમના માતાનું નામ કમળાબા મનુભા ચુડાસમા છે. તેમણે વર્ષ 1970માં ગુજરાત યુનિવર્સિટીમાંથી B.A કર્યું છે. તેમજ વર્ષ 1973માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એડ કર્યું છે અને વર્ષ 1978માં ગુજરાત યુનિવર્સિટીમાંથી LLB કર્યું છે.
    આ પણ વાંચો-દિલીપ ઠાકોરે ચાણસ્મા બેઠક પર સતત બે ટર્મમાં મેળવી જીત, તો પણ પક્ષે માર્યો ધક્કો

    ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની સંપત્તિ (Property of Bhupendra Singh Chudasma)

    ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખેતી અને સરકારી માનદ વેતનમાંથી આવક મેળવી રહ્યા છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વાર્ષિક આવક રૂ. 19,56,573 છે અને તેમના પત્ની ક્રિષ્નાબાની વાર્ષિક આવક રૂ. 11,92,809 છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જંગમ મિલકતોમાં રોકડ, બેન્ક થાપણ, મ્યુચ્યુઅલ ફંડ, વીમા પોલિસી, કંપની, વાહન, ઝવેરાતનો સમાવેશ થાય છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની હાથ પરની રોકડ રૂ. 65,159 છે, બેન્ક થાપણ રૂ. 6,22,647, ઈક્વિટી શેર રૂ. 85,400, વીમા પોલિસી અને PPF એકાઉન્ટ રૂ.10,21,944 છે, કંપનીની મિલકત રૂ.1,19,84,595 છે અને 3,56,000ની કિંમતનું 14 તોલા સોનુ છે.

    ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પાસે રૂ.3,36,900 કિંમતની કૃષિવિષયક જમીન સહિત કુલ 81,45,520 કિંમતની જમીન છે. તેમના પત્ની ક્રિષ્નાબા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પાસે હાથ પર રોકડ રૂ. 13,456 છે, બેન્ક થાપણ રૂ. 3,53,674 ઈક્વિટી શેર રૂ. 53,000 વીમા પોલિસી અને PPF એકાઉન્ટ રૂ. 8,41,067 છે, કંપનીની મિલકત રૂ. 99,18,057 છે અને 28,57,000ની કિંમતનું 108 તોલા સોનુ છે. ક્રિષ્નાબા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પાસે રૂ. 18,51,575 કિંમતની કૃષિવિષયક જમીન સહિત કુલ 97,48,390 કિંમતની જમીન છે.

    ધોળકા વિધાનસભા ચૂંટણીને હાઈકોર્ટમાં પડકાર

    ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યના કાયદા અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જ્યાંથી વિજેતા બન્યા હતા ગુજરાત હાઈકોર્ટે તે ધોળકા વિધાનસભા બેઠકની ચૂંટણી રદ કરવાનો આદેશ કર્યો હતો. વર્ષ 2017માં ધોળકા વિધાનસભા બેઠક પરથી ચુડાસમા 327 મતની નજીવી સરસાઈથી જીત્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે આ જીતને પડકારી હતી અને મતગણતરીમાં ગેરરીતિનો આરોપ મૂક્યો હતો. કોંગ્રેસના ઉમેદવારે કહ્યું હતું કે, મતગણતરીમાં છેતરપિંડી કરવામાં આવી અને 429 બેલેટ પેપરના મતને ધ્યાનમાં ન લેવામાં આવ્યા. હાઈકોર્ટે આ દલીલ માન્ય રાખી છે.
    આ પણ વાંચો- Gujarat Politics: પાલિકાથી લઈ પાર્લામેન્ટની ચૂંટણીમાં ભાજપના પ્રભારી રહી ચૂક્યા છે નીતિન ભારદ્વાજ, હવે છે સાઈડલાઇન

    ચૂંટણી પંચના નિયમ અનુસાર EVMની મત ગણતરી પહેલા બેલેટ પેપરની ગણતરી કરવાની જોગવાઇ છે. જોકે, આ નિયમને બાજુમાં મુકી EVMની સીધી મત ગણતરી કરવામાં આવી હતી. આ મામલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જેની સુનાવણી થતાં સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે આપ્યો છે. ચૂંટણીપંચે પણ ધોળકા બેઠકની મતગણતરીમાં ગફલત થઈ હોવાની વાત માની હતી. રિટર્નિંગ ઓફિસર ધવલ જાની તથા ચૂંટણીનિરીક્ષક સનદી અધિકારી વિનીતા બોહરા સામે પગલા ભરવાની ભલામણ કરવામાં આવી હતી.

    ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની કારકિર્દીમાં અલ્પવિરામ

    ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 1990થી મંત્રી પદે રહ્યા હતા. જ્યારે 2019ની વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા વિધાનસભામાંથી ચૂંટાયા બાદ તેઓ પ્રથમ વખત શિક્ષણ મંત્રી અને કાયદા મંત્રી બન્યા હતા. શિક્ષણ મંત્રી બન્યા બાદ ભુપેન્દ્રસિંહ ચુડાસમા સામે અનેક વિવાદો અને આરોપો થયા હતા. ભૂતકાળમાં કેશુભાઇ પટેલની સરકાર હોય, નરેન્દ્ર મોદીની સરકાર હોય કે આનંદીબેનની સરકાર હોય બધી જ સરકારોમાં એક ડેમેજ કંટ્રોલરની સાથે સંગઠન અને સરકારનો વ્યવસ્થિત સમન્વય રાખવામાં ભુપેન્દ્રસિંહનો સૌથી મોટો ફાળો રહેલો છે.

    ભૂપેન્દ્ર પટેલ મંત્રમંડળમાં ન મળ્યું સ્થાન

    ગુજરાતમાં ભાજપના નેતૃત્વએ જળમૂળથી ફેરબદલ કર્યો છે. એક નવી સરકારની રચના કરી છે. સૌ પ્રથમવાર દિગ્ગજ અને પીઢ નેતાઓની મંત્રીમંડળમાંથી બાદબાકી કરવામાં આવી છે. નવા મંત્રી મંડળમાં ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેવા દિગ્ગજ લોકોને મંત્રી પદ ન મળવા પર લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. રૂપાણી સરકારમાં તેમને શિક્ષણમંત્રીનું પદ આપવામાં આવ્યું હતું.

    ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વિવાદોની જાળમાં ફસાયા

    ત્રણ વર્ષ પહેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આસારામના આશ્રમને શુભેચ્છાઓનો સંદેશ આપ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, 14 ફેબ્રુઆરી 2019ના રોજ માતૃ પિતૃ દિવસની ઊજવણી કરવામાં આવશે. તમારી સંસ્થાઓ નવતર અભિયાનનો શુભારંભ કર્યો છે, જે સરાહનીય છે. આપનું આ મહાઅભિયાન વધુ આગળ વધે અને આધુનિક યુગમાં સંતાનો માતા પિતા પ્રત્યેની ફરજોને સમજશે અને શ્રેષ્ઠ નાગરિક બનશે. આપની સંસ્થા દ્વારા થતા ઉમદા કાર્ય માટે હું શુભકામના પાઠવું છું. બળાત્કારી બાબાની સંસ્થાને આ પ્રકારની શુભેચ્છા આપતા વિવાદ વકર્યો હતો અને ભૂપેન્દ્રસિંહે મિડીયાને જવાબ આપ્યો હતો કે, મેં શુભેચ્છાઓ આપીને કાંઈ ખોટું કર્યું નથી.
    આ પણ વાંચો- પાટીલના પરીવર્તનની લહેરથી ન બચ્યા ધનસુખ ભંડેરી, ગણાય છે રૂપાણીની નજીકના નેતા

    સત્તા ટકાવી રાખવા માટે ધર્મનો આશરો

    ધાર્મિક સંસ્થાઓ અને સાધુ-મહંતો સાથે ભાજપના નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સંકલનમાં રહે છે. તેઓ પક્ષના નેતાઓ સાથે મળાવી આપે છે અને તેમના કામો કરાવી આપે છે ત્યારબાદ તેમનો ઉપયોગ મત મેળવવા કરે છે. આવા ગુજરાતમાં 206 જેટલાં મંદિરો પર સરકારનો કબજો છે.

    ઉપરાંત સ્વાધ્યાય પરિવારના, આબુની સંસ્થા, બાબા રામદેવનું ગુજરાતનું નેટવર્ક, શ્રીશ્રી રવિશંકર, મોરારી બાપુ, રમેશ ઓઝા જેવા કથાકારોને પણ ભાજપે પોતાની રાજકીય ચાલમાં લઈ લીધા છે. આવી તો અનેક સંસ્થાઓ છે જે ભાજપના હુકમ માને છે. તેના બદલામાં યોગ્ય બદલો પણ આપવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી બનવા માટે અમદાવાદના યુનિવર્સિટી મેદાનમાં સદભાવના ઉપવાસ કર્યા હતા અને તેમાં ધાર્મિક નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં મોટા ભાગનું સંકલન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી આપ્યું હતું.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

    | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ગોધરા | પાવી જેતપુર | વડોદરા  | કાલોલ |
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Assembly elections 2022, Bhupendra Chudasama, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन