Home /News /ahmedabad /Gujarat election 2022: શું બાપુનગર વિધાનસભા બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી શકશે પાટીલ સેના?

Gujarat election 2022: શું બાપુનગર વિધાનસભા બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી શકશે પાટીલ સેના?

Bapunagar assembly constituency: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 જંગમાં બાપુનગર બેઠક પર કોણ મેદાન મારશે? છેલ્લી બે વખતની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ બંને એક એક વખત જીત્યા છે. ગુજરાત વિધાનસભાની અમદાવાદ શહેરની બાપુનગર વિધાનસભા બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના બાપુનગર, રખિયાલ અને સરસપુર વોર્ડના વિસ્તારનો સમાવેશ થાય છે.

Bapunagar assembly constituency: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 જંગમાં બાપુનગર બેઠક પર કોણ મેદાન મારશે? છેલ્લી બે વખતની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ બંને એક એક વખત જીત્યા છે. ગુજરાત વિધાનસભાની અમદાવાદ શહેરની બાપુનગર વિધાનસભા બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના બાપુનગર, રખિયાલ અને સરસપુર વોર્ડના વિસ્તારનો સમાવેશ થાય છે.

વધુ જુઓ ...
  Gujarat Assembly election 2022 :  ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. કુલ 182 બેઠકો પર ચૂંટણીઓ લડાશે. આ પૈકી 2017ની વિધાનસભાની ચૂંટણીઓમાં કેટલીક બેઠકો એવી હતી કે, જ્યાં ભાજપનો ઉમેદવાર વિપક્ષના ઉમેદવારની સરખામણી કરતા ઓછા માર્જિનથી જીત્યો છે. તેથી ચૂંટણી વહેલી યોજાવા જઈ રહી હોવાની અટકળો વચ્ચે ભાજપ સહિત તમામ પક્ષોએ તૈયારીઓ આરંભી દીધી છે. અમદાવાદ તો ભાજપનો ગઢ કહેવાય છે. પરંતુ અમુક બેઠકો હજુ પણ તેના માટ કપરા ચઢાણ છે. આવી જ એક બેઠક છે અમદાવાદની બાપુનગર બેઠક. બાપુનગર પર બેઠક રાજકીય સામાજિક સમીકરણ કેવા છે? જાણો

  બાપુનગર બેઠકનો (Bapunagar assembly seat) ખેલ

  બાપુનગર વિધાનસભા (bapunagar assembly constituency) મતવિસ્તાર એ મૂળ પરંપરાગત મતવિસ્તારમાંથી વિભાજિત થયેલો છે. અહીં અમરાઈવાડીનો કેટલોક શ્રમિક વિસ્તાર પણ આવે છે, ઉપરાંત અહીં હિંદી ભાષી, પરપ્રાંતિય વસતિ મોટા પ્રમાણમાં છે. 2012માં અહીં ભાજપના જગરૂપસિંગ રાજપૂત ભારે મહેનત પછી 2600 જેટલા નજીવા મતે જીત્યા હતા. તો વર્ષ 2017માં કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલ પર મતદારોએ પસંદગીનો કળશ ઢોળ્યો હતો.

  કેવા છે આ બેઠક પર જાતિગત સમીકરણો?

  ગુજરાત વિધાનસભાની અમદાવાદ શહેરની બાપુનગર વિધાનસભા બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના બાપુનગર, રખિયાલ અને સરસપુર વોર્ડના વિસ્તારનો સમાવેશ થાય છે. અમદાવાદ શહેરની બાપુનગર વિધાનસભા બેઠકની રચના નવા સીમાંકનમાં કરવામાં આવી છે.

  અગાઉ આ બેઠકનો સમાવેશ રખિયાલ બેઠકમાં થતો હતો. અહીં ભાજપનો વિજય થયો હતો. જોકે અહીં ઓબીસી, દલિતો અને મુસ્લિમોના મતદારોનું વર્ચસ્વ છે અને આ વખતે ઓબીસી અને દલિતોની નારાજગીનો લાભ કોંગ્રેસને મળી શકે છે.

  જો જ્ઞાતિ પ્રમાણે મતોની ટકાવારી અંગે વાત કરીએ તો આ બેઠક પર અંદાજે ઓબીસી મતદારો 33.4 ટકા, દલિત મતદારો 27.03 ટકા, મુસ્લિમ મતદારો 24.3 ટકા અને પરપ્રાંતિય મતદારો 12.1 ટકા છે. વર્ષ 2017ના આંકડાઓ અનુસાર આ બેઠક પર અંદાજે કુલ 1,88,385 મતદારો છે, જેમાં પુરૂષ મતદારો 99,639 અને મહિલા મતદારો 88,746 છે.

  વર્ષ 2017માં કોંગ્રેસે છીનવી ભાજપની સત્તા

  આ બેઠક પર વર્ષ 2017માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના હિંમતસિંહ પટેલે ભાજપના ઉમેગવાર જાગૃપસિંહ રાજપૂતને 3067 મતોથી હરાવ્યા હતા. આ ચૂંટણીમાં હિંમતસિંહ પટેલને 58,785 મતો મળ્યા હતા જ્યારે, જાગૃપસિંહ રાજપૂતને 55718 મતો મળ્યા હતા.

  વર્ષ 2012માં ભાજપે મારી હતી બાજી

  આ બેઠક પર વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જાગૃપસિંહ રાજપૂતે કોંગ્રેસના ઉમેદવાર શ્યાની ધીરૂભાઇને 2603 મતોના માર્જીનથી હરાવ્યા હતા. જેમાં જાગૃપસિંહને 51058 મતો મળ્યા હતા. જ્યારે શ્યાની ધીરૂભાઇને 48455 મતો મળ્યા હતા.

  બાપુનગર બેઠક પરના વિવાદો

  - શહેર કોંગ્રેસની પ્રદેશ કાર્યાલય પર બેઠક હતી. આ બેઠક પછી ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાની આગેવાનીમાં બાળકોના હોર્સ રાઇડીંગનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમાં તમામ ધારાસભ્યોને આમંત્રિત કરાયા હતા. કોંગ્રેસના 4 ધારાસભ્યો પૈકી એક માત્ર હિંમતસિંહ પટેલ સરકારી કાર્યક્રમમાં ગયા હતા. નવાઇની વાતએ છે કે, હિંમતસિંહ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં યોજાયેલી બેઠકમાં નહીં પણ સરકારી કાર્યક્રમમાં જતા વિવાદ થયો હતો. જોકે હિંમતસિંહે ખુલાસો કર્યો હતો કે તે પ્રદેશ પ્રમુખની પરવાનગી લઈને ગયા હતા.

  આ પણ વાંચો- Gujarat Assembly Election: મુસ્લિમ સમાજનું પ્રભુત્વ છતાં અકોટા બેઠક પર ભાજપનો દબદબો કેમ? જાણો


  - વર્ષ 2017ની ચૂંટણીમાં અમદાવાદમાં બાપુનગર બેઠક પર હિંમતસિંહ પટેલને ટિકિટ આપવાની વાતથી શહેરના યૂથ કોંગ્રેસના એક જૂથમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓએ માથામાં ટકો કરાવીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. હિંમતસિંહ પટેલની ટિકિટ મામલે કોંગ્રેસી નેતા દિનેશ શર્માએ મોટુ નિવેદન આપતા કહ્યું હતું કે , જે નેતાઓ વારંવાર હાર્યા હોય તેમને ઈલેક્શન લડાવવું જોઈએ નહીં.

  Gujarat Assembly Elections 2022

  કોંગી નેતા હિંમતસિંહ પટેલ અને દિનેશ શર્માએ બાપુનગર વિધાનસભા સીટી માટે ટિકિટ માંગી હતી. કોંગ્રેસના એક જૂથે આક્ષેપ પણ કર્યો હતો કે, હિંમતસિંહ પટેલ પ્રભારી અશોક ગેહલોતની સેવા ચાકરી કરે છે એટલે એહસાનનો બદલો વાળવા ગેહલોત સતત ચૂંટણી હારતાં હિંમતસિંહ માટે લોબિંગ કરી રહ્યા છે.

  - મ્યુનિ. કોર્પોની વર્ષ 2021ની ચૂંટણીમાં કોઇ પણ કારણ વગર સરસપુરના 3 સીટીંગ કોર્પોરેટર્સની બાદબાકી કરવામાં આવી હતી, જ્યારે બાપુનગરમાંથી એક માત્ર જે. ડી પટેલને જ ટિકિટ આપવામાં આવતા સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ હિંમતસિંહ સાથે અસંતોષ ફેલાયો હતો. રાજકીય ગલિયારોમાં ચર્ચા હતી કે હિંમતસિંહ પટેલે તેમના માનીતાઓને ટિકિટ અપાવવા માટે નક્કર કારણો વિના જ પાંચ સીટીંગ કોર્પોરેટરોની બાદબાકી કરી હતી.

  - નવનીત શ્રીમાળીએ પૂર્વ ધારાસભ્ય જગરૂપસિંહ રાજપૂત સમક્ષ બળાપો ઠાલવી રજૂઆત કરી હતી કે, ઇ-બુક કાર્યક્રમ માટે સરસપુર વોર્ડના બંને મહામંત્રીઓની બાદબાકી કરાતા સમગ્ર વિવાદ સર્જાયો છે. શહેરમાં તમામ વોર્ડમાં ઇ-બુક કાર્યક્રમમાં સંકલન અને ડેટા એકત્ર કરવાની જવાબદારી વોર્ડ મહામંત્રીઓને આપવામાં આવી છે. તેમ છતાં કાર્યક્રમમાં તેમને જ બાકાત રાખવામાં આવ્યા હતા. જે બાદ ભાજપનો આંતરિક વિખવાદ સપાટીએ આવ્યો હતો.

  વર્ષ 2022ની ચૂંટણીમાં આ બેઠકનું મહત્વ

  હાલ આ બેઠક પર કોંગ્રેસનો દબદબો છે. પરંતુ ભાજપ-પ્રમુખ સી.આર.પાટીલ 150+ બેઠકોના ટાર્ગેટ સાથે વ્યૂહરચના ગોઠવી રહ્યા છે, પણ વિધાનસભા બેઠકોનું ગણિત જોવા જઈએ તો કુલ 182 બેઠકમાંથી કૉંગ્રેસ સતત 50 બેઠક જીતી જ રહી છે, એટલે ભાજપ વધુમાં વધુ 130 બેઠક સુધી પહોંચી શકે છે, તેથી જ હવે પાટીલની નજર એ 50 બેઠકો પર છે, જેમાં કૉંગ્રેસ જીતી રહી છે, જેથી આ બેઠકો માટેનું ભાજપનું ગણિત એવું છે કે ભાજપ હારે તો છે, પણ કૉંગ્રેસ કેમ જીતે છે એનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે.
  ચૂંટણી વર્ષજીતનાર ઉમેદવારપક્ષ
  2017હિંમતસિંહ પ્રહલાદસિંહ પટેલકોંગ્રેસ
  2012જાગૃરૂપસિંહ ગીરધરસિંહ રાજપૂતભાજપ

  ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ભાજપે 2017 અને 2012ની બે ચૂંટણીમાં કોંગ્રેસે જીતેલી બેઠકો સામે ભાજપની હારની સાથે સાથે કોંગ્રેસ આ બેઠકો પર કેમ જીતે છે, એ અંગેનો પણ સર્વે કરાવી આ બેઠકો પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેમાં આ પ્રકારની બેઠકો પર કૉંગ્રેસને ટક્કર આપી શકે તેવા સંભવિત ઉમેદવારનું લિસ્ટ મગાવી સેન્સ લેવામાં આવી રહી છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

  વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Bapunagar, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन