Home /News /ahmedabad /Gujarat Assembly Election 2022: ભાજપના 27 વર્ષના સાશનમાં આ વિધાનસભા બેઠકો બની રહી છે પડકાર રૂપ

Gujarat Assembly Election 2022: ભાજપના 27 વર્ષના સાશનમાં આ વિધાનસભા બેઠકો બની રહી છે પડકાર રૂપ

કેટલીક સીટો એવી છે જેમાં ભાજપ જીત મેળવી શકી નથી.

Gujarat Assembly Election 2022: ભાજપને 150 સીટ જીતવી છે, પરંતુ કેટલીક સીટો એવી છે જેમાં ભાજપ જીત મેળવી શકી નથી

ગાંધીનગર: ભાજપને 150 સીટ જીતવી છે, પરંતુ કેટલીક સીટો એવી છે જેમાં ભાજપ જીત મેળવી શકી નથી. ગુજરાત 1960માં આઝાદ થયું ત્યારથીએ સીટો પર કોંગ્રેસ કે અન્ય પાર્ટીનો કબ્જો છે. કોંગ્રેસના એ અભેદ કિલ્લાને તોડવા ભાજપ હાલમાં મથામણ કરી રહી છે. આવી સીટો પર જીત મેળવા ભાજપએ તમામ તરકીબ અપનાવી હોવાનું સામે આવી રહ્યું છે. આવી કઈ સીટો છે આવો જાણીએ અમારા આ વિશેષ અહેવાલમાં...

રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે, તો કેન્દ્રમાં પણ છેલ્લા 8 વર્ષથી સત્તામાં ભાજપ છે. દેશને ગુજરાત મોડેલ બતાવી ભાજપએ કેન્દ્રમાં સરકાર બનાવી છે. એ જ ગુજરાતમાં ઘણી એવી સીટો છે, જેમાં ભાજપને ગુજરાત અલગ થયું તો પણ આજ સુધી જીત મળી નથી. કેટલીક સીટો એવી છે જેમાં ભાજપ માત્ર એક જ વખત જીત મેળવી શકી છે. વિકાસના વાયદા, અનેક યોજનાઓ, પીએમ મોદી કે જેમના ચહેરા પર ભાજપ જીતે છે તેમની સભાઓ કરી હોવા છતાં ભાજપનો જીત માટે મેળ પડતો નથી.

આવી અનેક બેઠકો છે, તેની પર નજર કરીએ તો મહુધા બેઠક કે જેમાં પ્રથમ વખત આ સીટ પર 1967માં ચૂંટણી યોજાઈ હતી. ત્યારથી આજ સુધી ભાજપ જીતી શક્યું નથી. આ બેઠક પર પાટીદાર અને ઠાકોર સમાજનું પ્રભુત્વ છે અને આ વોટ બેંકમાં આજ સુધી ભાજપ છેદ શોધી શક્યું નથી. બીજી બાજુ, ઝઘડિયા બેઠક આદિવાસી પ્રભુત્વવાળી સીટ છે. જેમાં છોટુ વસાવાની પકડ છે અને ભાજપ જીતી શક્યું નથી. તે પહેલા JDUમાં હતા અને બાદમાં પોતાની પાર્ટી બનાવી.

આ પણ વાંચો:  આગામી 5 દિવસ આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

બોરસદ બેઠક જેમાં 1962માં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ ત્યારથી આજ સુધી કોંગ્રેસે જીત મેળવી છે. એવી જ રીતે વ્યારા બેઠક, જેમાં ભાજપને ગુજરાત આઝાદ થયું ત્યારથી જીત મળી શકી નથી. આંકલાવ સીટ 2012માં સીમાંકન બદલાયા બાદ અસ્થિત્વમાં આવી હતી, જેમાં છેલ્લા 2 ટર્મથી ચૂંટણી યોજાઈ રહી છે. તેમાં કોંગ્રેસ જીતી રહી છે. તો વાંસદા બેઠક પર અત્યાર સુધી 5 વખત ચૂંટણી યોજાઈ છે, જેમાં કોંગ્રેસે જ જીત હાંસલ કરી છે. 1962, 1967, 1972માં ચૂંટણી યોજાઈ હતી. બાદમાં આ વિધાનસભા વિસ્તાર સીમાંકનના કારણે બદલાઈ ફરી વખત 2012માં અસ્તિત્વમાં આવ્યો તેમ છતાં છેલ્લી બે ચૂંટણીમાં ભાજપને જીત હાંસલ ના થઇ તો ઘણી સીટ એવી પણ છે કે ગુજરાત અલગ થયું ત્યારથી આજ સુધીની ચૂંટણીમાં એક જ વખત ભાજપને જીત મળી છે.

ભાજપે ઉના બેઠક પર 1 જ વખત વર્ષ 2007માં જીત મેળવી હતી. આ સિવાય ઠાસરા બેઠક પર 2002માં એક જ વખત જીત મેળવી હતી તો ઝાલોદ બેઠક પર પણ 2002માં ભાજપ એક જ વખત જીતી શકી છે. ભિલોડા બેઠક પર ભાજપ 1995માં સ્વ.અનિલ જોષીયારાએ પક્ષ પલટો કર્યો હતો ત્યારે જીત મળી હતી. આમ આ બેઠકો પર ભાજપને જીત મેળવવી એટલે લોઢાના ચણા ચાવવા સમાન છે. બીજી તરફ આમ તો કોંગ્રેસ જમીન પર દેખાતી નથી તેમ છતાં કોંગ્રેસ આવી બેઠકો પર પકડ મજબૂત રાખી છે અને આગામી ચૂંટણીમાં પણ જીત મળે તેના માટે કવાયત કરશે.

આ સીટો પર જીત નિશ્ચિત કરવાની માનસિકતા સાથે આગળ ચાલતા ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ પણ કવાયત કરી રહ્યા છે. તેના માટે પીએમ મોદીના પ્રવાસ ગોઠવવા, જોડતોડ કરવી, સ્થાનિક સ્તરે સામાજિક આગેવાનોને જોડવા, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાના મહત્તમ લાભ અપાવવા, પેજ સમિતિ સહિતની કામગીરી હાલમાં ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે અને તેના આધારે આ સીટો પર ભાજપ જીત મેળવવા કવાયત કરી રહી છે.

ભાજપે ગુજરાતની 182 વિધાનસભા સીટને 4 કેટેગરીમાં વહેંચી છે. તે મુજબ રણનીતિ બનાવી પ્રચાર અને ચૂંટણી કામગીરી કરવામાં આવી રહી છે. જેથી આગામી ચૂંટણીમાં તેનો સીધો લાભ ભાજપને મળી શકે, પરંતુ બીજી તરફ વાત એ પણ છે કે જેના નામે ભાજપ ચૂંટણી જીતે છે એવા પીએમ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તેમ છતાં આ બેઠક પર ભાજપ જીતી નથી શકી તો આગામી ચૂંટણીમાં જીત મેળવવી એ કપરા ચઢાણ સમાન છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Gujarat Assembly Election 2022, Gujarat BJP, Gujarat Politics

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन