Home /News /ahmedabad /Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીએ લોકસભાના દ્વાર ખોલ્યાં, વડાપ્રધાન મોદીએ રંગ રાખ્યો

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીએ લોકસભાના દ્વાર ખોલ્યાં, વડાપ્રધાન મોદીએ રંગ રાખ્યો

ગુજરાતની ચૂંટણીએ ભાજપ માટે લોકસભાના દ્વાર ખોલી નાંખ્યા

Gujarat Election Result 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ત્યારે ભાજપે પ્રચંડ બહુમતી સાથે રેકોર્ડ બ્રેક જીત મેળવી છે. ત્યારે આ વિજયોત્સવ વચ્ચે લોકસભાની 26 બેઠકોના દ્વાર ભાજપ માટે ખૂલી ગયા છે. તેમ કહી શકાય. આવો જાણીએ સમગ્ર માહિતી...

વધુ જુઓ ...
    અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ત્યારે ભાજપે પ્રચંડ બહુમતી સાથે રેકોર્ડ બ્રેક જીત મેળવી છે. મહત્ત્વનું છે કે, ભાજપે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ કરેલો 149 વિધાનસભા બેઠક પર જીત મેળવવાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. ભાજપે આ વખતે 150 કરતાં વધુ વિધાનસભા બેઠક જીતી લીધી છે.

    2024ની લોકસભા ચૂંટણીનો લક્ષ્યાંક


    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે આ વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એડીચોટીનું જોર લગાવીને 150 સીટ લાવવાનો દાવો કર્યો હતો અને આ દાવો તેમણે પૂરો કર્યો છે. ત્યારે આગામી 2024ની લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાને રણનીતિ ઘડી નાંખી હોય તેવું લાગે છે.

    આ પણ વાંચોઃ આ 10 પોપ્યુલર નેતાઓનો વટ દાવ પર લાગ્યો તો, જુઓ પરિણામ તસવીરોમાં

    કોંગ્રેસને એકપણ બેઠક ન મળે તો નવાઈ નહીં!


    પ્રચંડ બહુમતીથી મેળવેલી જીતથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની 26 સીટ જીતવા માટેનાં દરવાજા ખોલી નાંખ્યા છે. સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય કે પછી ઉત્તર ગુજરાત હોય, સમગ્ર ગુજરાતમાં ભગવો લહેરાવ્યો છે. ત્યારે હવે લોકસભાની ચૂંટણી વખતે ગત લોકસભા ચૂંટણીની જેમ કોંગ્રેસને એકપણ બેઠક ન મળે તો નવાઈ નહીં.

    આ પણ વાંચોઃ ભાજપના આ ચહેરા 1 લાખથી વધુ મતની લીડથી જીત્યાં

    ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ ફેઈલ


    ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પાંચ બેઠક પર વિજય મેળવ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીનાં જ મોટા માથા ગણતા ઇસુદાન ગઢવી, અલ્પેશ કથિરીયા, ગોપાલ ઇટાલિયા જેવા નેતા ફેઇલ ગયા છે. તો બીજી તરફ કોંગ્રેસ માત્ર 17 જ બેઠક જીતી શક્યું છે. કોંગ્રેસના પણ મોટા માથા ગણાતા પરેશ ધાનાણી જેવા નેતા ફેંકાઈ ગયા છે. આ બધા વચ્ચે હવે લોકસભા ચૂંટણીનું પરિણામ નિશ્ચિત જ કહી શકાય. આપ અને કોંગ્રેસ તેમાં ખાતું ન ખોલાવી શકે તો બિલકુલ નવાઈ નહીં!

    આ પણ વાંચોઃ PAASના પ્રચંડ વિરોધ વચ્ચે પાટીદારનો જ વિજય

    વડાપ્રધાન મોદીનો જાદુ છવાયો


    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી દીધું હતું. જનસભાઓથી માંડીને ભવ્ય રોડ-શો સુધી વડાપ્રધાને મહામહેનત કરી હતી. તેનું પરિણામ જોઈ જ શકાય છે કે, કેવું આવ્યું છે! વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહામહેનતને લીધે જ ગુજરાત ભગવા રંગે રંગાઈ ગયું છે, તે વાતમાં કોઈ શંકાને સ્થાન નથી.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Bjp gujarat, Gujarat Assembly Election, Gujarat Assembly Election 2022, Gujarat assembly election results, Gujarat Assembly Elections 2022

    विज्ञापन
    विज्ञापन