Home /News /ahmedabad /વિધાનસભા ચૂંટણી : ગુજરાતના મુસ્લિમ આ વખતે કોની સાથે? જાણો જનતાનો મૂડ

વિધાનસભા ચૂંટણી : ગુજરાતના મુસ્લિમ આ વખતે કોની સાથે? જાણો જનતાનો મૂડ

ગુજરાતમાં મુસ્લિમોની પહેલી પસંદ કોણ?

Gujarat Election : ગુજરાતમાં આ વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને લઈને એબીપી ન્યૂઝ અને સી વોટર દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.

  અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણીનું એલાન થઇ શકે છે. ગુજરાત હાલ સંપૂર્ણ રીતે ચૂંટણીના રંગમાં રંગાયેલું નજરે આવી રહ્યું છે. રાજ્યમાં સતત રાજકીય દળોની રેલીઓ, સભાઓનું આયોજન થઇ રહ્યું છે. પીએમ મોદીથી લઇને કેજરીવાલ સુધીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ધામા નાંખી રહ્યાં છે. બીજી તરફ અધ્યક્ષની ચૂંટણીમાં લાગેલી કોંગ્રેસ પણ ચૂંટણીની તૈયારી કરી રહી છે.

  આ વખતે રાજ્યમાં આમ આદમી પાર્ટી પણ ત્રીજા ખેલાડી તરીકે એડી-ચોટીનું જોર લગાવી રહી છે. તેવામાં ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા એબીપી અને સી-વોટરના ઓપિનિયન પોલમા ગુજરાતમાં ફરી એકવાર ભાજપની સરકાર બનતી જોવા મળી રહી છે.

  આ પણ વાંચો :ચૂંટણી પહેલા જ કોંગ્રેસનો કકળાટ: અમદાવાદ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચેતન રાવલ આપમાં જોડાયા

  ભાજપને તમામ જાતિઓના વોટ મળવાનો દાવો


  આ ઓપિનિયન પોલમાં ભાજપને તમામ જાતિઓના વોટ મળવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે ભાજપ મુસલમાનોના વોટમાં પણ સેંઘમારી કરી શકે છે. ઓપિનિયન પોલમાં સવાલ કરવામાં આવ્યો કે મુસ્લિમ મતદારો કોની સાથે છે? આ સવાલના જે પરિણામ સામે આવ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે. આ સર્વે અનુસાર, 45 ટકા મુસ્લિમ મતદારો કોંગ્રેસ સાથે છે. 23 ટકા મુસ્લિમ મતદારોએ ભાજપ માટે વોટ કર્યો. સાથે જ 30 ટકાએ આમ આદમી પાર્ટીને પસંદ કરી છે. 2 ટકા મુસ્લિમ મતદારો અન્ય સાથે જઇ રહ્યાં છે.

  ઓપિનિયન પોલના આંકડા અનુસાર 182 વિધાનસભા સીટોમાંથી ભાજપને 135થી 145 સીટ મળી શકે છે. આ સર્વે અનુસાર, ભાજપ અને કોંગ્રેસના વોટશેરમાં ઘટાડો આવશે. જ્યારે આમ આદમી પાર્ટીને જરૂરી વોટ શેર મળી શકે છે. પરંતુ તેને 182 વિધાનસભા સીટમાંથી માત્ર એક અથવા બે જ સીટ મળી શકશે. જ્યારે કોંગ્રેસના ખાતામાં 36થી 44 સીટ જઇ શકે છે.

  આ પણ વાંચો : Assembly Bye Election 2022: ચૂંટણી પંચની મોટી જાહેરાત, આ 6 રાજ્યોમાં પેટાચૂંટણીની તારીખો જાહેર કરી

  ગુજરાતમાં મુસ્લિમોની પહેલી પસંદ કોણ?


  એબીપી-સી વોટર ઓપિનિયન પોલમાં કોંગ્રેસ 45 ટકા મુસ્લિમ વોટ મેળવતી દેખાઇ રહી છે. સાથે જ 23 ટકા મુસ્લિમ મત ભાજપના ખાતામાં જતા દેખાઇ રહ્યાં છે. આમ આદમી પાર્ટીને 30 ટકા મુસ્લિમ મતદારો મત આપી શકે છે. જ્યારે 2 ટકા મુસ્લિમ વોટ અન્યના ખાતામાં જતા દેખાઇ રહ્યાં છે.

  ગુજરાતમાં ભાજપની સતત સાતમીવાર જીત


  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગૃહરાજ્ય હોવાની સાથે સાથે અહીંની સત્તા પર ભાજપની પક્કડ ખૂબ જ મજબૂત છે. એબીપી ન્યૂઝ - સી વોટર ઓપિનિયન પોલ અનુસાર, ગુજરાતમાં સત્તારૂઢ ભાજપ 1995 બાદથી સતત સાતમીવાર ચૂંટણી જીતશે તેવું અનુમાન છે. જે 2017માં મળેલી 99 સીટના મુકાબલે ઘણી વધુ હશે. આ ઓપિનિયન પોલમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે ભાજપને 46.8 ટકા (2017ના 49.1 ટકાથી ઓછા), કોંગ્રેસને 32.3 ટકા (2017ના 41.4 ટકાથી ઓછા) વોટ મળશે. જ્યારે આપને 17.4 ટકા વોટ મળવાનું અનુમાન છે.
  Published by:Bansari Gohel
  First published:

  Tags: Congress Guarat, Gujarat BJP, Gujarat Education, ગુજરાત ચૂંટણી 2022

  विज्ञापन
  विज्ञापन