Home /News /ahmedabad /Gujarat Elections 2022: ગુજરાતમાં સૌથી વધુ વિકસિત એવો અમદાવાદ જિલ્લો મતદાનમાં પાછળ કેમ રહી ગયો?

Gujarat Elections 2022: ગુજરાતમાં સૌથી વધુ વિકસિત એવો અમદાવાદ જિલ્લો મતદાનમાં પાછળ કેમ રહી ગયો?

અમદાવાદમાં કેમ ઓછું મતદાન

Gujarat Assembly Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આજે બીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. ગુજરાતની આર્થિક રાજધાની ગણાતું અમદાવાદ પણ તેમાં સામેલ છે. ત્યારે આ વખતે ચોંકાવનારા આંકડા આવી રહ્યા છે કે, અમદાવાદ જિલ્લામાં પણ ઓછું મતદાન થયું છે.

વધુ જુઓ ...
    અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આજે બીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. તેમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મતદાન કરવામાં આવ્યું હતુ. મહત્ત્વનું છે કે, ગુજરાતની આર્થિક રાજધાની ગણાતું અમદાવાદ પણ તેમાં સામેલ છે. ત્યારે આ વખતે ચોંકાવનારા આંકડા આવી રહ્યા છે કે, અમદાવાદ જિલ્લામાં પણ ઓછું મતદાન થયું છે. હાલમાં આવેલા આંકડા પ્રમાણે અંદાજે 61.6 ટકા જેટલું મતદાન થયું છે. જ્યારે 2017ની ચૂંટણીની વાત કરીએ તો, અમદાવાદ જિલ્લામાં 66.69 ટકા જેટલું મતદાન થયું હતું. આમ, આંકડાની વાત કરીએ તો 5 ટકા જેટલું મતદાન ઘટી ગયું છે.

    વિધાનસભાની સૌથી વધુ બેઠક અમદાવાદમાં


    ગુજરાત વિધાનસભાની સૌથી વધુ બેઠક અમદાવાદ જિલ્લામાં છે. તેમાંથી અમદાવાદ જિલ્લામાં કુલ 21 વિધાનસભા બેઠક છે. ત્યારે મહત્ત્વનું છે કે, આ વખતે મતદારો ઘરની બહાર નીકળ્યા નથી તેવું લાગી રહ્યું છે. ગઈ ચૂંટણી કરતાં પણ આ વખતે ઓછું મતદાન થયું છે. ઉલ્લેખનીય છે કે, આ પાછળ ઘણાં કારણો જવાબદાર હશે.

    આ પણ વાંચોઃ બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, અંદાજે 67 ટકા જેટલું મતદાન

    અમદાવાદ વિકાસની દૃષ્ટિએ સૌથી આગળ


    વિકાસની દૃષ્ટિએ અમદાવાદની વાત કરવામાં આવે તો, સૌથી વધુ વિકાસ અમદાવાદમાં જ જોવા મળ્યો છે. રિવફ્રન્ટ હોય કે પછી અટલ બ્રિજ હોય. મેટ્રો ટ્રેન હોય કે પછી બુલેટ ટ્રેન હોય. રસ્તાની વાત હોય કે પછી ગમે તે વિસ્તારના વિકાસની વાત હોય. અમદાવાદ હંમેશા બધામાં અવ્વલ રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જેવું સુવ્યવસ્થિત, સુવિકસિત અને સુશિક્ષિત શહેર મતદાન ઓછું કરે ત્યારે ખરેખર તે ચિંતાનો વિષય છે.

    આ પણ વાંચોઃ ગુજરાતમાં કઇ પાર્ટીને મળશે બહુમત, થોડીક જ ક્ષણોમાં આવશે એક્ઝિટ પોલ

    પ્રથમ તબક્કામાં થયેલું મતદાન


    ગુજરાતમાં પહેલી ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજોયું હતું. મતદાનના બીજા દિવસે ચૂંટણી પંચ તરફથી મતદાનના અધિકૃત આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જે પ્રમાણે 19 જિલ્લાની 89 બેઠકો પર 63.14 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં 78.24 ટકા નોંધાયું છે. બોટાદ જિલ્લામાં સૌથી ઓછું 57.58 ટકા મતદાન નોંધાયું છે. અમરેલી જિલ્લામાં 57.59 ટકા મતદાન નોંધાયું છે. સત્તાવાર આંકડા પ્રમાણે આદિવાસી વસ્તી ધરાવતા 5 જિલ્લામાં 65 ટકાથી વધુ મતદાન થયું છે.

    આ પણ વાંચોઃ એક્ઝિટ પોલ કેટલા સાચા, કેટલા ખોટા?

    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?


    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર


    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.

    આ પણ વાંચોઃ ગુજરાત એક્ઝિટ પોલ 2022 લાઈવ
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Ahmedabad news, Gujarat Assembly Election, Gujarat Assembly Election 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन