Home /News /ahmedabad /Gujarat Election Result: માત્ર 5 બેઠક મળ્યા બાદ, શું AAP બનશે નેશનલ પાર્ટી? જાણો નિયમો

Gujarat Election Result: માત્ર 5 બેઠક મળ્યા બાદ, શું AAP બનશે નેશનલ પાર્ટી? જાણો નિયમો

માત્ર 5 બેઠક મળ્યા બાદ, શું AAP બનશે નેશનલ પાર્ટી?

Gujarat Election Result: આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં એન્ટ્રી કરી છે. વિધાનસભાની ચૂંટણીમાં આપને 5 બેઠકો મળી છે. આ સાથે, તેમનો વોટ શેર 12.92 ટકા નોંધાયો છે.

  અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં (Gujarat Assembly Election Result 2022) ગુજરાતમાં ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટીની વિધાનસભામાં એન્ટ્રી સાથે ઐતિહાસિક જીત મળી છે. જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીના 5 ઉમેદવારોની જીત થઇ છે.

  આપના ભૂપેન્દ્ર ભાયાણી વિસાવદરથી અને હેમંત ખવા જામ જોધપુરથી અને ડેડીયાપાડાથી ચૈત્ર વસાવા, ગારીયાધારથી સુધીર વાઘાણી અને બોટાદથી ઉમેશ મકવાણાની જીત થઇ છે. જણાવી દઈએ કે, પોતાની પ્રથમ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 12.92 ટકા મત મેળવ્યા છે.

  ભારતમાં ત્રણ પ્રકારની પાર્ટીઓ ચૂંટણી લડતી હોય છે. આ સિવાયના ઉમેદવારોને અપક્ષ માનવામાં આવે છે. આ ત્રણ પ્રકારની પાર્ટીમાં રાષ્ટ્રીય, રાજ્ય સ્તર અને પ્રાદેશિક પક્ષોનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે, હાલમાં ભારતમાં 7 રાષ્ટ્રીય પક્ષો છે, જ્યારે રાજ્ય સ્તરની 35 પાર્ટીઓ છે અને પ્રાદેશિક 350 પાર્ટીની આસપાસ છે. રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવવા માટે પક્ષે ત્રણમાંથી એક શરત પૂરી કરવી પડે છે, તો જ પક્ષને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળે છે. જાણો શું છે તે, નિયમો...

  આ પણ વાંચો: પાટીલના આ ત્રણ સંકલ્પ, કે જેણે બતાવ્યો ભાજપની જીતનો જાદુ

  રાષ્ટ્રીય પાર્ટી બનવા માટે શું જરૂરી હોય છે?

  • ત્રણ રાજ્યોમાં લોકસભા ચૂંટણીમાં એક પક્ષે 2 ટકા બેઠકો જીતે.

  • ચાર લોકસભા બેઠકો ઉપરાંત, એક પક્ષને લોકસભામાં 6 ટકા મત અથવા ઓછામાં ઓછા ચાર કે તેથી વધુ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં 6 ટકા મત મેળવવા જોઈએ.

  • ચાર કે તેથી વધુ રાજ્યોમાં એક પક્ષને પ્રાદેશિક પક્ષ તરીકે માન્યતા આપવી જોઈએ.


  જણાવી દઈએ કે, જે પાર્ટી આ ત્રણ શરતોમાં એક પણ શરત પૂરી કરે છે, તો તેને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળવા પાત્ર છે.


  દેશમાં કેટલા રાષ્ટ્રીય પક્ષો છે?

  દેશમાં અત્યારે સાત રાષ્ટ્રીય પક્ષો છે. તેમાં ભારતીય જનતા પાર્ટી , કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા, માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ નેશનલ પાર્ટીનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય જનતા દળ અને જનતા દળ યુનાઈટેડ જેવા પક્ષો પ્રાદેશિક પક્ષોની શ્રેણીમાં આવે છે.
  Published by:Samrat Bauddh
  First published:

  Tags: Aam adami party, Gujarat Assembly Election 2022, Gujarat Elections

  विज्ञापन
  विज्ञापन