Home /News /ahmedabad /PM Modi Road Show: અમદાવાદમાં PM મોદીનો સતત બીજા દિવસે રોડ શો

PM Modi Road Show: અમદાવાદમાં PM મોદીનો સતત બીજા દિવસે રોડ શો

અમદાવાદમાં PM મોદીનો સતત બીજા દિવસે રોડ શો

PM Modi Road Show LIVE: અમદાવાદમાં સતત બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે આજે આ રોડ શો શાહીબાગથી સરસપુર સુધી કરવામાં આવશે. જણાવી દઈએ કે, ગઈ કાલે પણ વડાપ્રધાન મોદીએ 32 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો.

વધુ જુઓ ...
    અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન બાકી છે, તેને લઈને વડાપ્રધાન મોદી દ્વારા અમદાવાદમાં પ્રચાર હાથ ધરવામાં આવ્યો છે. આજે સતત બીજા દિવસે પણ PM મોદી દ્વારા રોડ શો કરવામાં આવી રહ્યો છે. આજે શાહીબાગથી સરસપુર સુધી રોડ શો કરવામાં આવશે. જણાવી દઈએ કે, રોડ શો દરમિયાન PM મોદી ભદ્રકાળી માતાના મંદીરે દર્શન કરશે.

    આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 32 કિમી લાંબો રોડ-શો, નરોડાથી ચાંદખેડા સુધી બધાં લોકોને ઘેલું લગાડ્યું

    વડાપ્રધાન મોદીના રોડ શોનો રૂટ શાહીબાગ દફનાળા, ઘેવર સર્કલ, નમસ્તે સર્કલ, દિલ્હી દરવાજા, લકી રેસ્ટોરેન્ટ, વીજળી ઘર, ભદ્રકાળી દર્શન પણ કરશે, આઈપી મિશન, કોર્પોરેશન, આસ્ટડીયા, રાયપુર દરવાજા સાળંગપુર આંબેડકર પ્રતિમાથી અંતે સરસપુર ખાતે સભાને સંબોધિત કરશે. જણાવી દઈએ કે, 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, જોકે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે.

    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.
    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર

    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Ahmedabad news, Pm modi in gujarat

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन