Home /News /ahmedabad /

Gujarat elections 2022: સંઘ સાથે કારકિર્દીની શરૂઆત કરનાર ભરત પંડ્યા કેમ થઇ ગયા સાઇડલાઇન?

Gujarat elections 2022: સંઘ સાથે કારકિર્દીની શરૂઆત કરનાર ભરત પંડ્યા કેમ થઇ ગયા સાઇડલાઇન?

Bharat Pandya's Political Journey: બાળપણથી જ ભરત પંડ્યા આરએસએસ સાથે સંકળાયેલા છે અને સ્વયંસેવક તરીકે સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત વર્ષ 1988થી 1998 સુધી સતત 9 વર્ષ તેઓએ ગુજરાત ભાજપના હેડક્વાર્ટરમાં સેક્રેટરી તરીકે પણ કાર્ય કર્યુ છે.

Bharat Pandya's Political Journey: બાળપણથી જ ભરત પંડ્યા આરએસએસ સાથે સંકળાયેલા છે અને સ્વયંસેવક તરીકે સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત વર્ષ 1988થી 1998 સુધી સતત 9 વર્ષ તેઓએ ગુજરાત ભાજપના હેડક્વાર્ટરમાં સેક્રેટરી તરીકે પણ કાર્ય કર્યુ છે.

વધુ જુઓ ...
  ગુજરાત વિધાનસભા 2022ની (Gujarat Assembly election 2022) ચૂંટણીની તડામાર તૈયારીઓ વચ્ચે સૌ કોઈ ચૂંટણીની જાહેરતની રાહ જોઇ રહ્યા છે. પ્રચારોના પડઘમ ચોતરફ ઘેરા બન્યા છે અને મતદારોને આકર્ષવા નેતાઓમાં હોડ જામી છે. તો ચૂંટણી હોય અને પક્ષપલટાની સિઝન કઇ રીતે છાની રહે. ટિકીટ મેળવવા જ્યાં એક તરફ નેતાઓમાં રસાકસી ચાલી રહી છે તો ઘણા નેતાઓ એવા પણ છે જેને પક્ષે પડતા મૂકી દીધા છે, બીજા અર્થમાં કહીએ તો સાઇડલાઇન કરી દીધા હોય તેવા ચિત્રો ઉજાગર બની રહ્યા છે.

  ભાજપની પરીવર્તનની લહેરમાં આવા અનેક નેતાઓના રાજકીય કરિયરના પત્તાઓ કપાયા છે. એવા જ એક દિગ્ગજ નેતા કે જે ભાગ્યે જ હવે પક્ષમાં સપાટી પર જોવા મળે છે – ભરત પંડ્યા છે. આજે આ લેખમાં અમે તમને ધંધૂકા સીટના પૂર્વ ધારાસભ્ય, ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા (BJP State Spokesperson Bharat Pandya) વિશે અતઃથી ઇતિ સુધી જણાવીશું.

  ધંધુકા બેઠક વિશે ટૂંકમાં

  ધંધુકા વિધાનસભા બેઠક એટલે અમદાવાદની ગ્રામ્ય વિસ્તારની બેઠક. આ સાથે જ ધંધુકા બેઠકનો સમાવેશ સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં પણ થાય છે. આ વિધાનસભા બેઠકમાં ધંધુકા તાલુકો, બરવાળા તાલુકો અને રાણપુર તાલુકાનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે મુંબઈથી ગુજરાત રાજ્ય અલગ થયા બાદ વર્ષ 1980માં આ બેઠક અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક પર કુલ 269640 મતદારો છે, જેમાં 142126 પુરુષ મતદારો અને 126000 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. સાથે જ અહીં 288 બૂથ પર મતદાન થાય છે.

  ધંધુકા વિધાનસભા બેઠક પર કોળી પટેલોનુ પ્રભુત્વ જોવા મળે છે. આ બેઠક પર તળપદા કોળી 60000, ચૂંવાળીયા કોળી ઠાકોરની 25000, ક્ષત્રિય દરબારોની 50000, મુસ્લિમ ખોજા વોરા 28000, દલિત 30000, માલધારી 12000, અન્ય સવર્ણ સમાજની 45000 વસ્તી છે.
  તમામ પક્ષોના આદિવાસીઓને વોટ બેન્ક બનાવવાના પ્રયાસ, ભાજપે દેડિયાપાડા બેઠક જીતવા લગાવવું પડશે એડીચોટીનું જોર

  કોણ છે ભરત પંડ્યા? (Who is Bharat Pandya?)

  હવે વાત કરીએ ધંધૂકા બેઠક પર એક સમયે પોતાની મજબૂત પકડ ધરાવતા અને ભાજપ પક્ષનો મોટો ચહેરો રહી ચૂકેલા નેતા ભરત પંડ્યા વિશે. ભરત પંડ્યાનું પૂરૂ નામ ભરતભાઇ બળદેવદાસ પંડયા (Bharatbhai Baldevdas Pandya) છે. તેઓએ બી.કોમમાં ગ્રેજ્યુએશન કરેલું છે. અને તેમની પત્નીનું નામ અર્ચનાબેન પંડ્યા છે. ભરત પંડ્યા પક્ષમાં નિર્વિવાદ છાપ ધરાવે છે અને તેમના પર આજ સુધીમાં એક પણ ક્રિમિનલ કેસ નોંધાયો નથી.

  ભરત પંડ્યાની રાજકિય સફર (Bharat Pandya's Political Journey)

  ભરત પંડ્યા બાળપણથી આરએસએસ સાથે સંકળાયેલા છે અને સ્વયંસેવક તરીકે સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત વર્ષ 1988થી 1998 સુધી સતત 9 વર્ષ તેઓએ ગુજરાત ભાજપના હેડક્વાર્ટરમાં સેક્રેટરી તરીકે પણ કાર્ય કર્યુ છે. વર્ષ 1998માં તેણે તત્કાલિન મુખ્યમંત્રી દિલીપ પારેખને હરાવ્યા હતા અને અમદાવાદ જીલ્લાની ધંધૂકા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. પોતાના આ મતવિસ્તારમાં તેમણે 10 વર્ષ સુધી સેવા આપી છે.

  પંડ્યાને ભાજપનો મીડિયા ફ્રેન્ડલી ફેસ કહેવાય છે. તેઓ ગુજરાત ભાજપના મીડિયા કમિટી ચેરમેન અને સ્પોકપર્સન પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત અમદાવાદ જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે પણ ફરજ નિભાવી ચૂક્યા છે. વર્ષ 2009 અને 2012માં તેઓ પાર્ટીના જીલ્લા ઇન્ચાર્જ, સ્ટેટ સેક્રેટરી અને સંગઠન ઇન્ચાર્જ તરીકે કાર્ય કર્યા છે. એટલું જ નહીં તેઓ પીએમ મોદીના સદ્દભાવના મિશન પ્રોગ્રામના કોઓર્ડિનેટર રહી ચૂક્યા છે.

  આ સિવાય મુખ્યમંત્રીની વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાના જોઇન્ટ ઇન્ચાર્જ તરીકે પણ તેણે નિયુક્ત કરાયા હતા. વર્ષ 2009માં લોકસભા ચૂંટણીમાં તેઓએ મેનેજમેન્ટ કમિટી ઇન્ચાર્જ કૌશિક પટેલ સાથે કામ કર્યુ હતું. વર્ષ 2012માં ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે પાર્ટીના કેમ્પેઇન્સનો મોરચો સંભાળ્યો હતો. વર્ષ 2019માં ઇન્ડિયન ફેડરેશન ઓફ યુનાઇટેડ નેશન્સ એસોસિએશન (IFUNA) દ્વારા યુનાઇટેડ નેશન્સ એસોસિએશન, ગુજરાત (UNAG)ના પ્રમુખ પદે ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાને નિયુક્ત કરાયા હતા.

  આટલી સંપત્તિના માલિક છે પંડ્યા

  દિગ્ગજ નેતાની સંપત્તિ વિશે જો વાત કરીએ તો ભરત પંડ્યા પાસે લાખોની મિલકત છે. તેણે રજૂ કરેલા એફિડેવિટ અનુસાર તેમની પાસે અંદાજીત કુલ 31,18,906 રૂપિયાની સંપત્તિ છે. જેમાં તેમની પાસે રૂ. 5000 અને તેમની પત્ની પાસે રૂ. 5000 અને માતા પાસે રૂ. 3000 રોકડ છે, જ્યારે પંડ્યા પાસે 8658 રૂપિયાની બેંક ડિપોઝીટ અને તેમની પત્ની પાસે 18,011 રૂપિયાની બેંક ડિપોઝીટ છે. NSS અને પોસ્ટલ સેવિંગ્સ તરીકે કુલ રૂ. 7,39,237 છે. પંડ્યા પાસે 5 તોલા દાગીના છે અને તેમની પત્ની પાસે 10 તોલા અને તેમની માતા પાસે 5 તોલા દાગીના છે.

  ભરત પંડ્યા પાસે એક બિન-કૃષિ વિષયક જમીન છે, જેની અંદાજીત કિંમત રૂ. 10 લાખ છે. તેમની પત્ની પાસે અને તેમની 40-40 હજારની કિંમતની જમીન છે. બોડકદેવમાં 3.67 લાખની કિંમતની એક મિલકત અને 5 લાખની કિંમતનું એક રહેણાંક મકાન છે.

  ભરત પંડ્યા પાસે અમદાવાદ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી 4.41 લાખ, વિજયા બેંકમાંથી 1.85 લાખ, સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાંથી 6.49 લાખની લોન લીધેલી છે.

  2018માં હાર્ટ એટેક અને 2020માં કોરોના સંક્રમણ

  ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાને 21 ડિસેમ્બર, 2018ની મોડી રાત્રે હળવો હાર્ટ એટેક આવ્યો હતો. તેમને તાત્કાલિક એપેક્ષ હોસ્પિટલમાં ખસેડાતા તેમની એન્જોપ્લાસ્ટી કરવામાં આવી હતી.

  તો વર્ષ 2020માં બેકાબૂ બનેલી મહામારી કોરોના વાયરસનો શિકાર પણ ભરત પંડ્યા બની ચૂક્યા છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા પણ કોરોના સંક્રમિત થયા હતા. જેઓને સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે, તેઓએ સફળતા પૂર્વક કોરોના મ્હાત આપી હતી.

  Gujarat election 2022: શાહના વિશ્વાસપાત્ર કૌશિક પટેલને કેમ સીએમના મંત્રીમંડળમાં ન મળ્યું સ્થાન


  ભરત પંડ્યાએ કોંગ્રેસ અંંગે શું માને છે

  - ભગવાનશ્રી રામનું અસ્તિત્વ નથી” - આ કોંગ્રેસની સોચ અને એકશન છે. સંસદ પર હુમલો કરનાર આતંકવાદી અફઝલની વરસીવાળીને તેને શહીદ ગણાવવો અને સર્જીકલ સ્ટ્રાઈક સમયે વિશ્વના બધાં દેશોએ ભારતની પ્રસંશા કરી, ત્યારે કોંગ્રેસે પાકિસ્તાનની ભાષા બોલી હતી. સર્જીકલ સ્ટ્રાઈક પાકિસ્તાનમાં થઈ પરંતુ કોંગ્રેસ અહીં “કોમા”માં જતી રહી હતી. એટલે સ્વાભાવિક છે કે, આ પ્રકારની વિચારધારા વાળી કોંગ્રેસને દેશભક્તિવાળુ સંગઠન RSS આંખના કણાંની જેમ ખૂંચે છે.

  - કોંગ્રેસ દ્વારા કોઈને કોઈ વર્ગને ઉશ્કેરીને વાદવિવાદ ફેલાવવો. કોઈ જ્ઞાતિ કે સમાજને વારા ફરીથી ઉશ્કેરીને વેરઝેર ઊભું કરવું. કોઈને કોઈ ઘટનાને રાજકીય ઘટનામાં ફેરવીને હિંસા દ્વારા અશાંતિ ફેલાવવી. આ બધાં જ ઘટનાક્રમો જોઈને ગુજરાતની જનતા માને છે કે, કોંગ્રેસ વાદ, વિવાદ, વેરઝેરની “આયોજક” છે, કોંગ્રેસ જાતિવાદ, કોમવાદ, પ્રાંતવાદ અને આતંકવાદની “સમર્થક” છે.

  - કોંગ્રેસ પાસે માત્ર ‘અપશબ્દોની ડિક્શનરી’ છે અને તેનો બેફામ ઉપયોગ કરે છે.

  - હારતી કોંગ્રેસ જનસમર્થન અને જનમતથી છેલ્લા કિનારે છે.

  - કોંગ્રેસના જ રાજકીય દોરી સંચારથી દેશ-ગુજરાતમાં જે-જે દેખાવો થયા છે તે માત્રને માત્ર કોંગ્રેસની અફવા, અપપ્રચાર અને અશાંતિ ફેલાવવાના વિકૃત રાજકીય બદઈરાદાથી થયા છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ગોધરા | પાવી જેતપુર | વડોદરા  | કાલોલ |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Bharat Pandya, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन