Home /News /ahmedabad /Gujarat BJP VS Congress: ભાજપે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પછી કોંગ્રેસના 17 ધારાસભ્યો તોડ્યાં
Gujarat BJP VS Congress: ભાજપે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પછી કોંગ્રેસના 17 ધારાસભ્યો તોડ્યાં
કોંગ્રેસ છોડી ભાજપમાં જનારા ધારાસભ્યોનું લિસ્ટ
Gujarat Assembly Election: વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પછી ભાજપે કોંગ્રેસના 17 ધારાસભ્યોને પોતાની તરફ કરી લીધા હતા. તે દરેક સીટ પર પેટાચૂંટણી યોજાતા ભાજપે કોંગ્રેસના કિલ્લાના કાંગરા ખેરવી નાંખ્યા હતા. વાંચો સમગ્ર માહિતી...
અમદાવાદઃ વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હાલ ગુજરાતમાં દિવાળીનો માહોલ જામ્યો હોવાથી ચૂંટણી પંચે તારીખ જાહેર નથી કરી તેવી ચર્ચા ચાલી રહી છે. ત્યારે દિવાળી બાદ તરત જ ચૂંટણીની તારીખ જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ત્યારે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પછી ભાજપે કોંગ્રેસમાં 17 વાર ગાબડાં પાડ્યાં છે. ઉલ્લેખનીય છે કે, તેમાંથી ઘણી બેઠકો એવી છે કે જેને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. તો આવો જોઈએ ભાજપે કોંગ્રેસની કઈ બેઠકના ધારાસભ્યો તોડ્યા અને તેની સાથે જોડાયેલી તમામ માહિતી...
કુંવરજી બાવળિયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા
કોંગ્રેસને સૌથી પહેલો ફટકો 3જી જુલાઈ, 2018ના દિવસે પડ્યો હતો. તે દિવસે જસદણ વિધાનસભા સીટ પરથી જીતેલા કુંવરજી બાવળિયાએ કોંગ્રેસને ‘ટાટા... બાય... બાય’ કહી દીધું હતું અને ત્યારબાદ ભાજપમાં જોડાયા હતા.
આશા પટેલે કોંગ્રેસ છોડી ભાજપમાં એન્ટ્રી લીધી હતી.
જવાહર ચાવડા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા
પરસોતમ સાબરીયાએ પંજાનો સાથ છોડી કેસરિયાં કર્યા હતા
વલ્લભ ધારવિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા
અલ્પેશ ઠાકોરે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા
ત્યારબાદ વર્ષ 2019ની વાત કરવામાં આવે તો, તે વર્ષમાં 6 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા હતા અને ભાજપમાં જોડાયા હતા. તેમાં રાધનપુર સીટના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ધ્રાંગધ્રા સીટના ધારાસભ્ય પરસોતમ સાબરીયા, માણાવદર બેઠક પરથી ધારાસભ્ય જવાહર ચાવડા, બાયડ બેઠક પરથી ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, જામનગર ગ્રામ્ય સીટ પરથી MLA વલ્લભ ધારવિયા અને ઉંઝા બેઠક પરથી આશા પટેલે રાજીનામું આપ્યું હતું.
પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા.
સોમા ગાંડા પટેલે કોંગ્રેસ સાથે છોડી ભાજપમાં જોડાયા હતા.
જે.વી કાકડિયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ગયા હતા.
ડાંગના મંગળ ગાવિત કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા.
પ્રવિણ મારુએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા.
અક્ષય પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા.
જિતુ ચૌધરી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા.
બ્રિજેશ મેરજા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા.
2020માં કોંગ્રેસના 8 ધારાસભ્યોએ પક્ષપલટો કર્યો
હવે વાત કરીએ વર્ષ 2020ની. આ વર્ષમાં કોંગ્રેસનો કિલ્લામાંથી આઠ ધારાસભ્યોએ રાજીનામા આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા. વિગતે વાત કરીએ તો, અબડાસા સીટ પરથી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, લીમડી સીટ પરથી સોમા ગાંડા પટેસ, ધારી સીટ પરથી જે.વી. કાકડિયા, મોરબી સીટ પરથી બ્રિજેશ મેરજા, ગઢડા સીટ પરથી પ્રવિણ મારુ, કરજણ સીટ પરથી અક્ષય પટેલ, કપરાડા સીટ પરથી જિતુ ચૌધરી, ડાંગ સીટ પરથી મંગળ ગાવિતે રાજીનામું આપ્યું હતું.
અશ્વિન કોટવાલ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા.
હર્ષદ રિબડીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી કેસરિયા કર્યા હતા.
વર્ષ 2022માં બે ધારાસભ્યોનાં રાજીનામા
તો તાજેતરમાં મે મહિનામાં ખેડબ્રહ્માના કોંગ્રેસી ધારાસભ્ય અશ્વિન કોટવાલે રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા. જ્યારે 4 ઓક્ટોબરે વિસાવદર બેઠકના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ પણ રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાઈ ગયા હતા. હાલ આ બંને સીટ ખાલી છે. જ્યાં આગામી વિધાનસભા ચૂંટણીમાં મતદાન યોજાશે.