Home /News /ahmedabad /ગુજરાતની ચૂંટણીમાં ચૂંટાયેલા 182માંથી 151 ધારાસભ્યો છે કરોડપતિ, કોણ છે સૌથી અમીર ધારાસભ્ય

ગુજરાતની ચૂંટણીમાં ચૂંટાયેલા 182માંથી 151 ધારાસભ્યો છે કરોડપતિ, કોણ છે સૌથી અમીર ધારાસભ્ય

182માંથી 151 ધારાસભ્યો છે કરોડપતિ

Gujarat Assembly Elections MLA: રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, ગુજરાત વિધાનસભામાં આ વખતે ચૂંટાયેલા છ ધારાસભ્યો PHD છે, 19 ધારાસભ્યો પોસ્ટ ગ્રેજ્યુએટ છે, 24 સ્નાતક છે, છ ડિપ્લોમાં કરેલા છે, 86 ધારાસભ્યોએ ધોરણ 5 થી ધોરણ 12 સુધી રિપોર્ટ કર્યો છે, જ્યારે સાત ધારાસભ્યોએ જાહેર કર્યું કે પોતે 'સાક્ષર' છે.

વધુ જુઓ ...
અમદાવાદ: ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા 182 ધારાસભ્યોમાંથી કુલ 151 ધારાસભ્યો 'કરોડપતિ' છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને ગુજરાત ઈલેક્શન વોચ દ્વારા હાથ ધરાયેલા રિપોર્ટમાં આ માહિતી બહાર આવી છે. 2017ની ચૂંટણીમાં જીતેલા 'કરોડપતિ' (એક કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ) ધારાસભ્યોની સંખ્યા 141 હતી. આ વખતે વિધાનસભામાં ચૂંટાયેલા 83 ટકા ધારાસભ્યો કરોડપતિ છે. રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, શાસક ભારતીય જનતા પાર્ટી (BJP)ના 132 ધારાસભ્યો કરોડપતિ છે, ત્યારબાદ કોંગ્રેસના 14, ત્રણ અપક્ષ અને આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટીના એક-એક ધારાસભ્ય છે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી અમદાવાદ પહોંચ્યા, આવતીકાલે શપથવિધિમાં ભાગ લેશે

નોંધપાત્ર વાત એ છે કે, 182 સભ્યોના ગૃહમાં ભાજપે સતત સાતમી વખત ગુજરાતમાં રેકોર્ડ 156 બેઠકો જીતીને જીત મેળવી છે. આ 151 'કરોડપતિ' ધારાસભ્યોમાંથી 73 ધારાસભ્યો પાસે 5 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે અને 73 પાસે 2 કરોડથી 5 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ગુજરાતમાં વિજેતા ઉમેદવારની સરેરાશ સંપત્તિ હવે રૂપિયા 16.41 કરોડ છે, જે 2017ના રૂપિયા 8.46 કરોડના આંકડા કરતાં લગભગ બમણી છે. સ્ટડી અનુસાર, ભાજપના માણસાના ધારાસભ્ય જેએસ પટેલ 661 કરોડની સંપત્તિ સાથે સૌથી ધનિક ધારાસભ્ય છે.

ફરીથી ચૂંટાયેલા 74 ધારાસભ્યોની સંપત્તિમાં વધારો

આ બાદ, બીજેપીના સિદ્ધપુરના ધારાસભ્ય બળવંત સિંહ રાજપૂત (રૂ. 372 કરોડ) બીજા સ્થાને છે, જ્યારે બીજેપીના રાજકોટ દક્ષિણ સીટના ધારાસભ્ય રમેશ ટીલાલા (રૂ. 175 કરોડ) ત્રીજા સ્થાને છે. ADR દ્વારા હાથ ધરાયેલા રિપોર્ટ મુજબ, 74 ધારાસભ્યો ફરીથી ચૂંટાયા અને તેમની સંપત્તિમાં સરેરાશ રૂ. 2.61 કરોડનો વધારો થયો છે, જે 2017ની સરખામણીમાં 40 ટકા વધુ છે. ADR ચૂંટણી સુધારણા માટે કામ કરે છે અને ધારાસભ્યોના સ્વ-સોગંદનામાનું વિશ્લેષણ કર્યા પછી આવા અહેવાલો તૈયાર કરે છે.

રિપોર્ટ દર્શાવે છે કે, આ વખતે ચૂંટાયેલા છ ધારાસભ્યો PHD છે, 19 ધારાસભ્યો પોસ્ટ ગ્રેજ્યુએટ છે, 24 સ્નાતક છે, છ ડિપ્લોમા કરેલા છે, 86 ધારાસભ્યોએ ધોરણ 5 થી ધોરણ 12 સુધી રિપોર્ટ કર્યો છે, જ્યારે સાત ધારાસભ્યોએ પોતાને 'સાક્ષર' જાહેર કર્યા છે. ઉંમરના સંદર્ભમાં, બે ધારાસભ્યોની ઉંમર 29 વર્ષ છે, જ્યારે બેની ઉંમર 75 વર્ષ છે.
First published:

Tags: ADR, Gujarat Assembly Election 2022, Gujarat Elections

विज्ञापन