Home /News /ahmedabad /

Gujarat Assembly Elections 2022: અમરાઈવાડી બેઠક પર ખીલ્યું છે કમળ અને પાટીદારોનો છે દબદબો

Gujarat Assembly Elections 2022: અમરાઈવાડી બેઠક પર ખીલ્યું છે કમળ અને પાટીદારોનો છે દબદબો

વર્ષ 2008માં થયેલા નવા સીમાંકન બાદ અમરાઈવાડી વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી છે. આ વિધાનસભા બેઠક પરથી વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર હસમુખભાઈ પટેલે કોંગ્રેસ ઉમેદવાર અરવિંદસિંહ ચૌહાણને હરાવીને જીત મેળવી હતી. તો વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપ ઉમેદવાર હસમુખભાઈ પટેલે જીત મેળવી હતી

વર્ષ 2008માં થયેલા નવા સીમાંકન બાદ અમરાઈવાડી વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી છે. આ વિધાનસભા બેઠક પરથી વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર હસમુખભાઈ પટેલે કોંગ્રેસ ઉમેદવાર અરવિંદસિંહ ચૌહાણને હરાવીને જીત મેળવી હતી. તો વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપ ઉમેદવાર હસમુખભાઈ પટેલે જીત મેળવી હતી

વધુ જુઓ ...
    ચૂંટણી પંચે હજુ સુધી ગુજરાત વિધાનસભા 2022 (Gujarat assembly Election)ની તારીખની જાહેરાત કરી નથી. તમામ પક્ષોએ ચૂંટણીની તડામાર તૈયારીઓનો આરંભ કરી દીધો છે. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 150 પ્લસના ટાર્ગેટ સાથે કામ કરી રહ્યું છે. સ્થાનિક કાર્યકર્તાઓથી લઇને પેજ પ્રમુખ તથા નેતાઓને પણ કામ સોંપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તાજેતરમાં જ કેટલાક ગામના સરપંચોને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. ભાજપ, કોંગ્રેસની સાથે સાથે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ મેદાન-એ-જંગમાં સામેલ થઈ છે. સત્તાપક્ષ પોતાની ગુમાવેલી બેઠકો પરત મેળવવાનો અને જીતેલી બેઠક જાળવી રાખવા માટેના પ્રયત્નો કરી રહી છે. તો કોંગ્રેસ પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે હાલ ગડમથલ કરી રહી છે. આજે અહીં અમે તમને અમદાવાદની અમરાઈવાડી વિધાનસભા બેઠક વિશે જાણકારી આપી રહ્યા છીએ.

    અમરાઈવાડી વિધાનસભા બેઠક

    ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો આવેલી છે. આ 182 વિધાનસભા બેઠકમાં ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠક 50માં ક્રમાંકે છે. વર્ષ 2008માં થયેલા નવા સીમાંકન બાદ અમરાઈવાડી વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી છે.

    આ વિધાનસભા બેઠક પરથી વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર હસમુખભાઈ પટેલે કોંગ્રેસ ઉમેદવાર અરવિંદસિંહ ચૌહાણને હરાવીને જીત મેળવી હતી. તો વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપ ઉમેદવાર હસમુખભાઈ પટેલે જીત મેળવી હતી અને કોંગ્રેસ ઉમેદવાર બિપિનભાઈ ગઢવીને મ્હાત આપી હતી.

    અમરાઈવાડી પેટાચૂંટણી

    હસમુખભાઈ પટેલની રાજકીય કારકિર્દી પર નજર નાખવામાં આવે તો તેઓ અમરાઈવાડી વિધાનસભા બેઠક પર સતત બે ટર્મ સુધી ચૂંટાઈ આવ્યા હતા. હસમુખભાઈ પટેલ વર્ષ 2012 અને 2017ની ચૂંટણીમાં ભાજપ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

    વર્ષ 2019માં પરેશ રાવલે લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની ના પાડી હતી. આ કારણોસર લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખભાઈ પટેલને ઊભા રાખવામાં આવ્યા હતા. જેથી હસમુખભાઈ પટેલની સાંસદ તરીકે ચૂંટાઈ આવતા તેમણે અમરાઈવાડીના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ બેઠક ખાલી થઈ જતા અમરાઈવાડી બેઠક પર વર્ષ 2019માં પેટાચૂંટણી યોજવામાં આવી હતી.

    આ પેટાચૂંટણીમાં બે પાટીદારો ચૂંટણીના મેદાનમાં ઊતર્યા હતા અને બંને નેતાઓ મહેસાણાના કડીના વતની છે. કોંગ્રેસ મોટે ભાગે અમરાઈવાડી બેઠક પરથી હિન્દી ભાષી બક્ષીપંચના ઉમેદવારને ટિકિટ આપતી હતી.

    કોંગ્રેસે પેટાચૂંટણીમાં માસ્ટરસ્ટ્રોક મારી દીધો હતો અને એક સમયે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ નજીકના ગણાતા અને ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા ધર્મેન્દ્ર પટેલને ટિકિટ આપી હતી.

    આ પેટાચૂંટણીમાં ભાજપ ઉમેદવાર જગદીશ પટેલે કોંગ્રેસ ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલને હરાવ્યા હતા અને જીત મેળવી હતી. અમદાવાદમાં 16 વિધાનસભા બેઠકો છે.

    જેમાં ઘાટલોડિયા, નારણપુરા, વટવા, સાબરમતી, વેજલપુર, નિકોલ, અમરાઈવાડી, બાપુનગર, ઠક્કરબાપાનગર, નરોડા, મણીનગર, અસારવા, એલિસબ્રિજ, દરિયાપુર, દાણીલીમડા અને જમાલપુર-ખાડિયા વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે.























    વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
    2019 (પેટાચૂંટણી)જગદીશ પટેલભાજપ
    2017હસમુખભાઈ પટેલભાજપ
    2012હસમુખભાઈ પટેલભાજપ

    અમરાઇવાડી બેઠકના ઇતિહાસ પર નજર કરીએ તો, વર્ષ 1962માં અમરાઇવાડી વિધાનસભાનું કોઈ અસ્તિત્વ જ નહોતું. તે સમયે અમદાવાદ શહેરમાં માત્ર સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ થતો હતો. જેમાં સાબરમતી એલિસબ્રિજ, દરિયાપુર-કાઝીપુર, અસારવા, જમાલપુર ખાડીયા, શહેર કોટડા અને ગોમતીપુરનો સમાવેશ થતો હતો.

    1967 અને 1972માં કાંકરિયા બેઠક અસ્તિત્વમાં આવી હતી, જેમાં અમરાઇવાડીનો સમાવેશ થતો હતો. વર્ષ 1975માં મણિનગર વિધાનસભા અસ્તિત્વમાં આવી હતી, જેમાં અમરાવાડી વિસ્તારનો સમાવેશ થતો હતો.

    આ વિધાનસભા બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના ત્રણ વોર્ડનો સમાવેશ થાય છે. અમરાઇવાડી વોર્ડમાં કોંગ્રેસની પેનલે જીત મેળવી છે. ભાઈપુરા વોર્ડમાં ત્રણ ભાજપ અને એક કોંગ્રેસના કોર્પોરેટર છે, તો ઇન્દ્રપુરી વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની પેનલ વિજેતા થઇ છે.

    મતદારોના સમીકરણ

    અમરાઈવાડી વિધાનસભા બેઠક પર જ્ઞાતિના આંકડા પર નજર કરીએ તો આ બેઠક પર કુલ 2,79,082 મતદારો છે. જેમાં 50,000 દલિત, 50,000 પરપ્રાંતિય, 33,000 પાટીદાર, 1,10,000 OBC અને 35,000 સવર્ણ મતોનો સમાવેશ થાય છે.

    આ બેઠક પર હિન્દી ભાષા ઉપરાંત દલિત સમાજના મતદારોની સંખ્યા પણ વિશેષ છે. આમ છતાં આ બેઠક પર વર્ષોથી પાટીદાર સમાજનું પ્રભુત્વ રહેલું છે. અમરાઈવાડી વિસ્તારમાં ઉત્તર ગુજરાતના પાટીદારોની સંખ્યા લગભગ 67,000 જેટલી છે,

    જ્યારે ઝાલાવાડી પાટીદાર સમાજના મતદારોની સંખ્યા માંડ 3,000 જેટલી છે. 2019ની પેટાચૂંટણીમાં ઊભા રહેલા ભાજપના જગદીશ પટેલ ઝાલાવાડી પાટીદાર સમાજના હતા,

    જ્યારે કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલ ઉત્તર ગુજરાતના પાટીદાર સમાજમાંથી આવતા હતા. આમ પેટાચૂંટણીમાં જ્ઞાતિજાતિની દ્રષ્ટિએ ભાજપ કરતા કોંગ્રેસના ઉમેદવારનું પલડુ ભારે હતું, તેમ છતાં ભાજપે પેટાચૂંટણીમાં બાજી મારી લીધી હતી.

    અમદાવાદ પૂર્વ લોકસભા ચૂંટણી

    વર્ષ 2008માં થયેલા નવા સીમાંકન બાદ આ મતવિસ્તારની રચના કરવામાં આવી હતી. અમદાવાદ-પૂર્વ લોકસભા મતવિસ્તાર નવી રચાયેલી બેઠક છે. વર્ષ 2008 બાદ અમદાવાદ પૂર્વ બેઠક પરથી વર્ષ 2009, 2014 અને 2019માં લોકસભા ચૂંટણી યોજાઈ ગઈ છે.

    આ ત્રણેય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભગવો લહેરાવ્યો છે. વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર હરીન પાઠકે કોંગ્રેસના ઉમેદવાર દીપક બાબરિયાને 86,056 મતોથી મ્હાત આપી હતી. વર્ષ 2014ની ચૂંટણીમાં ભાજપના પરેશ રાવલે કોંગ્રેસના હિંમતસિંહ પટેલને 3,26,633 મતોની જંગી બહુમતીથી હાર આપી હતી.

    ભાજપના સાંસદ અને અભિનેતા પરેશ રાવલે વર્ષ 2019ની લોકસભા ચૂંટણી લડવા માટે અનિચ્છા દર્શાવી હતી. ત્યારબાદ ભાજપે આ લોકસભા બેઠક પરથી હસમુખભાઈ પટેલને ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા હતા. હસમુખભાઈ પટેલે કોંગ્રેસના ઉમેદવાર ગીતાબહેન પટેલને હરાવ્યા હતા અને જીત મેળવી હતી.

    અમરાઈવાડી મતવિસ્તારમાં સ્થાનિકોની માંગ

    અમરાઈવાડી મતવિસ્તારમાં મધ્યમ અને મજૂર વર્ગના લોકો વસવાટ કરે છે. આ વિસ્તારમાં રસ્તાઓ સાંકળા છે. જેના કારણે આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે. અમરાઈવાડીમાં પ્રાથમિક સુવિધાઓ જેમ કે, લાઈટ, રોડ રસ્તાઓ અને પાણીની સમસ્યાના કારણે સ્થાનિકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિકો આ સમસ્યાનું નિવારણ લાવવાની માંગ કરી રહ્યા છે.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

    વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  ખેરાલુ  |
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन